મારું ગુજરાત

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં પણ હાઇ એલર્ટ, રાજ્યભરમાં કડક સુરક્ષા ચેકિંગ શરૂ

11 નવેમ્બર, 2025•
GVGujaratvandan team
દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં પણ હાઇ એલર્ટ, રાજ્યભરમાં કડક સુરક્ષા ચેકિંગ શરૂ

Gujarat High Alert after Delhi blast: દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે સોમવારે સાંજે કાર બ્લાસ્ટ થયાની ઘટનાના પગલે સમગ્ર ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ એક્ટિવ થઈ ગઈ છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તાત્કાલિક તમામ જિલ્લાઓ અને શહેરોને સાવચેતીના પગલા વધારવા અને સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ રાખવા માટે સૂચનાઓ આપી છે.

પોલીસ દ્વારા વિશેષ ચેકિંગ
રાજ્યભરમાં હવે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, એરપોર્ટ, મોલ અને અન્ય જાહેર સ્થળોએ પોલીસ દ્વારા વિશેષ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો ભેગા થતા સ્થળો પર પોલીસની હાજરીમાં વધારો કરવામાં આવ્યો છે. ધર્મસ્થળો, ખાસ કરીને મોટા મંદિરોમાં પણ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી છે.

ધાર્મિક સ્થળોએ ચુસ્ત ચેકિંગ
દિલ્હીની ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દ્વારકા સ્થિત પ્રસિદ્ધ જગત મંદિર ખાતે પણ કડક સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. ભગવાન દ્વારકાધીશના દર્શન માટે આવતા ભક્તોને સઘન ચેકિંગ બાદ જ મંદિર પરિસરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. પોલીસ સાથે ડોગ સ્ક્વૉડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

રાજ્યભરમાં નાકાબંધી અને ચેકિંગ અભિયાન
રાજ્યના દરેક જિલ્લામાં LCB, SOG અને બોમ્બ સ્ક્વૉડ જેવી વિશેષ ટીમો સતત સતર્ક છે. પોલીસ અધિકારીઓને હોટલ, લોજ, ગેસ્ટ હાઉસ અને શંકાસ્પદ વાહનોની વિગતવાર તપાસ કરવા આદેશ આપવામાં આવ્યા છે. ગુજરાતની સરહદો પર, ખાસ કરીને રાજ્યમાં પ્રવેશતા અને બહાર જતાં માર્ગો પર નાકાબંધી કરીને વાહનોની તપાસ કરવામાં આવી રહી છે.

રાત્રિ પેટ્રોલિંગમાં વધારો
પોલીસ દળોને એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર પણ વિશેષ નજર રાખવા માટે સૂચના આપવામાં આવી છે. તમામ જિલ્લાઓમાં રાત્રિ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે અને કોઈ પણ શંકાસ્પદ હલચલ જણાય તો તરત રિપોર્ટ કરવાની ચેતવણી આપવામાં આવી છે.

ATS આતંકી કનેક્શનની તપાસમાં સક્રિય
હાલમાં જ ગુજરાત ATS દ્વારા ધરપકડ કરાયેલા ત્રણ આતંકીઓએ પૂછપરછ દરમિયાન નરોડોમાં રેકી કર્યાની કબૂલાત આપી હતી. આ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને ATSએ હવે દિલ્હી બ્લાસ્ટ અને ગુજરાત સાથે આતંકીઓનો કોઈ સંબંધ છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી દીધી છે. અધિકારીઓ વિવિધ ઈન્ટેલિજન્સ ઇનપુટ્સ એકત્ર કરી સંભવિત લિન્ક શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પોલીસ તંત્રની લોકોને અપીલ
રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર લોકોને અપીલ કરી રહ્યા છે કે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ, વસ્તુ કે વાહન જો નજરે પડે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશન અથવા 100 નંબર પર જાણ કરે. જનતાના સહયોગથી જ રાજ્યની સુરક્ષા વધુ મજબૂત બને તેવો સંદેશ પણ આપવામાં આવ્યો છે.

Tags:
DelhiBlastદિલ્હી_બ્લાસ્ટGujaratNewsગુજરાતStrict Security
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026