મારું ગુજરાત

બોટાદમાં હૃદયદ્રાવક ઘટના, બે સંતાનો સાથે માતાએ ટ્રેન નીચે ઝંપલાવ્યું; માતા-પુત્રીનાં મોત

28 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
બોટાદમાં હૃદયદ્રાવક ઘટના, બે સંતાનો સાથે માતાએ ટ્રેન નીચે ઝંપલાવ્યું; માતા-પુત્રીનાં મોત

Botad Train Accident: બોટાદમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક માતાએ પોતાના બે સંતાનો સાથે ટ્રેન નીચે ઝંપલાવ્યું હતું. આ દુર્ઘટનામાં માતા અને પુત્રીનાં મોત નીપજ્યાં છે, જ્યારે પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. તેને તાત્કાલિક સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ બોટાદ પોલીસ અને રેલવે પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

માતાએ બે સંતાનો સાથે માલગાડી નીચે ઝંપલાવ્યું
મળતી માહિતી મુજબ, બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ટાટમ ગામનાં રહેવાસી અને હાલ બોટાદમાં રહેતાં આરતી કહોદરીયાએ પોતાના બે સંતાનો સાથે ટ્રેન નીચે ઝંપલાવ્યું હતું. બોટાદથી ધોળા તરફ જઈ રહેલી માલગાડી નીચે ઝંપલાવતાં માતા અને પુત્રીનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. માતા અને પુત્રીનાં મોતના સમાચારથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ઘરકંકાસની ચર્ચા, પોલીસ તપાસ શરૂ
મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જોકે, ઘરકંકાસના કારણે આ ઘટના બની હોવાની ચર્ચા થઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ બોટાદ પોલીસ અને રેલવે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Tags:
#LocalNews#Heartbreaking#GujaratSamachar#BotadAccident#ViralNews
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026