મારું ગુજરાત

વોટ્સએપ પર લગ્નની ડિજિટલ કંકોત્રી ખોલતાં જ બેંક એકાઉન્ટ સફાચટ: અમદાવાદના મણિનગરમાં વૃદ્ધે ગુમાવ્યા રૂ. 15.45 લાખ

17 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
વોટ્સએપ પર લગ્નની ડિજિટલ કંકોત્રી ખોલતાં જ બેંક એકાઉન્ટ સફાચટ: અમદાવાદના મણિનગરમાં વૃદ્ધે ગુમાવ્યા રૂ. 15.45 લાખ

Ahmedabad Cyber Crime: આજના આધુનિક યુગમાં સાયબર ગઠિયાઓ લોકોને જાળમાં ફસાવવા માટે દરરોજ નવી-નવી તરકીબો અપનાવી રહ્યા છે. અગાઉના સમયમાં વીજળીના બિલ, RTO મેમો કે બેંક ખાતું બંધ થઈ જવાના નામે ફ્રોડ લિંક મોકલવામાં આવતી હતી. પરંતુ હવે સાયબર અપરાધીઓએ ડિજિટલ કંકોત્રી એટલે કે 'વેડિંગ ઈન્વિટેશન'ના નામે લોકોને છેતરવાનું શરૂ કર્યું છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં સાયબર ક્રાઈમનો આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં લગ્નની ડિજિટલ કંકોત્રી ડાઉનલોડ કરવા જતાં એક સિનિયર સિટીઝને પોતાના જીવનભરની કમાણીમાંથી રૂ. 15.45 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે.

પરિચિતના જ નંબર પરથી આવી હતી વાઈરસવાળી ફાઈલ
અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા 64 વર્ષીય વૃદ્ધના વોટ્સએપ પર એક પરિચિત વ્યક્તિના નંબર પરથી મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં લગ્નની ડિજિટલ કંકોત્રી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને સાથે એક APK (એપ્લિકેશન) ફાઈલ જોડવામાં આવી હતી. સામાન્ય રીતે આપણને પરિચિત વ્યક્તિ તરફથી કોઈ મેસેજ આવે તો આપણે તેના પર સહેજે શંકા કરતા નથી. આ જ વિશ્વાસના કારણે વૃદ્ધે તે ફાઈલ ડાઉનલોડ કરીને ખોલવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ફાઈલ ઓપન થતાં જ તેમને કંઈક શંકાસ્પદ લાગતાં તેમણે તરત જ તે બંધ કરી દીધી હતી. પરંતુ, કમનસીબે ત્યાં સુધીમાં મોબાઈલમાં વાઈરસ ઈન્સ્ટોલ થઈ ચૂક્યો હતો અને હેકર્સે તેમના ફોનનો સંપૂર્ણ એક્સેસ મેળવી લીધો હતો.

એક મહિના બાદ અચાનક મોટો ખેલ થયો
આ ઘટનાના આશરે એક મહિના બાદ જ્યારે આ વૃદ્ધ ધ્રાંગધ્રા ગયા હતા, ત્યારે તેમના મોબાઈલ પર અચાનક એક પછી એક અનેક OTP (વન ટાઈમ પાસવર્ડ) ના મેસેજ આવવા લાગ્યા હતા. વારંવાર આવતા મેસેજ જોઈને વૃદ્ધને શંકા ગઈ હતી કે બેંક ખાતામાં કંઈક ગડબડ થઈ રહી છે. તેમણે તુરંત જ અમદાવાદમાં રહેતા તેમના પત્નીને ફોન કરીને બેંકમાં જઈને પાસબુકમાં એન્ટ્રી કરાવવા માટે જણાવ્યું હતું. પરંતુ, તે સમયે બેંકમાં હડતાળ ચાલતી હોવાના કારણે સળંગ બે દિવસ સુધી પાસબુકમાં પ્રિન્ટ થઈ શકી નહોતી.

26 ટ્રાન્ઝેક્શન દ્વારા ખાતું સફાચટ થઈ ગયું
જેવી બેંકની હડતાળ પૂરી થઈ કે તરત જ પરિવારજનોએ બેંકમાં જઈને પાસબુકમાં એન્ટ્રી કરાવી હતી. પાસબુકની પ્રિન્ટ જોતાં જ પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. સાયબર ઠગોએ વૃદ્ધના બેંક ખાતામાંથી કુલ 26 જેટલા અલગ-અલગ UPI ટ્રાન્ઝેક્શન મારફતે રૂ. 15.45 લાખ પડાવી લીધા હતા અને રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધી હતી. હેકર્સે મોબાઈલનો કંટ્રોલ મેળવી લીધો હોવાથી તેમને તમામ બેંક ડિટેલ્સ અને OTP સીધા મળી રહ્યા હતા.

