મારું ગુજરાત

નડિયાદમાં માતાજીના વરઘોડા વચ્ચે આખલા યુદ્ધ, યુવકને 9 ફૂટ ઊંચો ફંગોળ્યો

2 ડિસેમ્બર, 2025•
GVGujaratvandan team
નડિયાદમાં માતાજીના વરઘોડા વચ્ચે આખલા યુદ્ધ, યુવકને 9 ફૂટ ઊંચો ફંગોળ્યો

Nadiyad News: નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં રખડતા આખલાઓનો આતંક સતત વધી રહ્યો છે. શહેરના નીલકંઠ મહાદેવ મંદિર નજીક બજારમાંથી માતાજીનો વરઘોડો પસાર થઈ રહ્યો હતો એ સમયે જ બે આખલા વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું, જેથી વિસ્તારમાં દોડધામ મચી હતી. બેફામ બનેલા આખલાઓએ એક વ્યક્તિને 9 ફૂટ ઊંચી ફંગોલી હતી, જેથી તેને ગંભીર ઈજા પહોંચી છે. આ ઉપરાંત અન્ય ત્રણ લોકોને પણ આ ઘટનામાં ઈજા પહોંચી છે. તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એક મહિનામાં આખલાઓના યુદ્ધની આ ચોથી ઘટના છે.

આખા વિસ્તારમાં ભયનો માહોલ છવાયો
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે આ વિસ્તારમાંથી માતાજીનો વરઘોડો પસાર થઈ રહ્યો હતો. અચાનક બેફામ બનેલા આખલાઓ વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું, જેથી આખા વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું.

'હું મહિલાને બચાવવા ગયો હતો, આખલાઓને છુટ્ટા પણ પાડી દીધા હતા'
ઈજાગ્રસ્ત યુવક મુકેશ પરમારે જણાવ્યું હતું કે અમે માતાજીનો વરઘોડો લઈને નીકળ્યા હતા. સાંજના છ-સાત વાગ્યાની વચ્ચે અમે નીલકંઠ મહાદેવ મંદિરે પહોંચ્યા હતા. ત્યાં આગળ બે આખલા લડતા હતા. આ જગ્યાની આસપાસ મહિલાઓ અને બાળકો હતાં, જેથી હું મહિલાને બચાવવા ગયો હતો. મેં આખલાઓને છુટ્ટા પણ પાડી દીધા હતા, જોકે પાછળથી આવીને આખલાએ મને ફંગોળી દીધો હતો.

આખલાઓને શાંત પાડવા ગયેલા યુવક પર હુમલો
બે આખલા વચ્ચે જોરદાર યુદ્ધ ચાલ્યું હતું. ઝઘડતા આખલાઓને શાંત પાડવા માટે એક યુવક વચ્ચે પડ્યો હતો, જોકે ગુસ્સે ભરાયેલા એક આખલાએ મુકેશ પરમાર નામના યુવકને પાછળથી જોરદાર ગોથું મારી હવામાં 9 ફૂટ ઊચો ફંગોળી દીધો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા મુકેશને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ જ આખલાઓએ રોડ પર આગળ જતા વધુ ત્રણ લોકોને પણ ઈજા પહોંચાડી હતી.

વિસ્તારમાં રખડતાં પશુઓનો ત્રાસ સતત વધી રહ્યો છે
સ્થાનિક રહીશોનો સીધો આક્ષેપ છે કે મહાનગરપાલિકાની આખલાઓ પકડવાની કામગીરી માત્ર કાગળ પર જ ચાલી રહી છે, જેના પરિણામે શહેરી વિસ્તારમાં રખડતાં પશુઓનો ત્રાસ સતત વધી રહ્યો છે અને અત્યારસુધીમાં ચાર નિર્દોષ નાગરિકને આના કારણે નુકસાન સહન કરવું પડ્યું છે. મહાનગરપાલિકા દ્વારા આ સંવેદનશીલ બાબતે તાત્કાલિક કડક પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ થવાનો ભય સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.

ઢોર નિયંત્રણ ટીમની બેદરકારી
આ ઘટનાને પગલે શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ માત્ર કોઈ એક દિવસની ઘટના નથી. છેલ્લા એક મહિનામાં જ પશ્ચિમ વિસ્તારમાં આખલાઓ વચ્ચેના ઝઘડાની આ ચોથી ગંભીર ઘટના નોંધાઈ છે. આ ઘટનાઓ નડિયાદ મહાનગરપાલિકાની ઢોર નિયંત્રણ ટીમની ઘોર બેદરકારી તરફ સ્પષ્ટ ઈશારો કરે છે.

Tags:
ગુજરાતી સમાચારMatajiProcessionBullFightGujaratNadiyad
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026