મારું ગુજરાત

અમદાવાદમાં મકરબા રેલવે ઓવરબ્રિજ બન્યો ટ્રાફિકનું નવું સરદર્દ, લોકાર્પણના 24 કલાકમાં જ સર્જાયા અકસ્માતો

26 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
અમદાવાદમાં મકરબા રેલવે ઓવરબ્રિજ બન્યો ટ્રાફિકનું નવું સરદર્દ, લોકાર્પણના 24 કલાકમાં જ સર્જાયા અકસ્માતો

Makarba Overbridge Ahmedabad: અમદાવાદ શહેરના એસ.જી. હાઇવેથી મકરબા તરફ જતા વાહનચાલકોને ટ્રાફિકમાંથી રાહત આપવાના હેતુથી નિર્માણ કરવામાં આવેલો મકરબા રેલવે ઓવરબ્રિજ (ROB) ઉદ્ઘાટન થતાં જ વિવાદોમાં સપડાયો છે. રેલવે ક્રોસિંગની જૂની સમસ્યાનો ઉકેલ લાવવા માટે બનાવવામાં આવેલો આ ઓવરબ્રિજ હવે વાહનચાલકો અને સ્થાનિકો માટે ટ્રાફિકની નવી મુશ્કેલી અને અકસ્માતોનું કેન્દ્ર બની ગયો છે. બ્રિજ પરથી ઉતરતા જ કોર્પોરેટ રોડના વ્યસ્ત ચાર રસ્તા આવી જતા હોવાથી વાહનો સામસામે આવી જાય છે, જેના કારણે લોકાર્પણના પ્રથમ 24 કલાકમાં જ અનેક નાના-મોટા અકસ્માતો નોંધાયા હતા.

ખામીયુક્ત ડિઝાઇન અને સિગ્નલનો અભાવ
ઓવરબ્રિજનો લેન્ડિંગ પોઇન્ટ સીધો જ ટ્રાફિક સિગ્નલ વગરના ચાર રસ્તા પર ખુલે છે, જે તંત્રના આયોજન સામે મોટો સવાલ ઉભો કરે છે. બ્રિજ પરથી પૂરઝડપે ઉતરતા વાહનો અને કોર્પોરેટ રોડ તરફથી આવતા ટ્રાફિક વચ્ચે કોઈ યોગ્ય નિયંત્રણ ન હોવાને કારણે ચાલકોને અચાનક બ્રેક મારવી પડે છે. આ ખામીયુક્ત ડિઝાઇનની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે અમદાવાદ પોલીસ કમિશનર કાર્યાલયને પત્ર લખીને તાત્કાલિક ધોરણે આ જંક્શન પર ટ્રાફિક સિગ્નલ મુકવાની અને ટ્રાફિક પોલીસ તૈનાત કરવાની માંગ કરી હતી.

ટ્રાફિક વિભાગ દ્વારા કેપ્સ્યુલ કટ અને બેરિકેડિંગનો અમલ
શુક્રવારે સવારે ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ધારાસભ્ય દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. ટ્રાફિકની સ્થિતિ સુચારુ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ટ્રાફિક પોલીસે બ્રિજના ઉતરાણ સ્થાન પર ‘કેપ્સ્યુલ એપ્રોચ’ અને ‘કેપ્સ્યુલ કટ’ તૈયાર કર્યા છે. આ કામગીરી હેઠળ કોર્પોરેટ રોડ પર સીધી અવરજવર બંધ કરવા બેરિકેડ્સ ગોઠવવામાં આવ્યા છે, જેથી વાહનો એકબીજા સાથે અથડાય નહીં અને વાહનોનો પ્રવાહ નિયંત્રિત રીતે વહેતો રહે.

બેરિકેડ્સથી વાહનચાલકો માટે નવી મુશ્કેલીઓ
બેરિકેડ્સ ગોઠવવાથી અકસ્માતો અટકાવવાનો પ્રયાસ કરાયો છે પરંતુ તેનાથી વાહનચાલકોની હાલાકીમાં વધારો થયો છે. પ્રહલાદનગર ચાર રસ્તાથી મકરબા અંડરબ્રિજ તરફ સીધા જઈ શકાતું નથી. વાહનચાલકોએ ડાબી બાજુ વળીને મકરબા ક્રોસરોડ્સ સુધી જઈને યુ-ટર્ન લેવો પડે છે, જેના કારણે માત્ર થોડી મિનિટોના અંતર માટે 10 મિનિટ જેટલો વધુ સમય બગાડવો પડે છે. એવી જ રીતે મકરબા અંડરબ્રિજથી આવતા લોકોએ એસ.જી. હાઇવે સર્વિસ રોડ તરફ જઈને યુ-ટર્ન લેવો પડે છે.

પ્રોજેક્ટ ખર્ચ વધારો અને નાગરિકોનો આક્રોશ
મકરબા રેલવે ક્રોસિંગ પર બનનારા આ ઓવરબ્રિજનો પ્રારંભિક અંદાજિત ખર્ચ રૂ. 73 કરોડ હતો, જે વધીને રૂ. 98.60 કરોડ થયો છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ બ્રિજના નિર્માણ પહેલાં જંક્શનના ટ્રાફિક મેનેજમેન્ટ અંગે અગાઉથી વિચારણા કેમ કરવામાં ન આવી? નાગરિકો આક્રોશ વ્યક્ત કરતા જણાવી રહ્યા છે કે બ્રિજ ચાલુ થયા બાદ જ તંત્ર જાગ્યું છે અને હાલમાં મુકવામાં આવેલા બેરિકેડ્સથી માત્ર લાંબા ચક્કર જ વધ્યા છે, જેથી ત્યાં તાત્કાલિક કાયમી સિગ્નલ સિસ્ટમ ચાલુ કરવી જરૂરી છે.

Tags:
Breaking Newsબ્રેકિંગ ન્યૂઝGujarat Governmentગુજરાત સરકારCommuters
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026