મારું ગુજરાત

ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર કાળમુખો અકસ્માત: હોટલે જમીને પરત ફરતા બે યુવાનોના કમકમાટીભર્યા મોત, બે પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત

30 ડિસેમ્બર, 2025•
GVGujaratvandan team
ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર કાળમુખો અકસ્માત: હોટલે જમીને પરત ફરતા બે યુવાનોના કમકમાટીભર્યા મોત, બે પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ગત મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. હરીપર ગામ નજીક સર્જાયેલી આ દુર્ઘટનામાં પૂરપાટ ઝડપે જઈ રહેલી એક સ્વિફ્ટ કાર પલટી મારીને રોડની સાઈડમાં આવેલા ઊંડા ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ચાર મિત્રોમાંથી બે યુવાનોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય બે મિત્રો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

હોટલથી જમીને પરત ફરતા સમયે નડ્યો અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર, આ અકસ્માત રાત્રિના આશરે 1 વાગ્યાના સુમારે સર્જાયો હતો. ચાર મિત્રો ધર્મડ ગામ પાસે આવેલી એક હોટલમાં રાત્રિ ભોજન પતાવીને પોતાની સ્વિફ્ટ કારમાં ધ્રાંગધ્રા પરત ફરી રહ્યા હતા. હરીપર ગામ પાસે પહોંચતા જ અચાનક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર હવામાં ગોથાં ખાઈને રસ્તાની નીચે ઉતરી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને અંદર સવાર યુવાનો લોહીલુહાણ હાલતમાં ફસાઈ ગયા હતા.

બે મિત્રોના કરુણ મોત, બે પોલીસ જવાનો સારવાર હેઠળ
આ અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો અને હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો મદદે દોડી આવ્યા હતા. તુરંત 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, કમનસીબે ક્રિપાલસિંહ ઝાલા અને બોનિલભાઈ દેસાઈ નામના બે યુવાનોને તબીબોએ મૃત જાહેર કર્યા હતા. જ્યારે કારમાં સવાર અન્ય બે મિત્રો, જેઓ પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, તેઓને ગંભીર ઈજાઓ પહોંચતા હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોની ઓળખ ધર્મેન્દ્રસિંહ ઝાલા અને બળવંતસિંહ તરીકે થઈ છે.

અચાનક પશુ આડું આવતા સર્જાયો અકસ્માત
ઘટના અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એમ.બી. વીરજાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મોડી રાત્રે કાર હરીપર ગામ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક કોઈ જાનવર (પશુ) આડું આવ્યું હતું. તેને બચાવવાના પ્રયાસમાં ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલટી મારીને ખાડામાં પડી ગઈ હતી. અકસ્માતમાં મોતને ભેટનાર બંને યુવાનોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પરિવારમાં શોકની કાલિમા
થોડીવાર પહેલા સાથે બેસીને જમનારા મિત્રોમાંથી બેના કાયમી વિદાયના સમાચાર મળતા જ મૃતકોના પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના હાઈવે પર પશુઓના કારણે વધતા અકસ્માતોને લઈને પણ સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. ઈજાગ્રસ્ત બંને પોલીસકર્મીઓની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

Tags:
Accidentઅકસ્માતBreaking Newsતાજા સમાચારTragic Deaths
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026