મારું ગુજરાત

રાજકોટ: આટકોટમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર હેવાનને ફાંસી, ઘટનાના માત્ર 43મા દિવસે કોર્ટે સંભળાવ્યો ચુકાદો

17 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
રાજકોટ: આટકોટમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર હેવાનને ફાંસી, ઘટનાના માત્ર 43મા દિવસે કોર્ટે સંભળાવ્યો ચુકાદો

Rajkot News: રાજકોટ જિલ્લાના આટકોટ પંથકમાં માનવતાને શર્મસાર કરનાર દુષ્કર્મ કેસમાં કોર્ટે દાખલારૂપ ચુકાદો આપ્યો છે. સાત વર્ષની નિર્દોષ બાળકી પર ક્રૂરતાની તમામ હદ વટાવનાર નરાધમ આરોપી રેમસીંગ તેરસીંગને આજે ફાંસીની સજા ફટકારવામાં આવી છે. પોલીસે આ કેસમાં ઝડપી તપાસ કરીને માત્ર 11 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી જ્યારે કોર્ટે ધરપકડના 34 દિવસમાં જ આરોપીને દોષિત ઠેરવી ન્યાયિક પ્રક્રિયામાં નવો ઈતિહાસ રચ્યો છે. આ ચુકાદાથી પીડિત પરિવાર અને સમાજમાં ન્યાયતંત્ર પ્રત્યેનો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે.

બાળકીના ગુપ્તાંગમાં સળિયો ઘુસાડી દીધો હતો
આ હૃદયદ્રાવક ઘટના 4 ડિસેમ્બર 2025ના રોજ કાનપર ગામે બની હતી. એક શ્રમિક પરિવારની માસૂમ બાળકી પર રેમસીંગે ઝાડ નીચે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ એટલી હદે રાક્ષસી વૃત્તિ દાખવી હતી કે તેણે બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો ઘુસાડી દઈ તેને મરવા માટે છોડી દીધી હતી. બાળકીની મરણચીસો સાંભળીને પરિવાર દોડી આવતા તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી, જેના કારણે તેનો જીવ બચ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર ગુજરાતમાં રોષની જ્વાળા ફાટી નીકળી હતી.

પોલીસે પગે ગોળી મારી 'સીધો' કર્યો
ઘટના બાદ 8 ડિસેમ્બરે પોલીસે આરોપી રેમસીંગને દબોચી લીધો હતો. જ્યારે પોલીસ તેને ઘટનાસ્થળે પુરાવા એકત્ર કરવા અને રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ, ત્યારે આરોપીએ અચાનક ઘરમાં રાખેલા ધારિયા વડે પોલીસ ટુકડી પર જીવલેણ હુમલો કર્યો હતો. સ્વબચાવમાં પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપીને બંને પગે ગોળી વાગી હતી. ઘાયલ હાલતમાં આરોપીએ કણસતા અવાજે કબૂલાત કરી હતી કે, 'મારી ભૂલ થઈ ગઈ, હું ક્યારેય ફરી ગુજરાત સામે નહીં જોઉં.'

વાળ-લોહીના ડાઘાએ આરોપીને ભીંસમાં લીધો
રાજકોટ પોલીસે આ કેસમાં કોઈ પણ કચાશ ન રહે તે માટે ઝીણવટભરી તપાસ કરી હતી. આરોપીના મોબાઈલ લોકેશનથી કાનપર ગામમાં તેની હાજરી સાબિત થઈ હતી. સૌથી મહત્વના પુરાવા તરીકે ઘટનાસ્થળેથી મળી આવેલો માથાનો વાળ આરોપી રેમસીંગનો હોવાનું ડીએનએ તપાસમાં ખૂલ્યું હતું. આ ઉપરાંત, લોખંડના સળિયા પર બાળકીનું લોહી હોવાનું પણ એફએસએલ રિપોર્ટમાં પુરવાર થયું હતું. આ સચોટ પુરાવાઓને કારણે બચાવ પક્ષની તમામ દલીલો કોર્ટમાં ટકી શકી નહોતી.

ધરપકડના 34મા દિવસે દોષિત અને 43મા દિવસે ફાંસી
સામાન્ય રીતે દુષ્કર્મ જેવા કેસોમાં લાંબી કાનૂની લડાઈ ચાલતી હોય છે, પરંતુ આટકોટ કેસમાં ન્યાયની ગતિ સ્તુત્ય રહી છે. 12 ડિસેમ્બરના રોજ આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો અને આજે ચુકાદાના દિવસે તેને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે. આ કેસ 'રેરેસ્ટ ઓફ ધ રેર' ગણીને કોર્ટે સમાજમાં દાખલો બેસે તેવો નિર્ણય લીધો છે. સરકારી વકીલોની મજબૂત દલીલો અને પોલીસની ત્વરિત કાર્યવાહીને કારણે માત્ર દોઢ મહિનામાં જ પીડિત બાળકીને ન્યાય મળ્યો છે.

ન્યાય માટે આખું ગામ એકજૂટ થયું
ચુકાદો જાહેર થતા જ જસદણ અને આટકોટ પંથકમાં લોકોએ ફટાકડા ફોડીને ન્યાયતંત્રનો આભાર માન્યો હતો. પીડિત પરિવારની આંખોમાં ન્યાય મળ્યાનો હાશકારો અને આંસુ જોવા મળ્યા હતા. વહીવટી તંત્ર અને સરકાર દ્વારા આ કેસમાં જે સંવેદનશીલતા અને ઝડપ દાખવવામાં આવી છે તેની ચારેકોર પ્રશંસા થઈ રહી છે. આ ફાંસીની સજાથી વિકૃત માનસ ધરાવતા તત્વોમાં કાયદાનો ફફડાટ વ્યાપી જશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

Tags:
Court Verdictકોર્ટ ચુકાદોસજાબાળ ગુનાખોરીબ્રેકિંગ ન્યૂઝ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026