મારું ગુજરાત

બ્રહ્મકુમારીઝ સંસ્થા વિવાદના વમળમાં: ગુજરાતી એક્ટ્રેસના ‘દુષ્કર્મ’ના આક્ષેપ સામે સંસ્થાએ ખોલી ‘લેડી ડોન’ની પોલ

13 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
બ્રહ્મકુમારીઝ સંસ્થા વિવાદના વમળમાં: ગુજરાતી એક્ટ્રેસના ‘દુષ્કર્મ’ના આક્ષેપ સામે સંસ્થાએ ખોલી ‘લેડી ડોન’ની પોલ

Brahmakumari Controversy: વિશ્વભરમાં ફેલાયેલી આધ્યાત્મિક સંસ્થા બ્રહ્મકુમારીઝ ફરી એકવાર ગંભીર વિવાદોમાં સપડાઈ છે. અંકલેશ્વરની એક ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસ અને મોડેલ પલ્લવી પાટીલે માઉન્ટ આબુના જ્ઞાન સરોવર સેન્ટરના સેવક પર નશીલો પ્રસાદ ખવડાવી અઘટિત કૃત્ય કરવાનો ગંભીર આરોપ લગાવતા ચકચાર મચી ગઈ છે. સામે પક્ષે, બ્રહ્મકુમારીઝ સંસ્થાએ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી, એક્ટ્રેસને ‘લેડી ડોન’ ગણાવી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની રણનીતિ સ્પષ્ટ કરી છે.

એક્ટ્રેસનો ગંભીર આરોપ: "પ્રસાદમાં નશીલું દ્રવ્ય ખવડાવી અઘટિત કૃત્ય કર્યું"
અંકલેશ્વરની એક્ટ્રેસ પલ્લવી પાટીલે રાજસ્થાનના ઝાલોરમાં પત્રકાર પરિષદ યોજીને સંસ્થા પર સનસનાટીભર્યા આક્ષેપો કર્યા હતા. પલ્લવીના જણાવ્યા અનુસાર, માઉન્ટ આબુ સ્થિત જ્ઞાન સરોવરના કિચનમાં સેવા આપતા અમિત નામના વ્યક્તિએ તેને પ્રસાદમાં કંઈક નશીલું દ્રવ્ય ખવડાવી દીધું હતું. ત્યારબાદ તે બે કલાક સુધી બેભાન રહી હતી અને જ્યારે હોશમાં આવી ત્યારે તેની સાથે અઘટિત કૃત્ય થયું હોવાનું તેને જણાયું હતું.

વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરવાનો આરોપ
એક્ટ્રેસે વધુમાં આરોપ લગાવ્યો કે, અમિત તેને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરી રહ્યો છે. તેણે ગુજરાત અને આબુ પોલીસ પર પણ મદદ ન કરવાનો અને ફરિયાદ ન લેવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. પલ્લવીનો દાવો છે કે તેને ભરૂચ અને અંકલેશ્વર સેન્ટરની ‘દીદીઓ’ તરફથી પણ ધમકીઓ મળી રહી છે, જેના કારણે તેણે છેવટે જાહેરમાં આવવું પડ્યું છે.

સંસ્થાનો પલટવાર
આ આરોપોના જવાબમાં ભરૂચના ઝાડેશ્વર ખાતે ઈશ્વરીય પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આબુ જ્ઞાન સરોવરના ડિરેક્ટર પ્રભા દીદી અને અંકલેશ્વર સેન્ટરના અનિલા દીદીએ મીડિયા સમક્ષ પલ્લવી પાટીલની અસલી ઓળખ હોવાનો દાવો કર્યો હતો. સંસ્થાએ જણાવ્યું કે પલ્લવી તેના માતા-પિતા બ્રહ્માકુમારી સાથે જોડાયેલા હોવાનો ફાયદો ઉઠાવી સંસ્થામાં VIP ટ્રીટમેન્ટ મેળવવા દબાણ કરતી હતી.

પ્રભા દીદીએ ચોંકાવનારો દાવો કર્યો
પ્રભા દીદીએ ચોંકાવનારો દાવો કર્યો કે, "પલ્લવી પાટીલ અંકલેશ્વરમાં ‘લેડી ડોન’ તરીકે જાણીતી છે. તેણે ભૂતકાળમાં ગાર્ડન સિટી વિસ્તારમાં બે ફોર-વ્હીલર વાહનોને આગ ચાંપી હતી અને અનેકવાર સંસ્થામાં આવીને અપશબ્દો બોલી ગાળાગાળી કરી છે." સંસ્થાએ વધુમાં જણાવ્યું કે, પલ્લવીના વર્તનને કારણે તેને આબુ અને અંકલેશ્વર સેન્ટરમાં પ્રવેશબંધી ફરમાવવામાં આવી હતી. આબુમાં તેને રૂમ ફાળવવામાં ન આવતા તેણે ધમકીઓ આપી હતી, જેની ઓડિયો ક્લિપ્સ પણ સંસ્થાએ મીડિયા સમક્ષ રજૂ કરી હતી.

પોલીસ ફરિયાદ અને જૂનો રેકોર્ડ
નોંધપાત્ર છે કે, બ્રહ્માકુમારી સંસ્થાએ 8 ઓગસ્ટ 2024ના રોજ જ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે પલ્લવી પાટીલ વિરુદ્ધ પજવણી અને દુર્વ્યવહારની અરજી આપી હતી. સંસ્થાનું કહેવું છે કે પલ્લવી પોતાની એક્ટિંગ સ્કિલનો ઉપયોગ કરી સંસ્થાની વર્ષો જૂની છબી ખરડાવવાનો પ્રયાસ કરી રહી છે. સેવક અમિત પર લાગેલા આરોપો સંપૂર્ણપણે બનાવટી હોવાનું જણાવી સંસ્થાએ પલ્લવી વિરુદ્ધ આબુમાં પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. હાલ આ મામલો બે છેડા વચ્ચે અટવાયેલો છે. એક તરફ એક મહિલાની આબરૂ અને ગંભીર અપરાધના આક્ષેપ છે, તો બીજી તરફ એક પ્રતિષ્ઠિત આધ્યાત્મિક સંસ્થાની ગરિમા અને મહિલાના વિવાદાસ્પદ ભૂતકાળના પુરાવા છે. પોલીસ તપાસ અને મેડિકલ પુરાવા જ સ્પષ્ટ કરશે કે આ હકીકત છે કે કોઈ મોટું કાવતરું.

Tags:
Latest Newsતાજા સમાચારMedia Debateમીડિયા ચર્ચાWomen Safety
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026