મારું ગુજરાત

દમણના દરિયામાં ડૂબતા પર્યટકો માટે દેવદૂત બન્યા લાઈફગાર્ડ્સ! પ્રતિબંધ છતાં પાણીમાં ઉતર્યા હતા

5 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
દમણના દરિયામાં ડૂબતા પર્યટકો માટે દેવદૂત બન્યા લાઈફગાર્ડ્સ! પ્રતિબંધ છતાં પાણીમાં ઉતર્યા હતા

Daman News: દમણમાં પ્રશાસન દ્વારા દરિયામાં નહાવા પર પ્રતિબંધ હોવા છતાં ચાર પર્યટકો ચોમાસાના તોફાની દરિયામાં નાહવા પડ્યા હતા. જોરદાર કરંટ અને પાણીના વહેણને કારણે ચારેય પર્યટકો ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જો, કે દરિયાકિનારે તૈનાત લાઈફગાર્ડ્સે તાત્કાલિક દરિયામાં છલાંગ લગાવી તમામને સહીસલામત બહાર કાઢી મોટી દુર્ઘટના ટાળી હતી.

છપલી શેરી પાસે ચાર યુવાનો દરિયામાં નાહવા પડ્યા
મળતી માહિતી મુજબ, દમણના છપલી શેરી વિસ્તારમાં શુક્રવારે સાંજે ચાર યુવાનો દરિયાના પાણીમાં નાહવા પડ્યા હતા. દરમિયાન પાણીના ભારે વહેણમાં ચારેય જણા ડૂબવા લાગતાં કિનારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પર્યટકોને મુશ્કેલીમાં મુકાયેલા જોઈ કિનારે તૈનાત લાઈફગાર્ડ જતિન માંગેલા અને તેમની ટીમ તાત્કાલિક બચાવ કામગીરીમાં લાગી ગઈ હતી.

લાઈફગાર્ડ્સે જીવના જોખમે બચાવ કામગીરી કરી
પરિસ્થિતિની ગંભીરતા સમજી લાઈફગાર્ડ્સે પોતાના જીવની પરવા કર્યા વિના દરિયામાં છલાંગ લગાવી હતી. ભારે જહેમત અને સાહસિક પ્રયાસો બાદ ટીમે ચારેય ડૂબી રહેલા પર્યટકોને એક પછી એક સુરક્ષિત રીતે કિનારે પહોંચાડ્યા હતા. સમયસર હાથ ધરાયેલી આ બચાવ કામગીરીને કારણે ચારેય પર્યટકોના જીવ બચી ગયા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ચોમાસામાં દરિયામાં નહાવા પર પ્રતિબંધ
ચોમાસા દરમિયાન દમણના દરિયામાં જોરદાર કરંટ અને ઊંચાં મોજાં જોવા મળતાં હોય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા પર્યટકોની સુરક્ષા માટે દરિયામાં પ્રવેશવા અને નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ છતાં કેટલાક પ્રવાસીઓ નિયમોનું ઉલ્લંઘન કરીને દરિયામાં ઉતરીને પોતાનો જીવ જોખમમાં મૂકે છે. અગાઉ પણ આવી 3થી 4 ઘટનાઓ બની ચૂકી હોવાનું સામે આવ્યું છે, જેમાં સદનસીબે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.

પ્રવાસીઓએ નિયમોનું પાલન કરવું જરૂરી
દરિયામાં પાણીનો કરંટ અને મોજાંની તીવ્રતા બહારથી ઘણી વખત સામાન્ય લાગે છે, પરંતુ તે અચાનક જીવલેણ બની શકે છે. તેથી પ્રશાસનની મનાઈ હોવા છતાં દરિયામાં નહાવા જવું પોતાના જીવ સાથે રમત રમવા સમાન છે. વારંવાર આવી ઘટનાઓ ન બને તે માટે પ્રવાસીઓએ પોતાની સુરક્ષાને પ્રાથમિકતા આપી પ્રશાસનના તમામ નિયમો અને ચેતવણીઓનું કડકપણે પાલન કરવું જરૂરી છે.

Tags:
Indian TourismAdventureHeroesViral NewsBreaking News
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026