મારું ગુજરાત

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં DyCM હર્ષ સંઘવી, પોલીસ પરિવારની ધજા ચઢાવી

26 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
અંબાજી ભાદરવી પૂનમના મેળામાં DyCM હર્ષ સંઘવી, પોલીસ પરિવારની ધજા ચઢાવી

Dy CM Harsh Sanghavi: શક્તિપીઠ અંબાજીમાં ચાલી રહેલો સાત દિવસીય ભાદરવી પૂનમનો મહામેળો હવે અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. ભાદરવી પૂનમના પવિત્ર દિવસે અંબાજીમાં માઈભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી. આ દરમિયાન ગુજરાતના DyCM હર્ષ સંઘવી પોલીસ પરિવારની ધજા લઈને અંબાજી મંદિર પહોંચ્યા હતા. તેમણે મા અંબાના દર્શન કરી ધજા ચઢાવી આશીર્વાદ મેળવ્યા હતા. મંદિરથી લઈને સમગ્ર અંબાજી શહેરમાં ભક્તિનો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો. માનતા પૂર્ણ કરનારા તેમજ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભાદરવી પૂનમે માતાજીના દર્શન કરવા આવેલા ભક્તોથી અંબાજી ધામ ગુંજી ઉઠ્યું હતું.

છ દિવસમાં 40 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન
ભાદરવી મહામેળાના છઠ્ઠા દિવસે કુલ 3.72 લાખ માઈભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા. આ સાથે મેળાના પ્રથમ છ દિવસમાં દર્શન કરનારા ભક્તોની સંખ્યા 40 લાખને પાર પહોંચી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા મેળા દરમિયાન 40 લાખથી વધુ ભક્તો દર્શન માટે આવશે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી હતી, જે હવે પૂર્ણ થઈ છે. એક અંદાજ પ્રમાણે સમગ્ર મહામેળા દરમિયાન આ સંખ્યા 42થી 45 લાખ સુધી પહોંચી શકે છે. ભાદરવી પૂનમના અંતિમ દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તો અંબાજી પહોંચ્યા હતા અને ‘જય અંબે’ના જયઘોષથી સમગ્ર ધામ ભક્તિમય બન્યું હતું.

હર્ષ સંઘવીએ પોલીસ અને તંત્રની કામગીરીને બિરદાવી
ભાદરવી પૂનમના દિવસે DyCM હર્ષ સંઘવી પોલીસ પરિવારની ધજા સાથે અંબાજી મંદિર પહોંચ્યા અને મા અંબાના ચરણે શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા. તેમણે મેળા દરમિયાન પોલીસ વિભાગ તથા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની પ્રશંસા કરી હતી. સંઘવીએ જણાવ્યું હતું કે પોલીસ સુરક્ષા અને વહીવટી તંત્રની વ્યવસ્થાના કારણે માઈભક્તોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી. આ ઉપરાંત તેમણે પોલીસ અધિકારીઓને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. પોલીસનો ગુનેગારોમાં હાઉ ઊભો થાય તે રીતે કામગીરી કરવા તેમજ સમાજ માટે મિત્ર અને માર્ગદર્શક બની સેવા આપવા પણ તેમણે આહવાન કર્યું હતું.

ભંડાર કાઉન્ટર પર રૂ.29.63 લાખની આવક, મોહનથાળના લાખો પેકેટનું વિતરણ
મહામેળાના છઠ્ઠા દિવસે ભંડાર કાઉન્ટર પરથી રૂ.29,63,582ની આવક નોંધાઈ હતી, જ્યારે છ દિવસની કુલ આવક રૂ.1,83,10,515 થઈ છે. બીજી તરફ છઠ્ઠા દિવસે ભક્તોને મોહનથાળ પ્રસાદના 2,63,657 પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. છ દિવસમાં અત્યાર સુધી કુલ 28.90 લાખ પેકેટ મોહનથાળ પ્રસાદનું વિતરણ થઈ ચૂક્યું છે. આ ઉપરાંત અત્યાર સુધી 3,927 ભક્તો અને સંઘોએ મા અંબાના ચરણે ધજા ચઢાવી છે. મેળાના અંતિમ દિવસે પણ અંબાજીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.

Tags:
Gujarat Vandanગુજરાત વંદનમા અંબાRecord DonationsPilgrimage
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026