મારું ગુજરાત

ડાકોરમાં મંદિર માટે જમીન ખરીદીના નામે રૂ. 1.25 કરોડની ઠગાઈ: માધવપ્રિય સ્વામી અને દર્શન પ્રકાશ સ્વામી સહિત પાંચ સામે ગુનો નોંધાયો

19 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
ડાકોરમાં મંદિર માટે જમીન ખરીદીના નામે રૂ. 1.25 કરોડની ઠગાઈ: માધવપ્રિય સ્વામી અને દર્શન પ્રકાશ સ્વામી સહિત પાંચ સામે ગુનો નોંધાયો

Madhavpriya Swami Darshan Prakash Swami fraud case: ડાકોર ખાતે સ્વામિનારાયણ મંદિર અને ગૌશાળા બનાવવા માટે જમીન ખરીદવાના બહાને નિવૃત શાસનાધિકારી પાસેથી રોકડા રૂ. 1.25 કરોડ પડાવી લઈ છેતરપિંડી આચર્યાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ મામલે રાજકોટ શહેર આર્થિક ગુના નિવારણ શાખા (EOW) દ્વારા સંતો સહિત કુલ પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કોના વિરુદ્ધ નોંધાયો ગુનો?
ચોટીલાના નિવૃત શાસનાધિકારી નરસિંહ લઘરભાઈ વાઢેર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદમાં પોલીસે અંકલેશ્વરના રહેવાસી માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી. સ્વામી, આણંદના રહેવાસી દર્શન પ્રકાશ સ્વામી ઉર્ફે ડી.પી. સ્વામી, જમીન-મકાન દલાલ ચિંતન પરમાર, સુરતના રહેવાસી લાલજી ઢોલા અને જમીન માલિક જેકીકુમાર રામી સામે ગુનો દાખલ કર્યો છે.

શું છે સમગ્ર ઠગાઈનો મામલો?
મોરબીમાં શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા ફરિયાદી નરસિંહભાઈ વાઢેરના જણાવ્યાનુસાર, મે, 2020 માં દલાલ ચિંતન પરમારે ડાકોરમાં આશરે 354 થી 400 વીઘા જમીનમાં ભવ્ય મંદિર અને ગૌશાળા બનાવવાના પ્રોજેક્ટમાં રોકાણ કરવાની વાત કરી હતી અને સારા વળતર તથા કમિશનની લાલચ આપી હતી. ત્યારબાદ રાજકોટના ભૂપેન્દ્ર રોડ સ્થિત મંદિર ખાતે માધવપ્રિય સ્વામી, દર્શન પ્રકાશ સ્વામી અને લાલજી ઢોલા સાથે મુલાકાત કરાવાઈ હતી. સંતોએ જણાવ્યું હતું કે, ડાકોરના સૂઈ અને સૈયત ગામની સીમમાં મહુધા રોડ પર જમીન નક્કી કરાઈ છે અને મંદિર માટે આફ્રિકાથી મોટું દાન આવવાનું છે. જમીન માલિક જેકી રામી સાથે 354 વીઘા જમીનનો સોદો રૂ. 2.76 કરોડમાં નક્કી થયો હતો. 8 જૂન 2020ના રોજ ડાકોર ખાતે રૂ. 1.24 કરોડ રોકડા (અગાઉ રૂ. 1 લાખ મળી કુલ રૂ. 1.25 કરોડ) ચૂકવી ફરિયાદી અને તેમના ભાગીદાર વિપુલ કાપડિયાના નામે સાટાખત કરાવી અસલ સાટાખત તથા દસ્તાવેજો માધવપ્રિય સ્વામીને સોંપાયા હતા.

આફ્રિકાના દાન અને FCRA સર્ટીના બહાના
ફરિયાદ મુજબ, અસલ સાટાખત લીધા બાદ દાન આપનાર વ્યક્તિને બતાવવાનું કહી સમય પસાર કરાયો હતો. ત્યારબાદ ક્યારેક આફ્રિકા જવાનું બાકી હોવાનું, તો ક્યારેક દાન આવી ગયાનું કહી FCRA સર્ટિફિકેટ મેળવવાનું બાકી હોવાનું બહાનું બતાવવામાં આવ્યું હતું. અંતે માધવપ્રિય સ્વામીએ આફ્રિકાથી દાન ન આવ્યાનું જણાવી જમીન લેવાની ના પાડી દીધી હતી અને જમીન માલિક પાસેથી નાણાં પરત લેવાનું કહ્યું હતું.

સમજૂતી છતાં નાણાં કે દસ્તાવેજ ન મળ્યા
જ્યારે ફરિયાદીએ જમીન માલિક જેકી રામી પાસે નાણાંની માંગણી કરી, ત્યારે બાકીના રૂ. 1.51 કરોડ સમય મર્યાદામાં ન ચૂકવાયા હોવાનું જણાવી નાણાં આપવાનો ઈનકાર કરાયો હતો. ફેબ્રુઆરી 2023માં ડાકોર પોલીસ સ્ટેશન ખાતે થયેલી બેઠકમાં અગાઉનું સાટાખત રદ કરી રૂ. 1.25 કરોડની કિંમતની જમીનનો રજિસ્ટર્ડ દસ્તાવેજ કરી આપવાનો સમજૂતી કરાર થયો હતો. જોકે, આજદિન સુધી ન તો જમીનનો દસ્તાવેજ કરી અપાયો કે ન તો રોકાણ કરેલા રૂ. 1.25 કરોડ પરત મળ્યા, જેના પગલે આખરે ફરિયાદ નોંધાઈ છે.

Tags:
Gujarat crime news Gujarati todayDakor land deal scam Gujarat newsRajkot EOW case against Swaminarayan saintsMadhavpriya Swami Darshan Prakash Swami fraud caseDakor temple land purchase fraud 1.25 crore
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026