મારું ગુજરાત

"બાળકો ભૂખ્યા છે, અનાજ મળતું નથી…કોઈ તો અમને સાંભળો." ભૂખથી ત્રસ્ત મહિલાએ સચિવાલયમાં ઝેર પીધું

25 નવેમ્બર, 2025•
GVGujaratvandan team
"બાળકો ભૂખ્યા છે, અનાજ મળતું નથી…કોઈ તો અમને સાંભળો." ભૂખથી ત્રસ્ત મહિલાએ સચિવાલયમાં ઝેર પીધું

Food Grain distribution Issue: ગુજરાતમાં સામાન્ય નાગરિકોની ફરિયાદોને લઈ તંત્રની ઉદાસીનતા ફરી એકવાર સામે આવી છે. રેશન કાર્ડ હોવા છતાં અનાજ ન મળતાં અંકલેશ્વરના એક ગરીબ પરિવારને અનેક વખત અરજી કરવા છતાં ઉકેલ મળ્યો નહીં.

મહિલાએ તણાવમાં આવી ઝેરી દવા પી લીધી
અંતે પરિવાર પોતાનું દુઃખ રજૂ કરવા ગાંધીનગર પહોંચી ગયો, પરંતુ ત્યાં પણ નિરાશા જ મળતાં મહિલાએ તણાવમાં આવી ઝેરી દવા પી લીધી હતી, જેના પગલે સ્વર્ણિમ સંકુલ નજીક ખળભળાટ મચી ગયો છે. સુરક્ષા સ્ટાફે તરત જ મહિલાને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં મદદ કરી હતી. પતિએ આંસુઓ રોકતા કહ્યું, "બાળકો ભૂખ્યા છે, અનાજ મળતું નથી… કોઈ તો અમને સાંભળો."

અંકલેશ્વરથી આખો પરિવાર રજૂઆત માટે ગાંધીનગર પહોંચ્યો
રાજ્ય સરકાર "ગુજરાતમાં કોઈ ભુખ્યો નહીં સુએ" તેવો દાવો કરતી હોવા છતાં, અનેક ગરીબ પરિવારોને રોજના ભોજન માટે પણ સંઘર્ષ કરવો પડે છે. અંકલેશ્વરની શિતલ માલવિયા પોતાના પતિ અને બે બાળકો સાથે આજે સ્વર્ણિમ સંકુલ–1 ખાતે અનાજ વિષયક ફરિયાદ લઈને પહોંચી હતી. તેનું કહેવું હતું કે, રેશન કાર્ડ હોવા છતાં સસ્તી દુકાનમાં સમયસર અનાજ મળતું નથી અને આ અંગે સ્થાનિક સ્તરે ઘણી વખત રજૂઆત કરવા છતાં કોઈ કાયદેસર કાર્યવાહી થતી નથી.

મહિલાએ જીવલેણ પગલું ભર્યું
લગભગ સાંજે ચાર વાગ્યા આસપાસ, સંકુલની બહાર જ શિતલબેન અચાનક બેભાન પડી ગયા. તપાસ કરતાં જાણવા મળ્યું કે, તેમણે ઝેરી દવા પીધી હતી. બાળકો રડવા લાગતાં સુરક્ષાકર્મીઓ દોડી આવ્યા અને મહિલાને તરત જ હોસ્પિટલ ખસેડવામાં આવી. પતિએ જણાવ્યું કે, ઘરમાં એક દાણો પણ નથી, રોજનું ભોજન પણ મુશ્કેલ બન્યું છે અને અનેક રજૂઆતો છતાં કોઈ ધ્યાન આપતું નથી.

તંત્રની બેદરકારી સામે આવી
આ બનાવ બાદ ફરી એક વાર સ્પષ્ટ થયું છે કે, તંત્રની બેદરકારી અને કચેરીઓના ધક્કાથી સામાન્ય લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. સરકારના કલ્યાણકારી દાવાઓ કરતા હકીકત અલગ છે. રાજ્યમાં હજુ હજારો પરિવારો રોજના ભોજન માટે લાચાર છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ મુજબ મહિલાએ ઉંદર મારવાની દવા પીધી હતી, હાલમાં તેમની સારવાર ચાલી રહી છે અને સ્થિતિ સ્થિર છે.

Tags:
sachivalayasuicide attemptGujaratpovertyfood distribution
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026