મારું ગુજરાત

અફવા કે કોઈ કાવતરું? સતત મળી રહેલી ધમકીઓ વચ્ચે બોટાદ કલેક્ટર કચેરીને પણ આવ્યો બોમ્બથી ઉડાવી દેવાનો ઈ-મેઈલ

31 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
અફવા કે કોઈ કાવતરું? સતત મળી રહેલી ધમકીઓ વચ્ચે બોટાદ કલેક્ટર કચેરીને પણ આવ્યો બોમ્બથી ઉડાવી દેવાનો ઈ-મેઈલ

Botad bomb threat news Gujarat: બોટાદ જિલ્લામાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાની માહિતી સામે આવતા ભારે ખળભળાટ મચી ગયો હતો. આ ધમકી ઈ-મેઈલ મારફતે આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ધમકી મળતા જ જિલ્લા પ્રશાસન અને પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું હતું અને તાત્કાલિક સુરક્ષા પગલાં લેવામાં આવ્યા હતા.

શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, બોટાદ શહેરના ખસ રોડ પર આવેલી કલેક્ટર કચેરીને અજાણ્યા શખ્સ દ્વારા ઈ-મેઈલ મોકલી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ધમકીની જાણ થતાં જ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. સાથે જ LCB, SOG અને ડોગ સ્ક્વોડની ટીમોએ પણ સ્થળ પર પહોંચી સઘન તપાસ હાથ ધરી હતી.

કચેરીના દરેક ખૂણાની વિગતવાર તપાસ કરવામાં આવી
પોલીસ દ્વારા સમગ્ર કલેક્ટર કચેરી પરિસર ખાલી કરાવી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. કચેરીના દરેક ખૂણાની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. ડોગ સ્ક્વોડ દ્વારા પણ સંદિગ્ધ વસ્તુઓ માટે ચકાસણી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન અધિકારીઓએ કચેરીમાં આવતા-જતા લોકો પર પણ નજર રાખી હતી અને સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દેવામાં આવી હતી. લગભગ કેટલાંક કલાકોની સઘન તપાસ બાદ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. જોકે, ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ યથાવત રાખવામાં આવી છે.

પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
DySP મહર્ષિ રાવલે મીડિયાને જણાવ્યું હતું કે, કલેક્ટર કચેરીને મળેલી બોમ્બની ધમકી અંગે તાત્કાલિક પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તમામ સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી છે અને સઘન ચકાસણી બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે, ધમકી ઈ-મેઈલ મારફતે આપવામાં આવી હોવાથી સાયબર ટીમને પણ તપાસમાં જોડવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા ધમકી આપનાર ઈ-મેઈલની ટેક્નિકલ તપાસ શરૂ કરવામાં આવી છે. ઈ-મેઈલ કયા સ્થળેથી અને કયા સર્વર મારફતે મોકલવામાં આવ્યો હતો તેની માહિતી મેળવવા પ્રયાસો ચાલી રહ્યા છે. ધમકી આપનાર વ્યક્તિની ઓળખ કરવા માટે સાયબર ક્રાઇમ સેલ સક્રિય રીતે કાર્યરત થઈ છે.

નાગરિકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ
પોલીસ તંત્રએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે અને કોઈ પણ શંકાસ્પદ માહિતી હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા વિનંતી કરી છે. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ટૂંક સમયમાં સત્ય બહાર આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Tags:
Government Officeસરકારી કચેરીCyber Crimeસાયબર ક્રાઈમPolice Action
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026