મારું ગુજરાત

ગંભીરા બ્રિજ બન્યો તૈયાર! મજબૂતીના તમામ ટેસ્ટ પાસ, 10 દિવસમાં ખુલશે વાહનવ્યવહાર માટે

14 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
ગંભીરા બ્રિજ બન્યો તૈયાર! મજબૂતીના તમામ ટેસ્ટ પાસ, 10 દિવસમાં ખુલશે વાહનવ્યવહાર માટે

Gambhira bridge inauguration: આંકલાવ તાલુકામાં મહીસાગર નદી પર નિર્માણ પામેલો નવો ગંભીરા બ્રિજ હવે વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકાવાની તૈયારીમાં છે. માત્ર એક વર્ષના ટૂંકા સમયગાળામાં બ્રિજનું સિવિલ વર્ક પૂર્ણ થયા બાદ તેના લોકાર્પણ માટે મંજૂરી માંગવામાં આવી હતી. જોકે, અગાઉ પુલ ધરાશાયી થવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને સરકારે કોઈ ઉતાવળ ન કરતા બ્રિજની મજબૂતી અને ટકાઉપણાની સંપૂર્ણ ચકાસણી કરવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે લોકાર્પણ થોડા સમય માટે મુલતવી રાખવામાં આવ્યું હતું.

'વાઇબ્રેશન મોનિટરિંગ ટેસ્ટ' કરવામાં આવ્યો હતો

સરકારની સૂચના બાદ માર્ગ અને મકાન વિભાગે બ્રિજની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિવિધ મહત્વપૂર્ણ પરીક્ષણો હાથ ધર્યા હતા. 'પુલ આઉટ ટેસ્ટ' મારફતે પિલર્સ, સ્લેબ અને ગર્ડરમાં રહેલા સળિયા તથા એન્કર બોલ્ટની કોંક્રિટ સાથેની પકડ તપાસવામાં આવી હતી. સાથે જ આધુનિક સેન્સર્સની મદદથી 'વાઇબ્રેશન મોનિટરિંગ ટેસ્ટ' કરવામાં આવ્યો હતો, જેમાં વાહનો અને વજનના કારણે બ્રિજમાં થતી ધ્રુજારીનું માપન કરાયું હતું. ડિઝાઇન સર્કલ અને એન્જિનિયરોની ટીમે સ્થળ પર ફિઝિકલ ટેસ્ટ કરીને પિલર્સનું નિરીક્ષણ અને માપણી પણ કરી હતી.

'પ્રિકાસ્ટ સેક્રિફિશિયલ પ્લેટ' ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો

બ્રિજને મહીસાગર નદીના ઝડપી પ્રવાહથી સુરક્ષિત રાખવા માટે નિર્માણમાં ખાસ 'પ્રિકાસ્ટ સેક્રિફિશિયલ પ્લેટ' ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વિશેષ કોંક્રિટ સ્તર નદીના પાણીના પ્રહાર ઉપરાંત પથ્થરોના ઘસારાથી થતું નુકસાન અને રાસાયણિક અસરો સામે બ્રિજના પાયાના ભાગને રક્ષણ આપશે. આ ટેકનોલોજીના કારણે બ્રિજની લાંબા ગાળાની ટકાઉપણામાં વધારો થવાની અપેક્ષા છે.

ભાર વહન ક્ષમતાની પણ સફળતાપૂર્વક ચકાસણી

આ ઉપરાંત, બ્રિજના તમામ 23 સ્પાન પર આશરે 280 ટન વજન મૂકીને તેની ભાર વહન ક્ષમતાની પણ સફળતાપૂર્વક ચકાસણી કરવામાં આવી છે. જરૂરી તમામ ટેસ્ટ અને ટેકનિકલ તપાસ પૂર્ણ થઈ ગઈ હોવાથી હવે બ્રિજ વાહનવ્યવહાર માટે ખોલવાનો માર્ગ સાફ થયો છે. આગામી 10 દિવસમાં ગંભીરા બ્રિજ સામાન્ય વાહનચાલકો માટે ખુલ્લો મુકાય તેવી પ્રબળ શક્યતા છે.

Tags:
#Infrastructure#DevelopmentProject#GujaratNews#GambhiraBridgeGovernment Project
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026