મારું ગુજરાત

ઈન્સ્ટા લાઇવમાં પ્રેમીયુગલે કર્યો આપઘાત! દાહોદમાં યુવક-સગીરાના મોતથી ચકચાર

6 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
ઈન્સ્ટા લાઇવમાં પ્રેમીયુગલે કર્યો આપઘાત! દાહોદમાં યુવક-સગીરાના મોતથી ચકચાર

Dahod Suicide Case: દાહોદના સિંગવડ તાલુકાના હીરાપુર ગામના જંગલ વિસ્તારમાં એક યુવક અને સગીરાના મોતનો બનાવ સામે આવ્યો છે. બંને પ્રેમસંબંધમાં હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. ઘટનાના થોડા સમય પહેલાં બંને સોશિયલ મીડિયા પર ઈન્સ્ટાગ્રામ લાઈવમાં જોડાયા હતા. આ દરમિયાન 57 લોકો તેમને લાઈવ જોઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે.

જંગલ વિસ્તારમાં બંનેના મૃતદેહ મળ્યા
લીમખેડા તાલુકાના એક ગામની 16 વર્ષની સગીરા અને ફોફણ ગામના 22 વર્ષીય રાજેશ રમણ નીનામા ગતરોજ જંગલ વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્યારબાદ બંનેએ જીવન ટૂંકાવ્યું હતું. સ્થાનિક લોકોને બંનેના મૃતદેહ જોવા મળતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં રંધિકપુર પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી.

ઈન્સ્ટાગ્રામ લાઈવમાં 57 લોકો જોડાયા હતા
મૃત્યુ પહેલાં બંને ઈન્સ્ટાગ્રામ પર લાઈવ થયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. લાઈવ દરમિયાન 57 લોકો તેમને જોઈ રહ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જોકે, બંનેએ આ અંતિમ પગલું શા માટે ભર્યું તેનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસ આ મામલે વિવિધ પાસાઓથી તપાસ કરી રહી છે.

પોલીસે તપાસ શરૂ કરી
સિંગવડના PSI એસ.એમ. ઝાલાની ટીમે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને સોશિયલ મીડિયા લાઈવ સહિતની વિગતોની પણ તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે હીરાપુર અને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી છે.

Tags:
#પ્રેમઆપઘાત#Tragedy#Shocking#GujaratNews#InstaLiveSuicide
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026