મારું ગુજરાત

સુરતના કડોદરામાં 18 પશુઓની ગેરકાયદેસર હેરાફેરી ઝડપાઈ: બે આરોપીઓની ધરપકડ, એક ફરાર

3 જૂન, 2026•
GVGujaratvandan team
સુરતના કડોદરામાં 18 પશુઓની ગેરકાયદેસર હેરાફેરી ઝડપાઈ: બે આરોપીઓની ધરપકડ, એક ફરાર

Illegal buffalo transportation surat: સુરત જિલ્લાના કડોદરા GIDC પોલીસ સ્ટાફે પશુઓની ગેરકાયદેસર હેરાફેરી સામે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. પેટ્રોલિંગ દરમિયાન પોલીસે એક આઇસર ટેમ્પોને અટકાવી તપાસ કરતાં તેમાં પશુઓને અમાનવીય રીતે ભરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહીમાં પોલીસે કુલ 18 પશુઓ તેમજ વાહન સહિત અંદાજે 5.80 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. સાથે જ બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી હાલ ફરાર હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

18 પશુઓની અમાનવીય રીતે હેરાફેરી
મળતી વિગતો મુજબ, કડોદરા ચાર રસ્તાથી બારડોલીની દિશામાં જતા નેશનલ હાઇવે નંબર-56 પર પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન શંકાસ્પદ લાગતા એક આઇસર ટેમ્પોને રોકી તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટેમ્પામાં 17 ભેંસો અને એક પાડા સહિત કુલ 18 પશુઓને ખૂબ જ સાંકડી જગ્યામાં ખીચોખીચ ભરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પશુઓને ટૂંકી દોરીઓ વડે બાંધી દેવામાં આવ્યા હોવાથી તેમની હલનચલન પણ મુશ્કેલ બની રહી હતી. પોલીસ તપાસમાં વધુમાં જાણવા મળ્યું કે વાહનમાં પશુઓ માટે પીવાના પાણી કે ઘાસચારા જેવી મૂળભૂત વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ ન હતી. ઉપરાંત, પશુ પરિવહન માટે ફરજિયાત ગણાતા પશુચિકિત્સક અથવા સક્ષમ અધિકારીના પ્રમાણપત્રો પણ રજૂ કરવામાં આવ્યા ન હતા. નિયમોના સ્પષ્ટ ભંગને ધ્યાનમાં રાખીને પોલીસે તરત જ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

2 આરોપીની ધરપકડ, એક ફરાર
આ કેસમાં પોલીસે ટેમ્પોના ડ્રાઇવર મહંમદ તૌસીફ ગુલામભાઈ વ્હોરા તેમજ ક્લીનર મોહમદ ઉવેશ દાઉદ પડિયાની ધરપકડ કરી છે. બંને આરોપીઓ વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પૂછપરછ દરમિયાન પશુઓની વ્યવસ્થા કરનાર અને સમગ્ર હેરાફેરી દરમિયાન પાયલોટિંગ કરનાર તરીકે મિનહાજ યાકુબ દરવેશનું નામ સામે આવ્યું હતું. તે હાલ પોલીસ પકડથી દૂર હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

કુલ 5.80 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
પોલીસે કબજે કરેલા 18 પશુઓની અંદાજિત કિંમત લગભગ 1.80 લાખ રૂપિયા હોવાનું જણાવ્યું છે, જ્યારે જપ્ત કરાયેલા આઇસર ટેમ્પાની કિંમત આશરે 4 લાખ રૂપિયા આંકવામાં આવી છે. આમ, કુલ 5.80 લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે પોતાના કબજામાં લીધો છે. સમગ્ર મામલે કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં પશુઓ પ્રત્યેની ક્રૂરતા નિવારણ અધિનિયમ, ગુજરાત ઢોર નિયંત્રણ કાયદો, ગુજરાત રાજ્ય પશુ હેરાફેરી નિયંત્રણ અધિનિયમ તથા સેન્ટ્રલ મોટર વ્હીકલ નિયમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં પોલીસ દ્વારા અન્ય સંભવિત સંડોવાયેલા લોકોની ભૂમિકા અંગે પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે. કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે. જી. ચૌધરી દ્વારા કરવામાં આવી રહી છે.

Tags:
#પશુસુરક્ષા#મોટોખુલાસો#FastNews#PoliceAction#IndiaNews
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026