મારું ગુજરાત

ડીસા લૂંટ કેસ ઉકેલાયો: ચાર આરોપી ઝડપાયા, ₹27.44 લાખનાં ચાંદીના ઘરેણાં પરત

6 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
ડીસા લૂંટ કેસ ઉકેલાયો: ચાર આરોપી ઝડપાયા, ₹27.44 લાખનાં ચાંદીના ઘરેણાં પરત

Deesa Tetoda village robbery case: બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ટેટોડા ગામ નજીક હાઇવે પર થયેલી ₹27.44 લાખની ચાંદીના ઘરેણાંની લૂંટનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે આ કેસમાં ચાર આરોપીઓને ઝડપી પાડી લૂંટમાં વપરાયેલી અલ્ટ્રોઝ કાર પણ કબજે કરી છે. પોલીસે લૂંટાયેલાં 12.160 કિલોગ્રામ ચાંદીના ઘરેણાંનો સંપૂર્ણ જથ્થો જપ્ત કર્યો હતો.

વેપારના કામથી અમદાવાદથી ધાનેરા પરત ફરી રહ્યા હતા
મળતી માહિતી મુજબ, અમદાવાદની 'મેક્સિમમ એન્ટરપ્રાઇઝ' નામની જથ્થાબંધ ચાંદીની દુકાનમાં કામ કરતા કર્મચારીઓ વેપારના કામથી અમદાવાદથી ધાનેરા પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ડીસાના ટેટોડા ગામ નજીક હાઇવે પર અજાણ્યા શખસોએ તેમની ગાડી રોકી હતી. આરોપીઓએ કર્મચારીઓને શારીરિક ઇજા પહોંચાડીને ગાડીમાંથી ચાંદીના ઘરેણાં લૂંટી લીધા હતા અને ફરાર થઈ ગયા હતા. આ અંગે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ગણતરીના કલાકોમાં જ ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા
ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા LCBએ ટેકનિકલ તપાસ અને માનવ બાતમીના આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ગણતરીના કલાકોમાં જ ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી લૂંટાયેલા ચાંદીના ઘરેણાં અને ગુનામાં વપરાયેલી અલ્ટ્રોઝ કાર કબજે કરવામાં આવી હતી. આ કામગીરીમાં LCB પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. રાઠોડ અને તેમની ટીમે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

₹27.44 લાખની કિંમતનો ચાંદીનો મુદ્દામાલ તેના મૂળ માલિકને પરત
ગુજરાત સરકારના 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત જપ્ત કરાયેલો ₹27.44 લાખની કિંમતનો ચાંદીનો મુદ્દામાલ તેના મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઘરેણાંના માલિકને મુદ્દામાલ સુપરત કરવામાં આવ્યો હતો. લૂંટના કેસનો ભેદ ઉકેલવામાં સરાહનીય કામગીરી બદલ PI ડી.એમ. રાઠોડ, UHC રાજેશકુમાર શંકરલાલ, UPC કાનસિંહ બળવંતસિંહ અને UPC મુકેશકુમારને પ્રશંસાપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ આશરે 538 કાર્યક્રમો યોજવામાં આવ્યા
બનાસકાંઠા જિલ્લા પોલીસના જણાવ્યા અનુસાર, છેલ્લા એક વર્ષ દરમિયાન 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ આશરે 538 કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આ દરમિયાન નાગરિકોનો ખોવાયેલો કે લૂંટાયેલો ₹4.66 કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ શોધીને તેના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. ડીસા લૂંટ કેસમાં થયેલી કાર્યવાહીથી વેપારીઓના કિંમતી માલસામાનની સુરક્ષા અને ગુનાની તપાસમાં પોલીસની કામગીરી ફરી ચર્ચામાં આવી છે.

Tags:
તપાસInvestigationGujarat Policeગુજરાત પોલીસસલામતી
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026