મારું ગુજરાત

'અમારી તાકાત અહીં છે, એટલે તાકાત લેવા તો આવવું પડે ને', વડતાલમાં CMનું સૂચક નિવેદન

23 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
'અમારી તાકાત અહીં છે, એટલે તાકાત લેવા તો આવવું પડે ને', વડતાલમાં CMનું સૂચક નિવેદન

Vadtal Kartiki Samaiya 2026: વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ધોલેરાધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે ભવ્ય કાર્તિકી સમૈયાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મંદિર પરિસરમાં પહોંચ્યા બાદ તેમણે સૌપ્રથમ સ્વામિનારાયણ ભગવાનનાં દર્શન કર્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રીના હસ્તે હરિકૃષ્ણ મહારાજ પ્રાથમિક કુમારશાળાનું ઉદ્ઘાટન અને ગોપાળાનંદ સ્વામી અતિથિ ભુવનના વિસ્તરણ કાર્યનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સંબોધન કરતાં મુખ્યમંત્રીએ રાજકારણ અને સત્સંગના સંદર્ભમાં સૂચક નિવેદન આપ્યું હતું કે, ‘અમારી તાકાત અહીં છે, એટલે તાકાત લેવા તો આવવું પડે ને! તો સરખું ચાલે ને.’

‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના મંત્રનો ઉલ્લેખ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, હરિભક્તોને એવો પ્રશ્ન થતો હશે કે સત્સંગની વચ્ચે આ બધું રાજકારણ ક્યાંથી આવ્યું? ભગવાન સ્વામિનારાયણે પણ જીવનમાં દરેક વ્યક્તિને સાથે લઈને કેવી રીતે આગળ વધવું તેનો સંદેશ આપ્યો છે અને આપણે એ જ માર્ગે આગળ વધી રહ્યા છીએ. વધુમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યમંત્ર ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’નો ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે, આચાર્ય પણ જણાવી રહ્યા હતા કે સરકારની યોજનાઓ બનાવતી વખતે હંમેશાં નાનો માણસ અને છેવાડાનો માણસ કેન્દ્રસ્થાને રહ્યો છે. આ જ કારણે આઝાદી પછી ભારતમાં સૌથી મોટું પરિવર્તન આવ્યું છે અને 50 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે.

શાળા અને અતિથિ ભુવનના વિસ્તરણનું લોકાર્પણ
વડતાલધામ ખાતે મુખ્યમંત્રીના હસ્તે શિક્ષણ અને યાત્રાળુઓની સુવિધામાં વધારો કરતા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં નવનિર્મિત હરિકૃષ્ણ મહારાજ પ્રાથમિક કુમારશાળાનું ઉદ્ઘાટન અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બહારગામથી આવતા હરિભક્તો અને મુલાકાતીઓની સુવિધા માટે તૈયાર કરવામાં આવેલા ગોપાળાનંદ સ્વામી અતિથિ ભુવનના વિસ્તરણ કાર્યનું પણ લોકાર્પણ કરાયું હતું. નરસંડા ચોકડી નજીક તૈયાર કરવામાં આવેલા અક્ષરનિવાસી શ્યામવલ્લભદાસજી સ્વામી સ્મૃતિ દ્વારનું પણ મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રકલ્પો શરૂ થવાથી સ્થાનિક વિદ્યાર્થીઓને શિક્ષણની વધુ સારી સુવિધા મળશે, જ્યારે વડતાલધામની મુલાકાતે આવતા શ્રદ્ધાળુઓ માટે રહેવાની વ્યવસ્થામાં પણ વધારો થશે.

હરિકૃષ્ણ મહારાજ પ્રાથમિક કુમારશાળાનું ઉદ્ઘાટન.

નવી શાળાના નિર્માણમાં મંદિરનું યોગદાન
મુખ્યમંત્રીએ નવી બનેલી સરકારી શાળાના નિર્માણ માટે મંદિર દ્વારા સંપૂર્ણ ખર્ચ આપવામાં આવ્યો હોવાની બાબતનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ પ્રસંગે 75 વર્ષ જૂની શાળા અને આશરે ચાર કરોડ રૂપિયાના ખર્ચનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વડતાલધામમાં કાર્તિકી સમૈયા દરમિયાન એક તરફ આસ્થા અને ભક્તિનો ઉત્સવ યોજાઈ રહ્યો છે, તો બીજી તરફ શિક્ષણ અને વિકાસનાં નવાં કાર્ય પણ શરૂ થઈ રહ્યાં છે. વડાપ્રધાનના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના સંદેશનો ઉલ્લેખ કરતાં આ પ્રસંગને વિરાસત અને વિકાસના સમન્વયનું ઉદાહરણ ગણાવવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીએ વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી
કાર્તિકી સમૈયામાં સહભાગી બનેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત સંતો, મહંતો અને હરિભક્તોનું અભિવાદન કર્યું હતું. તેમણે વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આ પ્રસંગે શાળા અને પ્રવેશદ્વારના લોકાર્પણની તક મળવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.

આણંદમાં દાદા ભગવાનના 119મા જન્મજયંતી મહોત્સવમાં હાજરી
વડતાલના કાર્યક્રમ પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ જિલ્લાના વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આણંદ ખાતે પૂજ્ય દાદા ભગવાનની 119મી જન્મજયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ દાદા ભગવાનનાં દર્શન કરી મન, વચન અને કર્મથી માનવકલ્યાણની સેવા કરવા માટે આશીર્વાદ મેળવ્યા હતા. તેમણે દાદાની મૂર્તિ તેમજ દાદા-નીરુમાના ફોટાનું ભાવપૂર્વક પૂજન કર્યું હતું અને આરતીમાં પણ ભાગ લીધો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાદા ભગવાનના દર્શન કર્યા.

વલાસણમાં મેલડી માતાજીનાં દર્શન કર્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદના વલાસણ ખાતે આવેલા શ્રી મેલડી માતાના મંદિરે પણ દર્શન કર્યા હતા. તેમણે માતાજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ભાવપૂર્ણ વંદન કર્યા હતા. ત્યારબાદ મંદિરના પ્રાંગણમાં આવેલા મેલડી માતાજીના પ્રાગટ્ય સ્થાન એવા ‘સિંદૂરિયા કેરડા’ના વૃક્ષનાં દર્શન કર્યા હતા. મંદિરના પૂજારી યોગેશ ત્રિવેદીએ મુખ્યમંત્રીને મંદિરની મહિમા અને ઐતિહાસિક મહત્ત્વ વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે પૂજારી દ્વારા મુખ્યમંત્રીને માતાજીની પ્રતિકૃતિ, ચુંદડી અને પ્રસાદ ભેટરૂપે આપવામાં આવ્યા હતા.

Tags:
GujaratVandanGujarat PoliticsGopalanand Swami Atithi BhavanHarikrishna Maharaj Primary SchoolGujarat CM
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026