Dwarka Fire: દ્વારકા જિલ્લાના નાનામાંઢા નજીક એસ્સાર કંપનીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી. આગ કન્વેયર બેલ્ટ વિસ્તારમાં ફાટી, મશીનરી અને કચેરીમાં નાસભાગ મચી ગઈ. આગનું મુખ્ય કારણ ઇલેક્ટ્રોનિક શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે.
કંપનીને લાખો રૂપિયાનું આર્થિક નુકશાન
અગ્નિશામક દળ કલાકોની મથામણથી આગને નિયંત્રિત કરવામાં સફળ રહ્યું. કંપનીના કર્મચારીઓ સમયસર બહાર નીકળી ગયા, જેના કારણે જાનહાની ટાળી શકાઈ. તેમ છતાં, કન્વેયર સિસ્ટમ અને મશીનો ભસ્મભૂત થઈ ગયા અને કંપનીને લાખો રૂપિયાનું આર્થિક નુકશાન થયું. કંપનીના માલિકો અને સ્થાનિક તંત્ર ઘટના અંગે તપાસ શરૂ કરી છે. ભવિષ્યમાં આવી આગ ટાળવા માટે ઇલેક્ટ્રિકલ સુવિધાઓ અને સુરક્ષા ઉપાયોનું પુનર્મૂલ્યાંકન જરૂરી હોવાનું સૂચન કરવામાં આવ્યું છે.








