મારું ગુજરાત

"મમ્મી હું જાઉં છું... હું બોર થઈ ગઈ છું...", 12 વર્ષની બાળાનો આપઘાત, સુસાઇડ નોટ લખી જીવન ટૂંકાવ્યું

12 નવેમ્બર, 2025•
GVGujaratvandan team
"મમ્મી હું જાઉં છું... હું બોર થઈ ગઈ છું...", 12 વર્ષની બાળાનો આપઘાત, સુસાઇડ નોટ લખી જીવન ટૂંકાવ્યું

Gandhinagar child suicide case: ગાંધીનગરના સેક્ટર-7 વિસ્તારમાં એક હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે, જ્યાં માત્ર 12 વર્ષની બાળાએ ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તાર શોકમાં છે. આપઘાતનું સાચું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી. ઘટના સ્થળેથી મળેલી સુસાઇડ નોટે સૌને ચોંકાવી દીધા છે.

શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, મૃતક બાળાના પિતા જગદીશ ગોહિલ સરકારી વિભાગમાં આંકડાશાસ્ત્ર મદદનીશ તરીકે ફરજ બજાવે છે, જ્યારે માતા ખાનગી નોકરી કરે છે. મંગળવારે સવારે બંને નોકરી પર ગયા હતા અને 16 વર્ષનો મોટો પુત્ર ટ્યુશન ક્લાસ માટે બહાર ગયો હતો. તે સમયે 12 વર્ષની દીકરી ઘરમાં એકલી હતી. સાંજે લગભગ સાડા ચાર વાગ્યે માતા ઘરે પરત આવી, પરંતુ દરવાજો અંદરથી બંધ હતો. અનેક વાર ખખડાવ્યા છતાં કોઈ પ્રતિસાદ ન મળતા, તેમણે પોતાના પતિને ફોન કરીને બોલાવ્યા. જગદીશભાઈ ઘરે આવી ભારે પ્રયાસો બાદ દરવાજો ખોલી શક્યા, પરંતુ અંદર જે દ્રશ્ય જોયું તે જોઈ તેમના પગ નીચેની જમીન ખસી ગઈ. દીકરીએ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધો હતો.

હોસ્પિટલ લઈ જતાં બાળકી મૃત જાહેર થઈ
પરિવારજનો તાત્કાલિક બાળકીને નજીકની હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ફરજ પરના ડૉક્ટરોએ તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી. સગીરા ધોરણ 6માં ગુરુકુળ શાળામાં અભ્યાસ કરતી હતી અને પરિવાર સાથે વીર ભગતસિંહ નગર, સેક્ટર-7, ગાંધીનગરમાં રહેતી હતી.

સુસાઇડ નોટમાં શું લખ્યું હતું?
પોલીસને તપાસ દરમિયાન રૂમમાંથી એક સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં લખ્યું છે, "મમ્મી હું જાઉં છું... હું બોર થઈ ગઈ છું. મમ્મી, પપ્પા, દાદી અને ભાઈ બાય. મમ્મી પપ્પા ખુશ રહેજો." આ પત્ર વાંચીને પરિવારના સભ્યો અને પડોશીઓ બધા જ ગમગીન થઈ ગયા છે. પોલીસના પ્રાથમિક તારણ મુજબ, આપઘાત પહેલાં કોઈ ઝઘડો કે તણાવની ઘટના નોંધાઈ નથી. આશ્ચર્યજનક રીતે, આ પરિવાર તાજેતરમાં જ રાજસ્થાન પ્રવાસેથી પરત ફર્યો હતો અને સૌ સામાન્ય રીતે વર્તી રહ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

સગીરાના આપઘાતનું કારણ
હાલમાં પોલીસે ગુનો નોંધ્યો છે અને સગીરાના આપઘાતનું મૂળ કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે. તંત્ર માનસિક સ્વાસ્થ્યના પાસાઓની પણ તપાસ કરી રહ્યું છે. આ બનાવે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે બાળકોમાં થતો માનસિક દબાણ, એકલતાનો ભાવ અને બોરિંગ લાગણી જેવી બાબતોને પરિવાર અને શાળાએ ગંભીરતાથી લેવાની જરૂર છે.

Tags:
SuicideNewsGujaratMy GujaratGujarati News
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026