મારું ગુજરાત

ભરૂચની વાગરા GIDCમાં ભયાનક બ્લાસ્ટ! ફાર્મા કંપનીના રિએક્ટરમાં વિસ્ફોટ, 5 શ્રમિકોનાં મોત

17 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
ભરૂચની વાગરા GIDCમાં ભયાનક બ્લાસ્ટ! ફાર્મા કંપનીના રિએક્ટરમાં વિસ્ફોટ, 5 શ્રમિકોનાં મોત

Bharuch Blast News: ભરૂચ જિલ્લાના વાગરા GIDCમાં આવેલી ફાર્મા કંપનીમાં રિએક્ટર બ્લાસ્ટની ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. સેનઝીલ ફાર્મા કેમ પ્રાઈવેટ લિમિટેડમાં 15 હજાર લિટરની ક્ષમતા ધરાવતા રિએક્ટરમાં મોડી રાત્રે પ્રચંડ ધડાકો થતાં પાંચ શ્રમિકોનાં મોત થયાં હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. જ્યારે અન્ય છ શ્રમિકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે કંપનીમાં અફરાતફરી મચી ગઈ હતી અને આસપાસના વિસ્તારમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો.

રિએક્ટરમાં પ્રચંડ બ્લાસ્ટથી ફેક્ટરીમાં ભારે નુકસાન
મળતી માહિતી અનુસાર, શુક્રવારે મોડી રાત્રે કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે અચાનક રિએક્ટરમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. ધડાકો એટલો તીવ્ર હતો કે ફેક્ટરીની મશીનરીના ભાગો અને શેડને ભારે નુકસાન થયું હતું. બ્લાસ્ટનો અવાજ આસપાસના આશરે 15 કિલોમીટર વિસ્તાર સુધી સંભળાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ધડાકાથી ગભરાયેલા સ્થાનિક લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.

5 શ્રમિકોનાં મોત, 6ની હાલત ગંભીર
આ દુર્ઘટનામાં પાંચ શ્રમિકોનાં મોત થયાં હોવાનું અહેવાલોમાં જણાવાયું છે, જ્યારે અન્ય છ શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચની એપેક્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોનાં મૃતદેહોને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

મૃતકોનાં નામ
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતકોમાં નીચેના શ્રમિકોનો સમાવેશ થાય છે:

  • જયદીપ પટેલ (ઉંમર 27 વર્ષ)

  • અનિકેત કુમાર (ઉંમર 24 વર્ષ)

  • અર્જુન રામ સિંહ (ઉંમર 20 વર્ષ)

  • વૃંદ તાલવિયા

એક મૃતકની ઓળખ હજુ બાકી

ગેસ ગળતરની આશંકાથી વિસ્તારમાં ભયનો માહોલ
રિએક્ટર બ્લાસ્ટ બાદ ગેસ ગળતર જેવી સ્થિતિ સર્જાઈ હોવાના અહેવાલોને પગલે આસપાસના લોકોમાં ચિંતા ફેલાઈ હતી. ધડાકાની તીવ્રતાને કારણે કંપનીના પરિસરમાં ભારે નુકસાન થયું હોવાનું પણ જાણવા મળ્યું છે. ઘટનાનું ચોક્કસ કારણ શું હતું, રિએક્ટરમાં બ્લાસ્ટ કેવી રીતે થયો અને સુરક્ષાની વ્યવસ્થામાં કોઈ ખામી હતી કે નહીં, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. દુર્ઘટનાને પગલે ઔદ્યોગિક એકમોમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સલામતીના નિયમો અને શ્રમિકોની સુરક્ષાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.

Tags:
#GujaratVandan#IndustrialSafety#BharuchNews#BreakingNewsરાસાયણિક રિએક્ટર બ્લાસ્ટ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026