મારું ગુજરાત

ભરૂચમાં સરકારી વકીલોના અચાનક રાજીનામાથી ખળભળાટ! મુખ્ય સરકારી વકીલ અને APPએ છોડ્યું પદ

2 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
ભરૂચમાં સરકારી વકીલોના અચાનક રાજીનામાથી ખળભળાટ! મુખ્ય સરકારી વકીલ અને APPએ છોડ્યું પદ

Bharuch News: ભરૂચ જિલ્લામાં મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યા અને મદદનીશ સરકારી વકીલ (APP) નીલમ મિસ્ત્રીએ અચાનક સરકારમાં રાજીનામું આપી દેતાં કાનૂની આલમમાં ભારે ચકચાર મચી છે. સરકારે બંનેના રાજીનામા મંજૂર કર્યા બાદ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર (APP) જે.બી. પંચાલને જિલ્લા સરકારી વકીલનો વધારાનો ચાર્જ સોંપ્યો છે. જો, કે બંને સરકારી વકીલોએ અચાનક રાજીનામું આપવાનો ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. રાજીનામા પાછળના કારણ અંગે બંને તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

ચકચારી કેસોમાં પરેશ પંડ્યાએ કરી હતી દમદાર રજૂઆત
મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યા ભરૂચ જિલ્લામાં અનેક મહત્વના અને ચકચારી કેસોમાં સરકાર પક્ષે રજૂઆત કરી ચૂક્યા છે. ઝઘડિયામાં બાળકી પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં તેમણે કોઈ ફી લીધા વિના સરકાર પક્ષે દલીલો કરી આરોપીને ફાંસીની સજા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત હાંસોટ રમખાણો અને ડબલ મર્ડર કેસ, વટારીયા સુગરમાં ગેરવહીવટનો કેસ તથા હીરા જોટવા સામેના મનરેગા કૌભાંડ જેવા કેસોમાં પણ તેમણે સરકાર પક્ષે દલીલો કરી હતી.

ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન વિભાગે રાજીનામા નકારવાની ભલામણ કરી
બંને સરકારી વકીલોના રાજીનામા બાદ ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન વિભાગ પણ સક્રિય બન્યો છે. મળતી માહિતી મુજબ, વિભાગે બંનેના રાજીનામા અસ્વીકાર કરીને તેમને ફરજ પર યથાવત રાખવા સરકારને ભલામણ કરી છે. આ ભલામણ પાછળ ભરૂચ જિલ્લા કોર્ટમાં સરકારી વકીલોના મહેકમની સ્થિતિ પણ મહત્વનું કારણ હોવાનું માનવામાં આવે છે.

સરકારી વકીલોના મહેકમની પણ ગંભીર કટોકટી
વર્ષ 2022માં ભરૂચ જિલ્લામાં પાંચ મદદનીશ સરકારી વકીલોની નિમણૂક કરવામાં આવી હતી. જોકે, તેમાંથી ચાર વકીલો વિવિધ કારણોસર સેવામુક્ત થઈ ચૂક્યા છે. આ સ્થિતિમાં મુખ્ય સરકારી વકીલ અને APPના રાજીનામાથી જિલ્લા કોર્ટમાં સરકારી પક્ષની કાનૂની કામગીરીને લઈને વધુ ચિંતા ઊભી થઈ છે. હવે સરકાર આ રાજીનામા અંગે શું નિર્ણય લે છે અને નવા સરકારી વકીલોની નિમણૂક ક્યારે થાય છે તેના પર સૌની નજર છે.

Tags:
ભરૂચ કોર્ટસરકારી વકીલનું રાજીનામુંગુજરાતવંદનGujaratvandanGujarat Government Lawyers
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026