મારું ગુજરાત

ગુજ્જુ લવ ગુરુના મોત બાદ પત્નીના ગંભીર આરોપ, કહ્યું દગો કરીને પતિને મારી નાખ્યા

23 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
ગુજ્જુ લવ ગુરુના મોત બાદ પત્નીના ગંભીર આરોપ, કહ્યું દગો કરીને પતિને મારી નાખ્યા

Chandan Rrathod Gujju Love Guru: સોશિયલ મીડિયા પર ‘ગુજ્જુ લવ ગુરુ’ના નામે જાણીતા અને લાખો લોકોને હસાવનારા બનાસકાંઠાના લોકપ્રિય કન્ટેન્ટ ક્રિએટર ચંદન રાઠોડના આકસ્મિક અને શંકાસ્પદ સંજોગોમાં થયેલા નિધનથી ભારે અરેરાટી વ્યાપી છે. તેમના મોત બાદ હવે પરિવાર તરફથી ગંભીર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. ‘વિશેષ વિથ દિનેશ’ના ફાઉન્ડર દિનેશ સિંધવ સાથેની વાતચીતમાં ચંદન રાઠોડના પત્ની વિમળાબેને દાવો કર્યો છે કે તેમના પતિ સાથે મોટો દગો થયો છે અને કોઈકે તેમને છેતરીને મારી નાખ્યા છે.

ચંદન રાઠોડ ઘરેથી સંપૂર્ણ સ્વસ્થ હાલતમાં શૂટિંગ માટે નીકળ્યા હતા
પતિના અંતિમ દિવસ અંગે વાત કરતાં વિમળાબેને જણાવ્યું હતું કે ચંદન રાઠોડ ઘરેથી સંપૂર્ણ સ્વસ્થ હાલતમાં શૂટિંગ માટે નીકળ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “હું શૂટિંગ પતાવીને હમણાં જ પાછો આવું છું.” ત્યારબાદ તેરવાડા પહોંચ્યા ત્યારે પણ તેમણે ફોન કરીને ઘરે જમવાનું બનાવી રાખવા કહ્યું હતું. જોકે, ત્યાંથી પરત ફરતી વખતે તેમની સાથે આ ઘટના બની હતી. પત્નીના જણાવ્યા મુજબ, ચંદન અગાઉ પણ ઘણી વખત રાત્રે મોડા ઘરે આવતા હતા અને બાઈક પરથી પડ્યા પણ હતા, પરંતુ આ પ્રકારની ઘટના ક્યારેય બની નહોતી.

તેઓ ખૂબ જ દયાળુ અને મદદરૂપ સ્વભાવના હતા
વિમળાબેને પોતાના પતિના સ્વભાવ અંગે વાત કરતાં જણાવ્યું કે તેઓ ખૂબ જ દયાળુ અને મદદરૂપ સ્વભાવના હતા. લગ્નજીવન દરમિયાન બંને વચ્ચે ક્યારેય મોટો ઝઘડો થયો નહોતો અને ચંદન પરિવારની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખતા હતા. તેમણે લગ્ન બાદ વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું અને તે સમયે પરિવાર મોરબીમાં રહેતો હતો. ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં ચંદનના વીડિયો બનાવવાના નિર્ણયને પત્નીનો પણ સંપૂર્ણ સહકાર મળ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, ચંદનને પૈસાનો કોઈ મોહ નહોતો અને તેઓ કમાણીના પૈસા ઘરે આપી દેતા હતા.

તેમની સાથે કોઈએ છેતરપિંડી કરી હોવાની તેમને શંકા
પત્નીએ વધુમાં જણાવ્યું હતું કે ચંદન બહારના લોકોને પણ શક્ય તેટલી મદદ કરતા હતા અને પરિવાર માટે તેઓ મુખ્ય આધાર હતા. પોતાના પતિના મોતને લઈને વિમળાબેને ફરી એકવાર દાવો કર્યો કે તેમની સાથે કોઈએ છેતરપિંડી કરી હોવાની તેમને શંકા છે અને તેમને છેતરીને મારી નાખવામાં આવ્યા હોવાનો આરોપ તેમણે લગાવ્યો છે. જોકે, આ આરોપો હાલ પરિવારના પક્ષે કરવામાં આવેલા દાવા છે અને ઘટનાના ચોક્કસ કારણો તથા મોત પાછળની હકીકત તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકે છે. ચંદનના નિધનથી તેમના બે નાના બાળકો સહિત સમગ્ર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

Tags:
ગુજરાત વંદનGujarat Vandan#ચંદનરાઠોડમોત#ગુજ્જુલવગુરુScandal
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026