મારું ગુજરાત

અમદાવાદમાં નશામાં ધૂત નબીરાએ પોલીસના પાટીયું મારેલી ગાડી અને બે બાઇકને અડફેટે લીધા, મોડી રાત્રે થયો હોબાળો!

17 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
અમદાવાદમાં નશામાં ધૂત નબીરાએ પોલીસના પાટીયું મારેલી ગાડી અને બે બાઇકને અડફેટે લીધા, મોડી રાત્રે થયો હોબાળો!

Ahmedabad Accident: અમદાવાદમાં વધુ એક નબીરાએ દારૂના નશામાં ધૂત ગાડી ચલાવીને અકસ્માત સર્જ્યો છે. મોડી રાત્રે નરોડા વિસ્તારમાં સર્જાયેલા આ અકસ્માતમાં આરોપીએ એક નંબર પ્લેટ વિનાની પોલીસનું પાટીયું મારેલી મહિન્દ્રા XUV અને બે બાઇકને અડફેટે લીધી હતી. સમગ્ર ઘટના સામે આવ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે તો પહોંચી હતી પરંતુ, પોલીસ દ્વારા આરોપીને ખાનગી કારમાં લઈ જવાતા પોલીસ અને સ્થાનિકો વચ્ચે પણ ઘર્ષણ થયું હતું.

શું હતી આખી ઘટના?
મળતી માહિતી મુજબ, સોમવારે (16 નવેમ્બર) મોડી રાત્રે નરોડાના હંસપુરા વિસ્તારમાં એક કાળી સ્કોર્પિયો કારના ચાલકે નશામાં ધૂત ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં એક પોલીસનું પાટીયું મારેલી અને નંબર પ્લેટ વિનાની ગાડી મહિન્દ્રા XUV અને બે બાઇકનો સમાવેશ થાય છે. અકસ્માત સર્જાતા જ સ્થાનિકો તુરંત એકઠા થઈ ગયા હતા અને આરોપીને ગાડીમાંથી પકડીને બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે આરોપીને ગાડીમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે તે સંપૂર્ણ નશાની હાલતમાં હતો અને લથડિયા ખાતો હતો. લોકોએ આરોપીને તેનું નામ પૂછ્યું તો તેણે આકાશ સથવારા જણાવ્યું હતું.

પોલીસ સાથે સ્થાનિકોનું ઘર્ષણ
આરોપીને ઝડપી લીધા બાદ સ્થાનિકો દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. બાદમાં બે પોલીસકર્મી ઘટનાસ્થળે પહોંચ્યા અને કારચાલકને કબજામાં લીધો હતો. જોકે, પોલીસ દ્વારા આરોપીને ખાનગી કારમાં લઈ જવામાં આવ્યો, જેના કારણે ત્યાં હાજર સ્થાનિકો રોષે ભરાયા હતા. રોષે ભરાયેલા સ્થાનિકોએ વિરોધ નોંધાવતા પોલીસકર્મીઓને પૂછ્યું કે, "આ કાર કોની છે? અને તમે આરોપીનું ઉપરાણું કેમ લો છો? બધા એક તરફ છે અને તમે એક તરફ છો. તેની હાલત જોઈને લાગે છે કે આગળ પણ કોઈને ટક્કર મારીને આવ્યો હશે. તમે પાછળ બેઠા હતા તેની?..." આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ
આ આખી ઘટનાને લઈને 20 વર્ષીય જય સોનારાએ ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદ મુજબ, સોમવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ હંસપુરામાં આવેલા વિઠ્ઠલ પ્લાઝામાં દીપિકા સાડીની દુકાન સામે કાર પાર્ક કરેલી હતી. આ દરમિયાન ફરિયાદી જય સોનારા ગાડીની વચ્ચેની સીટમાં બેઠો હતો અને અચાનક સ્કોર્પિયો કાર ચાલક પૂરપાટ ઝડપે આવ્યો અને જયની કારને ટક્કર મારી દીધી હતી. નોંધનીય છે કે, ફરિયાદીની ગાડી પર પોલીસનું પાટીયું એ ગેરકાયદે છે.

Tags:
Ahmedabad crime newsGujarat road accident news todaycar hits two bikes AhmedabadAhmedabad traffic police drink and drivelate night accident Ahmedabad news
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026