મારું ગુજરાત

છોટાઉદેપુરની શાળામાં ફૂડ પોઇઝનિંગ? અચાનક 18થી વધુ બાળકોની તબિયત લથડી, ફૂડ વિભાગમાં દોડધામ

26 નવેમ્બર, 2025•
GVGujaratvandan team
છોટાઉદેપુરની શાળામાં ફૂડ પોઇઝનિંગ? અચાનક 18થી વધુ બાળકોની તબિયત લથડી, ફૂડ વિભાગમાં દોડધામ

Chhota Udaipur Food poisoning: છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બહાદૂરપુર ખાતે આવેલી પ્રતિષ્ઠિત જવાહર નવોદય વિદ્યાલયમાં ફૂડ પોઇઝનિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શાળામાં અચાનક 18 જેટલા બાળકોની તબિયત લથડતા ફૂડ પોઇઝનિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ ઘટના બાદ શાળા સંચાલકોએ આ મામલો બહાર ન આવે તે માટે પ્રયાસ કર્યા હતા અને વિદ્યાર્થીઓના વાલીઓને પણ જાણ કરી નહોતી. જોકે, હકીકત સામે આવતા જ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને આરોગ્ય વિભાગની ટીમ શાળાએ દોડી ગઈ હતી.

વિદ્યાર્થીઓને અચાનક ઊલટી અને પેટમાં દુખાવા જેવી સમસ્યા
મળતી માહિતી મુજબ, નવોદય વિદ્યાલયની હોસ્ટેલમાં રહેતા કુલ 18 વિદ્યાર્થીઓને અચાનક ઊલટી અને પેટમાં દુખાવા જેવી સમસ્યાઓ થવા લાગી હતી. આ ઉપરાંત, કેટલાક વિદ્યાર્થીઓને તાવ, અશક્તિ અને શારીરિક દુખાવા જેવી તકલીફ પણ ઊભી થઈ હતી. શાળા સંચાલકોએ આ ઘટનાને ગુપ્ત રાખીને વિદ્યાર્થીઓની બારોબાર સારવાર કરી દીધી હતી અને વાલીઓને આ વિશે જાણ કરવામાં આવી નહોતી, પરંતુ ઘટનાની માહિતી આરોગ્ય વિભાગને મળતા જ તંત્ર દોડતું થયું હતું.

સંચાલકોનો ઉડાઉ જવાબ: 'વાસી ખોરાકથી તબિયત બગડી'
આ ગંભીર મામલે જ્યારે શાળા સંચાલકોને પ્રશ્નો પૂછવામાં આવ્યા, ત્યારે તેમણે ખૂબ જ ઉડાઉ જવાબ આપ્યા હતા. તેમણે હોસ્ટેલના ભોજનથી ફૂડ પોઇઝનિંગ થયું હોવાની વાતને નકારી કાઢી હતી. સંચાલકોએ એવો બચાવ કર્યો કે, "વાલીઓ રવિવારે બાળકો માટે ખાવાનું લઈને આવે છે. આ ખાવાનું બાળકોએ રવિવારે પણ ખાધું અને સોમવારે વાસી પણ ખાધું હશે, જેના કારણે તેમની તબિયત બગડી હોઈ શકે છે."

સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા
વિદ્યાર્થીઓની તબિયત લથડવાની માહિતી મળતા જ આરોગ્ય વિભાગના કર્મચારી આર. એસ. પટેલે તુરંત તપાસ શરૂ કરી હતી. તેમણે જણાવ્યું કે, હોસ્ટેલના રસોડાની સ્થિતિ જોતા પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે, હોસ્ટેલના ભોજનથી જ બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોય શકે છે. હાલમાં જમવાના સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલી દેવાયા છે.

72 કલાક સુધી આરોગ્ય વિભાગની ટીમ શાળામાં કાર્યરત
આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ પોઇઝનિંગના કારણો અને જવાબદાર પરિબળોને શોધવા માટેની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આર. એસ. પટેલે જણાવ્યું કે, 72 કલાક સુધી આરોગ્ય વિભાગની ટીમ અહીં કાર્યરત રહેશે અને રસોડાની સ્થિતિ તથા ભોજનની ગુણવત્તાની તપાસ કરશે. જો તપાસમાં કંઈપણ શંકાસ્પદ જણાશે, તો જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

સાપ નીકળવાની ઘટના બાદ પણ સુરક્ષા પર સવાલ
વિદ્યાર્થીઓની તબિયત લથડવાની આ ઘટના ઉપરાંત થોડા સમય પહેલાં જ હોસ્ટેલના કેમ્પસમાંથી સાપ નીકળવાની ગંભીર બાબત પણ સામે આવી હતી. જોકે, આ અંગે પી.ટી. ટીચર દ્વારા આ 'કુદરતી' ઘટના હોવાનો ઉડાઉ જવાબ અપાયો હતો. જ્યાં 350 જેટલા બાળકો રહેતા હોય, ત્યાં તેમની સુરક્ષા અને સ્વાસ્થ્યની જવાબદારીને લઈને સંચાલકો પર ગંભીર સવાલો ઊભા થયા છે.

હોસ્ટેલમાં નીકળ્યો હતો સાપ
નોંધનીય છે કે, આ પહેલાં હોસ્ટેલના કેમ્પસમાં સાપ નીકળવાની બાબત પણ સામે આવી હતી. જોકે, પી.ટી. ટીચર દ્વારા આ અંગે ઉડાઉ જવાબ આપતા જણાવવામાં આવ્યું હતું કે, 'આ તો કુદરતી છે, કેમ્પસમાં ખુલ્લી જમીન અને વૃક્ષો છે એટલે સાપ નીકળે. ગામના ઘરોમાં પણ સાપ નીકળે છે.' જોકે, અહીં 350 જેટલા બાળકો જ્યારે હોસ્ટેલમાં રહેતા હોય ત્યારે તેમની સુરક્ષાની જવાબદારીને લઈને પણ ગંભીર સવાલ ઊભા થાય છે.

Tags:
GujaratNewsChildren's HealthStudentsNewsHealth
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026