મારું ગુજરાત

ગુજરાતમાં ખાનગી કેબ એગ્રીગેટર કંપનીઓનો ખેલ ખતમ! અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટમાં 20 નવેમ્બરથી 'ભારત ટેક્સી' શરૂ થશે

8 નવેમ્બર, 2025•
GVGujaratvandan team
ગુજરાતમાં ખાનગી કેબ એગ્રીગેટર કંપનીઓનો ખેલ ખતમ! અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટમાં 20 નવેમ્બરથી 'ભારત ટેક્સી' શરૂ થશે

Gandhinagar News: ભારતમાં ખાનગી કેબ એગ્રીગેટર કંપનીઓની મનસ્વી નીતિઓ, ઊંચા ભાડા અને ડ્રાઈવરો પાસેથી વસૂલાત થતા ભારે કમિશન સામે હવે કેન્દ્ર સરકાર નવી પહેલ લઈને આવી રહી છે. કેન્દ્ર સરકારના સહકાર વિભાગ હેઠળ દેશની પહેલી સહકારી ટેક્સી સેવા ‘ભારત ટેક્સી’ શરૂ થવા જઈ રહી છે. આ સેવા 20 નવેમ્બરથી ટ્રાયલ બેઝ પર શરૂ થશે, જ્યારે ડિસેમ્બરથી નિયમિત રીતે કાર્યરત બનશે.

ડ્રાઇવરો સહ-માલિકો તરીકે જોડાશે
આ રાષ્ટ્રીય સ્તરની સહકારી રાઈડ-હેલિંગ સેવા કેન્દ્રીય સહકાર મંત્રાલય અને રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ વિભાગના સંયુક્ત પ્રયાસથી વિકસાવવામાં આવી છે. આ પ્લેટફોર્મની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ડ્રાઇવરો સહ-માલિકો (co-owners) તરીકે જોડાશે. હાલ ખાનગી કેબ સેવાઓમાં ડ્રાઇવરોને પોતાની કમાણીમાંથી 25 ટકા સુધી કમિશન આપવું પડે છે, જ્યારે ભારત ટેક્સી “નો કમિશન મોડેલ” પર કામ કરશે. ડ્રાઈવરોને ફક્ત એક નક્કી કરેલી ફી ચૂકવવી પડશે, અને બાકી આખી કમાણી સીધી તેમની પાસે જશે.

સારથી તરીકે ઓળખાશે ડ્રાઇવર
ડ્રાઈવરોને આ યોજનામાં “સારથી” તરીકે ઓળખવામાં આવશે, જે તેમને આર્થિક અને સામાજિક ગૌરવ આપશે.

ઉચ્ચ ભાડા અને સલામતીના પ્રશ્નોનો અંત
ખાનગી કેબ સેવાઓ અંગે ગ્રાહકો દ્વારા વારંવાર ઉચ્ચ ભાડા, પીક અવર્સમાં surge pricing, તેમજ સલામતીના પ્રશ્નોને લઈને ફરિયાદો ઉઠતી રહી છે. ભારત ટેક્સીનો મુખ્ય હેતુ આ સમસ્યાઓને સમાપ્ત કરીને મુસાફરોને પોસાય તેવી, પારદર્શક અને સુરક્ષિત સેવા પૂરી પાડવાનો છે. તેમાં મહિલા ડ્રાઇવરોને પણ જોડવામાં આવશે, જેથી મહિલા મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી શકે.

દિલ્લીથી શરૂ, હવે ગુજરાતમાં પણ તૈયારી
ભારત ટેક્સીનો પાયલોટ પ્રોજેક્ટ ડિસેમ્બરથી દિલ્લીમાં શરૂ થશે, જેમાં 650 જેટલા ડ્રાઇવરો જોડાશે. પ્રોજેક્ટ સફળ બન્યા બાદ દેશના અન્ય રાજ્યોમાં પણ આ સેવાનો વિસ્તાર કરવામાં આવશે. ગુજરાત માટે પણ આ પહેલ મહત્વપૂર્ણ છે. ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં આ સહકારી ટેક્સી સેવા શરૂ કરવાનો સરકારનો પ્લાન છે. આ માટે રાજ્યના સહકાર વિભાગે રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગ સાથે મળી જરૂરી કેબ એગ્રીગેટર લાયસન્સની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

ઝડપથી લાયસન્સ મેળવી ગુજરાતમાં આ સેવા શરૂ કરવાનો સરકારનો લક્ષ્ય
સરકારનું લક્ષ્ય છે કે ઝડપથી લાયસન્સ મેળવીને ગુજરાતમાં આ સેવા શરૂ કરવામાં આવે, જેથી ડ્રાઇવરોને આર્થિક સશક્તિકરણ મળે અને મુસાફરોને ભરોસાપાત્ર પરિવહન વિકલ્પ પ્રાપ્ત થાય. ‘ભારત ટેક્સી’ ટેક્નોલોજી, સહકાર અને સામાજિક ન્યાયના સિદ્ધાંતોને જોડતી એવી પહેલ બની શકે છે, જે ભારતીય પરિવહન ક્ષેત્રમાં એક નવો સહકારી યુગ લાવશે.

Tags:
Surge PricingRide SharingTransportGujarat NewsMy Gujarat
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026