પરિચિતનો ફોન પણ અગાઉથી હેક થયેલો હતો
આ સમગ્ર મામલે જ્યારે પીડિત વૃદ્ધે કંકોત્રી મોકલનાર તેમના પરિચિત વ્યક્તિનો સંપર્ક કર્યો, ત્યારે અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો હતો. તે પરિચિત વ્યક્તિએ જણાવ્યું કે તેમનો મોબાઈલ ફોન પણ અગાઉ હેક થઈ ગયો હતો. સાયબર ક્રિમીનલ્સે તેમના ફોનનો કંટ્રોલ મેળવીને તેમના કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા તમામ લોકોને આ વાઈરસયુક્ત APK ફાઈલ મોકલી આપી હતી. આ રીતે હેકર્સે પરિચિતના નામે વિશ્વાસ કેળવીને અન્યોને પણ પોતાના શિકાર બનાવ્યા હતા. આ ઘટના બાદ પીડિત વૃદ્ધે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે અજાણ્યા ઠગો સામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આવી સાયબર છેતરપિંડીથી કેવી રીતે બચવું?

  • અજાણ્યા APK ફોરવર્ડ્સથી બચો: વોટ્સએપ પર જો કોઈ વ્યક્તિ (ભલે તે પરિચિત હોય) તમને કોઈ .apk એક્સ્ટેન્શનવાળી ફાઈલ કે અનવેરિફાઈડ લિંક મોકલે તો તેને ક્યારેય ડાઉનલોડ કે ઓપન ન કરો.

  • એપ સ્ટોરનો જ ઉપયોગ કરો: કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે હંમેશા સત્તાવાર Google Play Store કે Apple App Store નો જ ઉપયોગ કરો.

  • શંકાસ્પદ મેસેજ ચકાસો: લગ્નની કંકોત્રી સામાન્ય રીતે PDF, ફોટો (JPEG/PNG) કે સાદી વેબસાઈટ લિંક સ્વરૂપે હોય છે, ક્યારેય એપ્લિકેશન (APK) સ્વરૂપે હોતી નથી.

  • સાયબર હેલ્પલાઈન: જો તમારી સાથે કોઈ પણ પ્રકારની નાણાકીય સાયબર છેતરપિંડી થાય, તો તુરંત જ સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર કૉલ કરીને તમારી ફરિયાદ નોંધાવો.

WhatsApp અને UPI એકાઉન્ટને હેકિંગ અને ફ્રોડથી સુરક્ષિત રાખવા માટે તમારા સ્માર્ટફોનમાં કેટલાક મહત્વપૂર્ણ સિક્યુરિટી સેટિંગ્સ તરત જ ઓન કરવા જરૂરી છે:

WhatsApp માટે જરૂરી સિક્યુરિટી સેટિંગ્સ

  • Two-Step Verification:

  1. Settings > Account > Two-Step Verification માં જઈને Turn On કરો. આ સેટિંગથી 6-ડિજિટનો PIN સેટ થશે, જેથી કોઈ અન્ય વ્યક્તિ તમારા નંબરથી WhatsApp એક્ટિવેટ કરી શકશે નહીં.

  2. Passkeys અથવા Biometric Lock:

  3. Settings > Privacy > App Lock ચાલુ કરો અને Fingerprint/Face ID સેટ કરો. Settings > Account > Passkeys દ્વારા તમારા ફોનના બાયોમેટ્રિકથી લોગિન સિક્યોર કરો.

  • Privacy and Group Settings:

  1. Settings > Privacy > Groups માં જઈ "My Contacts" પસંદ કરો, જેથી કોઈ અજાણી વ્યક્તિ તમને સ્કેમ ગૃપોમાં એડ ન કરી શકે.

  • Silence Unknown Callers:

  1. Settings > Privacy > Calls માં જઈ "Silence Unknown Callers" ઓન કરો.

  2. UPI અને બેંકિંગ સિક્યુરિટી માટે અગત્યના પગલાં

UPI PIN અને એપ લોક:

  • તમારી UPI એપ્સ (Google Pay, PhonePe, Paytm વગેરે) પર ફોન લોક સિવાય અલગથી App Lock અને મજબૂત 4 અથવા 6 ડિજિટનો UPI PIN રાખો. UPI PIN ક્યારેય કોઈ સાથે શેર ન કરો.

પૈસા મેળવવા PIN ની જરૂર નથી:

  • યાદ રાખો કે UPI દ્વારા પૈસા તમારા ખાતામાં જમા (Receive) કરવા માટે ક્યારેય PIN નાખવો પડતો નથી કે QR કોડ સ્કેન કરવાનો હોતો નથી.

બેંક એકાઉન્ટ લિમિટ:

  • દૈનિક UPI ટ્રાન્ઝેક્શન લિમિટ સેટ કરો અને શક્ય હોય તો દૈનિક ખર્ચ માટે મુખ્ય બેંક એકાઉન્ટને બદલે સેકન્ડરી એકાઉન્ટ વાપરો.

  • સ્માર્ટફોન અને જનરલ સિક્યુરિટી

Install Unknown Apps બંધ રાખો:

  • તમારા Android ફોનના સેટિંગ્સમાં Install Unknown Apps નો ઓપ્શન હંમેશા Off/Disabled રાખો, જેથી વાઈરસવાળી કોઈ પણ APK ફાઈલ આપોઆપ ઈન્સ્ટોલ ન થાય.

  • Google Play Protect:

  • Google Play Store માં જઈને Play Protect ઓન રાખો જેથી તે વાઈરસવાળી એપ્સને સ્કેન કરીને ડિલીટ કરી શકે.

Tags:
#DigitalSafety#UPIFraud#AhmedabadNews#CyberFraud#WhatsAppScam
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026