મારું ગુજરાત

લીંબડીમાં ખેતરમાં ઢોર ઘુસાડવાના મુદ્દે વિવાદ, 10થી વધુ લોકોએ ખેડૂતો પર લાકડીથી હુમલો કર્યો

12 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
લીંબડીમાં ખેતરમાં ઢોર ઘુસાડવાના મુદ્દે વિવાદ, 10થી વધુ લોકોએ ખેડૂતો પર લાકડીથી હુમલો કર્યો

Cattle owners attack farmers: લીંબડી તાલુકામાં છેલ્લા બે દિવસ દરમિયાન અલગ- અલગ ગામોમાં ખેતરમાં ઢોર ઘુસાડવાના મુદ્દે ખેડૂતો પર થયેલા હુમલાના બનાવો સામે આવતા ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. ખાસ કરીને લીંબડી તાલુકાના બળોલ અને પરનાળા ગામોમાં બનેલી ઘટનાઓએ ખેડૂતોમાં ભય અને રોષ ફેલાવ્યો છે.

શું છે સમગ્ર બનાવ?
ગત રોજ લીંબડી તાલુકાના પરનાળા ગામની સીમમાં પોતાના ખેતરમાં ઢોર ઘૂસી જતાં તેનો વિરોધ કરનાર ત્રણ લોકો પર ઢોર માલિક દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ નોંધાયો હતો. આ ઘટનાની ચર્ચા પૂર્ણ થાય તે પહેલાં જ આજે ફરી લીંબડી તાલુકાના બળોલ ગામમાં ખેડૂતો પર ઢોર માલિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે.

ખેડૂતો પર લાકડી વડે હુમલો
પ્રાપ્ત માહિતી અનુસાર બળોલ ગામના ખેડૂત જીતેન્દ્રભાઈ ધીરુભાઈ પરમારના ખેતરમાં ઉભા પાકમાં લોલીયા ગામના કેટલાક ઢોર માલિકો દ્વારા ઢોર ઘુસાડવામાં આવ્યા હતા. આ બાબતે જીતેન્દ્રભાઈ દ્વારા વિરોધ કરતા બંને પક્ષ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી, પરંતુ આ બોલાચાલી જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી. ઇજાગ્રસ્તોના જણાવ્યા મુજબ 10થી વધુ લોકોએ એકત્ર થઈને ખેડૂતો પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો.

કુલ પાંચ લોકોને નિર્દય માર મારવામાં આવ્યો
જીતેન્દ્રભાઈ પરમારને બચાવવા વચ્ચે પડેલા જયેશભાઈ પરમાર, ચાવડા કૌશિકભાઈ, વિપુલભાઈ પરમાર, યુવરાજભાઈ ચાવડા સહિત કુલ પાંચ લોકો પર નિર્દય રીતે માર મારવામાં આવ્યો હતો. આ હુમલામાં તમામને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે લીંબડી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

સોનાનો ચેન તેમજ એક મોબાઈલ ફોન પણ છીનવી લેવામાં આવ્યો
ઇજાગ્રસ્તોએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે, હુમલા દરમિયાન તેમનો સોનાનો ચેન તેમજ એક મોબાઈલ ફોન પણ છીનવી લેવામાં આવ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે, લોલીયા ગામના કેટલાક ઢોર માલિકો અવારનવાર પોતાના ઢોર ખેતરમાં છોડી દે છે, જેના કારણે પાકને નુકસાન થાય છે. આ બાબતે અગાઉ અનેક વખત સંબંધિત તંત્ર અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદો કરવામાં આવી હોવા છતાં આજ સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થતા આજે આ ગંભીર ઘટના બની હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

તંત્ર દ્વારા કડક પગલાં લેવાય તેવી માંગ

આ ઘટનાને લઈને ગ્રામ્ય વિસ્તારમાં લોકોમાં ચર્ચા છે કે, શું હવે કાયદાનો કોઈ ભય રહ્યો નથી? સતત વધી રહેલી આવી ઘટનાઓથી ગ્રામ્ય વિસ્તારમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હોવાનો અનુભવ લોકો વ્યક્ત કરી રહ્યા છે. બળોલ ગામના ખેડૂતો દ્વારા અસામાજિક અને કાયદાનો ભય ન રાખનારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે તંત્ર દ્વારા કડક પગલાં ભરવાની માંગ ઉઠી છે.

Tags:
#ખેડૂત_ન્યાય#વાયરલ_ગુજરાત#GujaratNews#CattleIssueGujarat#FarmerAttack
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026