મારું ગુજરાત

CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ચિરાગ દારૂવાલાના નવા પુસ્તકનું વિમોચન

1 જૂન, 2026•
GVGujaratvandan team
CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ચિરાગ દારૂવાલાના નવા પુસ્તકનું વિમોચન

Chirag Daruwala's new book releases: અમદાવાદમાં જાણીતા સેલિબ્રિટી જ્યોતિષાચાર્ય, અંકશાસ્ત્રી અને લેખક ચિરાગ દારૂવાલાની નવી પુસ્તક 'Your Complete Forecast 2026'નું ભવ્ય વિમોચન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ખાસ કાર્યક્રમ દરમિયાન વિશ્વવિખ્યાત જ્યોતિષી સ્વર્ગસ્થ બેજાન દારૂવાલાનો એક વિશેષ વીડિયો સંદેશ પણ ઉપસ્થિત મહેમાનો સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં બેજાન દારૂવાલા પોતાના પુત્ર ચિરાગ દારૂવાલાને જ્યોતિષના વારસાને આગળ વધારવા અને જ્ઞાનની પરંપરાને જીવંત રાખવા માટે પ્રેરણા આપતા જોવા મળ્યા હતા. કાર્યક્રમમાં ચિરાગ દારૂવાલાએ જ્યોતિષશાસ્ત્રને માત્ર ભવિષ્યવાણી સુધી મર્યાદિત ન ગણાવતાં તેને જીવનને યોગ્ય દિશા આપતી અને માર્ગદર્શન પૂરું પાડતી વિદ્યા તરીકે વર્ણવી હતી. તેમણે જણાવ્યું કે જ્યોતિષનો હેતુ લોકોના જીવનમાં સકારાત્મકતા, આયોજન અને યોગ્ય નિર્ણયો માટે માર્ગદર્શન પૂરું પાડવાનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુસ્તકના વિમોચન પ્રસંગે ચિરાગ દારૂવાલાના કાર્યની પ્રશંસા કરી હતી. તેમણે સમાજ પ્રત્યેના તેમના યોગદાન અને જ્ઞાનના પ્રસાર માટેના પ્રયાસોને બિરદાવતાં પુસ્તકના સફળ પ્રકાશન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

ગુજરાતના અગ્રણી મહાનુભાવો રહ્યા હાજર
'Your Complete Forecast 2026'ના લોન્ચિંગ સમારોહમાં ગુજરાતના અનેક અગ્રણી મહાનુભાવો, વરિષ્ઠ અધિકારીઓ, ઉદ્યોગપતિઓ તેમજ ગુજરાતી ફિલ્મ અને ટેલિવિઝન જગતના જાણીતા કલાકારો અને સેલિબ્રિટીઓએ ઉપસ્થિતિ નોંધાવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનોએ ચિરાગ દારૂવાલાને શુભેચ્છાઓ પાઠવી અને પુસ્તકને આવનારા વર્ષ માટે માર્ગદર્શક પ્રકાશન તરીકે ગણાવ્યું. ચિરાગ દારૂવાલા લાંબા સમયથી જ્યોતિષ, અંકશાસ્ત્ર અને વાસ્તુ ક્ષેત્રે કાર્યરત છે અને દેશ-વિદેશમાં મોટી સંખ્યામાં લોકો તેમના માર્ગદર્શનનો લાભ લે છે. 'Your Complete Forecast 2026' દ્વારા તેમણે વર્ષ 2026 માટે વિવિધ રાશિઓ, ગ્રહયોગો અને જીવનના વિવિધ ક્ષેત્રો અંગે વિગતવાર આગાહીઓ રજૂ કરી છે.

Tags:
Top StoryGeneral NewsIndiaAhmedabad#AstrologyIndia
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026