મારું ગુજરાત

મકાન તોડી પાડ્યા પણ આવાસ ન આપ્યા! ચંડોળા તળાવના રહીશોનો તંત્ર સામે મોરચો

3 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
મકાન તોડી પાડ્યા પણ આવાસ ન આપ્યા! ચંડોળા તળાવના રહીશોનો તંત્ર સામે મોરચો

Ahmedabad Chandola Lake Demolition Protest:અમદાવાદ શહેરના ઐતિહાસિક અને વિવાદિત ચંડોળા તળાવ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કરવામાં આવેલી ડિમોલિશનની કાર્યવાહી બાદ હવે અસરગ્રસ્ત પરિવારોનો આક્રોશ રસ્તા પર આવી ગયો છે. પોતાના ઘર ગુમાવી ચૂકેલા 200થી પણ વધુ ભારતીય નાગરિકો સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે એકઠા થયા હતા અને મ્યુનિસિપલ તંત્ર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. દાણીલીમડા વોર્ડના સ્થાનિક કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા શહેજાદખાન પઠાણની આગેવાનીમાં બેઘર બનેલા લોકોએ હાથમાં વિરોધ દર્શાવતા બેનરો અને પ્લેકાર્ડ સાથે રિવરફ્રન્ટ હાઉસની બહાર ધરણાં યોજી તંત્ર સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.

દસ્તાવેજો અને ફોર્મ જમા કરાવ્યા છતાં 6 મહિનાથી આવાસની ફાળવણી અટકી
ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચંડોળા તળાવ વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ હેઠળ અનેક મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. એ સમયે તંત્ર દ્વારા વચન આપવામાં આવ્યું હતું કે જે ભારતીય નાગરિકો યોગ્ય પુરાવા રજૂ કરશે તેમને પુનઃવસન યોજના હેઠળ નવા આવાસ ફાળવવામાં આવશે. નાગરિકોએ તમામ જરૂરી સરકારી દસ્તાવેજો રજૂ કરીને નિયમ મુજબના ફોર્મ પણ ભરી દીધા હતા. પરંતુ 6 મહિનાથી વધુનો સમય વીતી જવા છતાં હજુ સુધી કોર્પોરેશન દ્વારા કોઈ જ મકાન ફાળવવામાં આવ્યું નથી, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

મહિને ₹10,000 ભાડું આપો અથવા તાત્કાલિક આવાસ ફાળવો: અસરગ્રસ્તોની આકરી માગ
વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થાનિક નેતા શહેજાદખાન પઠાણ અને અસરગ્રસ્તોએ તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે માગણી કરી હતી કે જ્યાં સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાયમી આવાસની ફાળવણી ન કરવામાં આવે ત્યાં સુધી દરેક અસરગ્રસ્ત પરિવારને દર મહિને ₹10,000નું મકાન ભાડું ચૂકવવામાં આવે. ખુલ્લા આકાશ નીચે દિવસો વિતાવવા મજબૂર બનેલા લોકોએ ચેતવણી આપી હતી કે જો તંત્ર તાત્કાલિક ધોરણે તેઓના રહેવાની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરે અથવા આવાસ નહીં આપે તો તેઓ મ્યુનિસિપલ કમિશનરના નિવાસસ્થાને રહેવા જવા માટે મજબૂર બનશે.

કમિશનરની ગેરહાજરીથી લોકોમાં ભારે રોષ: આંદોલન વધુ તેજ કરવાની ચીમકી
રિવરફ્રન્ટ હાઉસ ખાતે દેખાવો કરી રહેલા લોકો અને પ્રતિનિધિમંડળ મ્યુનિસિપલ કમિશનરને રૂબરૂ મળીને પોતાની રજૂઆત કરવા માંગતા હતા. પરંતુ કમિશનર હાજર ન મળતા એકત્રિત થયેલા લોકોમાં રોષ અને અસંતોષ બેવડાયો હતો. અસરગ્રસ્તોનું કહેવું છે કે દોઢ વર્ષ પહેલાં તેમના મકાનો તોડી પડાયા ત્યારથી તેઓ સતત સરકારી કચેરીઓના ચક્કર કાપી રહ્યા છે, પરંતુ માત્ર ખાલી આશ્વાસનો જ મળે છે. જો કોર્પોરેશન તંત્ર દ્વારા આ ગંભીર મુદ્દાનો વહેલી તકે ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

Tags:
#IndiaNews#ChandolaDemolition#PublicProtest#DemandHousing#આક્રોશ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026