મારું ગુજરાત

ભાવનગર-તળાજા હાઈવે પર ગમખ્વાર અકસ્માત! પૂરપાટ ઝડપે બોલેરો ટ્રેલર પાછળ ઘૂસી, 6ના મોત

6 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
ભાવનગર-તળાજા હાઈવે પર ગમખ્વાર અકસ્માત! પૂરપાટ ઝડપે બોલેરો ટ્રેલર પાછળ ઘૂસી, 6ના મોત

Bhavnagar Accident: ભાવનગર-તળાજા-સોમનાથ હાઈવે પર આજે 6 ઓક્ટોબરે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. તળાજા તાલુકાના ત્રાપજ ગામ નજીક ચા-પાણી માટે ઉભેલા ટ્રેલરની પાછળ પૂરપાટ ઝડપે આવેલી બોલેરો ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બોલેરોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. આ અકસ્માતમાં બોલેરોમાં સવાર 6 લોકોનાં મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતકો અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં નોકરી માટે જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

બોલેરોમાં સવાર 6 લોકોનાં મોત
અકસ્મતમાં મોતને ભેટેલા લોકોમાં વિજયભાઈ, સાધુભાઈ, જીજ્ઞેશભાઈ, ભાર્ગવભાઈ, હિરેનભાઈ અને યોગેશભાઈનો સમાવેશ થાય છે. જ્યારે જયેશભાઈ નામની વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેમને પ્રથમ ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

ટ્રેલર પાછળ ઘૂસી ગઈ બોલેરો
મળતી માહિતી મુજબ, તળાજા તાલુકાના ત્રાપજ ગામ નજીક RJ-31-GA-9871 નંબરનું ટ્રેલર ઊભું હતું. ટ્રેલર ચાલક ચા-પાણી પીવા માટે રસ્તા પર ઊભો રહ્યો હતો. આ દરમિયાન GJ-04-EP-2599 નંબરની બોલેરો પૂરપાટ ઝડપે આવી અને ટ્રેલરની પાછળ ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બોલેરોનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ થઈ ગયો હતો.

અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં નોકરીએ જતા હતા
સૂત્રોના જણાવ્યા અનુસાર, બોલેરોમાં સવાર લોકો અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના પ્લોટ નંબર 24/B અને પ્લોટ નંબર 137ના સ્ટાફ હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓ નોકરી માટે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ કાળનો ભેટો થયો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે હાઈવે પર પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Tags:
Vehicle Accidentવાહન અકસ્માતBolero Crashબોલેરો ક્રેશHighway Accident
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026