મારું ગુજરાત

બગદાણા કેસ: માયાભાઈ આહીરના પુત્ર જયરાજ સહિત 6 આરોપીઓના જામીન મંજૂર, 14મા દિવસે જેલ બહાર આવશે

7 ફેબ્રુઆરી, 2026•
GVGujaratvandan team
બગદાણા કેસ:  માયાભાઈ આહીરના પુત્ર જયરાજ સહિત 6 આરોપીઓના જામીન મંજૂર, 14મા દિવસે જેલ બહાર આવશે

Bhavnagar News: ભાવનગરના બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં આજે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્ય આરોપી અને જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર સહિત કુલ 6 શખસોની જામીન અરજી મહુવા કોર્ટે ગ્રાહ્ય રાખી છે. જયરાજ આહીરના વકીલ ગુણવંત આહીરે પુષ્ટિ કરી છે કે કોર્ટે શરતી જામીન મંજૂર કરતા સાંજ સુધીમાં તમામ આરોપીઓ જેલમાંથી મુક્ત થઈ શકે છે. 13 દિવસના જેલવાસ બાદ આ આદેશ આવતા આહીર સમાજ અને સમર્થકોમાં રાહતની લાગણી છે, જ્યારે કોળી સમાજમાં આ ચુકાદાના મિશ્ર પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે.

અંતે કોર્ટે આરોપીઓને આપી રાહત
નવનીત બાલધિયા પર પાઈપ અને ધોકા વડે હુમલો કરવાના કેસમાં જયરાજ આહીર, નાજુ કામળીયા, કાના કામળીયા, સંજય ચાવડા, દિનેશ સોલંકી અને અજય ભાલીયાની જામીન અરજી પર મહુવા કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આરોપી પક્ષના વકીલોએ તપાસમાં સહયોગ અને પુરાવાઓની નબળી કડીઓ રજૂ કરી જામીનની માંગ કરી હતી, જ્યારે પીડિત પક્ષ અને સરકારી વકીલે તપાસને અસર પહોંચવાની ભીતિ દર્શાવી જામીનનો વિરોધ કર્યો હતો. જોકે, બંને પક્ષોની લાંબી દલીલો સાંભળ્યા બાદ કોર્ટે શરતી મુક્તિનો આદેશ આપ્યો છે, જે અંતર્ગત આરોપીઓએ તપાસમાં સહયોગ આપવો પડશે અને સોશિયલ મીડિયા પર કોઈ વિવાદાસ્પદ ટિપ્પણી ન કરવાની શરત મૂકી હોવાનું જાણવા મળ્યું છે.

અગાઉ 8 શખસોને મળી હતી મુક્તિ
બગદાણા પ્રકરણમાં કુલ 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ અગાઉ 2 ફેબ્રુઆરીના રોજ કોર્ટે 8 આરોપીઓના શરતી જામીન મંજૂર કર્યા હતા, જેમાં રાજુ ભમ્મર અને ભાવેશ ચેલાણા સહિતના શખસોનો સમાવેશ થતો હતો. હવે બાકી રહેલા જયરાજ આહીર સહિતના 6 મુખ્ય આરોપીઓને પણ જામીન મળી જતાં આ કેસના તમામ સંડોવાયેલા શખસો હવે જેલમુક્ત થશે. ઉલ્લેખનીય છે કે, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની તપાસ અને ટેકનિકલ પુરાવાઓના આધારે જયરાજની ધરપકડ કરવામાં આવી હતી, જેને પગલે સમગ્ર ગુજરાતમાં આ કેસ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.

શું હતો સમગ્ર વિવાદ?
આ વિવાદની શરૂઆત મુંબઈમાં આયોજિત માયાભાઈ આહીરના એક લોક ડાયરાથી થઈ હતી. આ કાર્યક્રમમાં માયાભાઈએ યોગેશ સાગરને બગદાણા આશ્રમના 'મેનેજિંગ ટ્રસ્ટી' કહ્યા હતા. નવનીત બાલધિયાએ ફોન કરીને સ્પષ્ટતા કરી હતી કે આશ્રમમાં આવું કોઈ પદ નથી. માયાભાઈએ ભૂલ સ્વીકારી માફી માંગી હતી, પરંતુ ત્યારબાદ નવનીત બાલધિયા પર 29મી ડિસેમ્બર 2025ની રાત્રે આઠ જેટલા શખસોએ પાઈપ અને ધોકા વડે હિંસક હુમલો કર્યો હતો. નવનીત બાલધિયાએ આક્ષેપ કર્યો છે કે માયાભાઈએ માફી માંગી તે તેમના પુત્ર જયરાજને પસંદ ન પડતા તેણે આ હુમલાનું ષડયંત્ર રચ્યું હતું. આ ઘટના બાદ ભાવનગર સહિત સમગ્ર રાજ્યના કોળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ન્યાયની માંગ સાથે આત્મવિલોપનના પ્રયાસો અને દાખાવો કર્યો હતો. કેસની ગંભીરતાને જોતા રાજ્ય સરકારના આદેશથી IPS અધિકારીના નેતૃત્વમાં SITની રચના કરાઈ હતી.

Tags:
કોર્ટ નિર્ણયઆહીર સમાજSIT તપાસકાયદાકીય સમાચારગુના સમાચાર
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026