મારું ગુજરાત

આણંદમાં વિદેશ જવા ઈચ્છુક યુવાનો સાથે લાખોની ઠગાઈ:સંચાલકોએ 79.80 લાખ રૂપિયાનું ફુલેકું ફેરવ્યું, બોગસ વિઝા આપી પલાયન

10 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
આણંદમાં વિદેશ જવા ઈચ્છુક યુવાનો સાથે લાખોની ઠગાઈ:સંચાલકોએ 79.80 લાખ રૂપિયાનું ફુલેકું ફેરવ્યું, બોગસ વિઝા આપી પલાયન

Anand Overseas Consultancy Visa Fraud: આણંદ શહેરના નાવલીવાળા બિલ્ડિંગમાં આવેલી 'ક્રિશ્ના ઓવરસીઝ કન્સલ્ટન્સી' નામની એજન્સી દ્વારા વિદેશ જવાની ઘેલછા ધરાવતા યુવાનો સાથે મોટો વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. સંચાલકોએ UK, દુબઈ તેમજ વિવિધ યુરોપિયન દેશોના વર્ક અને વિઝિટર વિઝા અપાવવાની લાલચ આપીને અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા. પ્રાથમિક તપાસ અને પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો અનુસાર, એજન્સીના સંચાલકોએ કુલ 13 નિર્દોષ લોકોને પોતાના શિકાર બનાવી રૂ. 79.80 લાખની મસમોટી રકમનું ફુલેકું ફેરવ્યું છે.

સર્બિયાથી શરૂ થયેલી લાલચ UK સુધી પહોંચી
આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે પેટલાદ તાલુકાના સુણાવ ગામના રહેવાસી કુંદનબેન યોગેશભાઈ પટેલે હિંમત દાખવીને પોલીસનો સંપર્ક કર્યો. કુંદનબેને સોશિયલ મીડિયા પર આ કન્સલ્ટન્સીની આકર્ષક જાહેરાત જોઈને સંપર્ક કર્યો હતો. એજન્સીના સંચાલક હાર્દિક હસમુખ શાહ અને તેની પત્ની અંકિતા શાહે શરૂઆતમાં તેમને સર્બિયા મોકલવાનું વચન આપી નાણાં મેળવ્યા હતા. જોકે, પાછળથી રશિયા-યુક્રેન યુદ્ધનું બહાનું ધરી સર્બિયા મોકલવાની ના પાડી દીધી હતી અને તેની જગ્યાએ UKના વિઝિટર વિઝા માટે રૂ. 14 લાખનો ખર્ચ થશે તેમ કહી વધુ રકમ મેળવી લીધી હતી.

નકલી વિઝા અને લાલચ આપીને રૂપિયા પડાવ્યા
કુંદનબેન પાસેથી ટુકડે-ટુકડે રૂ. 4 લાખ લીધા બાદ પણ વિદેશ મોકલવામાં ન આવતા તેમને શંકા ગઈ હતી. જ્યારે તેમણે પોતાના નાણાં પરત માગ્યા ત્યારે સંચાલકો ગોળગોળ જવાબો આપવા લાગ્યા હતા. આ જ રીતે અન્ય 12 જેટલા યુવાનો અને પરિવારજનોને પણ બોગસ વિઝા પધરાવી દેવાયા હતા અથવા વાયદાઓ કરીને લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. ઠગાઈનો ભોગ બનેલા લોકો જ્યારે પોતાની રકમ પરત માગવા એજન્સીની ઓફિસે પહોંચ્યા ત્યારે કૌભાંડીઓની અસલિયત સામે આવી ગઈ હતી.

ઓફિસ બંધ કરીને સંચાલકો ફરાર, પત્ની ઝડપાઈ
પોતાનું કૌભાંડ ખુલ્લું પડી જતાં જ કન્સલ્ટન્સી સંચાલક હાર્દિક શાહ અને તેનો ભાગીદાર ઓફિસ બંધ કરીને રાતોરાત પલાયન થઈ ગયા હતા. જોકે, તમામ સામાન ભેગો કરી ફરાર થવાની ફિરાકમાં રહેલી હાર્દિક શાહની પત્ની અંકિતા શાહને સ્થાનિક લોકો અને ભોગ બનનારે સ્થળ પર જ ઘેરી લીધી હતી. લોકોએ તેને પકડી પાડીને તુરંત જ પોલીસ હવાલે કરી દીધી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.

કૌભાંડનો આંકડો 4 કરોડને પાર જવાની આશંકા
પોલીસની પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી 13 અરજદારો પાસેથી 79.80 લાખ રૂપિયાની ઠગાઈનો આંકડો સામે આવ્યો છે. પરંતુ સ્થાનિક વર્તુળો અને આસપાસના વિસ્તારમાંથી મળી રહેલા અહેવાલો મુજબ, હજુ પણ અનેક લોકો આ 'બંટી-બબલી' જોડીની ઠગાઈનો ભોગ બન્યા હોવાની શક્યતા છે. જેમ-જેમ વધુ ભોગ બનનાર લોકો ફરિયાદ નોંધાવવા સામે આવશે તેમ-તેમ આ કૌભાંડનો કુલ આંકડો રૂ. 4 કરોડથી પણ વધી જાય તેવી પ્રબળ

વિદેશ જવા ઈચ્છુક લોકોએ બોગસ કન્સલ્ટન્સી અને વિઝા ફ્રોડથી બચવા માટે કેટલીક મહત્વપૂર્ણ સાવચેતીઓ રાખવી જરૂરી છે.

  • સરકારી નોંધણીની ચકાસણી કરો: કન્સલ્ટન્સી વિદેશ મંત્રાલય (Ministry of External Affairs) અથવા 'Ministry of External Affairs Registered Recruiting Agent' તરીકે નોંધાયેલી છે કે નહીં તે તપાસો.

  • ઓફિશિયલ વેબસાઇટ પરથી વિઝા કન્ફર્મ કરો: એજન્ટ આપેલા વિઝા અસલી છે કે નકલી તે સંબંધિત દેશની અધિકૃત એમ્બેસી અથવા વિઝા પોર્ટલ (જેમ કે VFS Global) પર જાતે ચેક કરો.

  • રોકડ વ્યવહાર ટાળો: તમામ ચૂકવણી બેંક ટ્રાન્સફર, UPI અથવા ચેક દ્વારા જ કરો અને તેની દરેક પાકી પહોંચ મેળવો.

  • મૂળ દસ્તાવેજો જમા ન કરો: પાસપોર્ટ કે શૈક્ષણિક મૂળ ડિગ્રી સર્ટિફિકેટ્સ લાંબા સમય સુધી એજન્ટ પાસે ન રાખો; માત્ર ઝેરોક્ષ કે સ્કેન કોપી આપો.

  • આકર્ષક વચનોથી સાવધ રહો: "100% વિઝા ગેરંટી", "વિધાઉટ આઈઈએલટીએસ (IELTS) વર્ક પરમિટ", કે "એમ્બેસી ઇન્ટરવ્યુ વગર વિઝા" જેવી આકર્ષક લાલચ આપનારા એજન્ટોથી દૂર રહો.

  • એગ્રીમેન્ટ અથવા કરાર કરો: નાણાં આપતા પહેલા સેવાઓ, ખર્ચ અને રીફંડ પોલિસી (વિઝા ન મળે તો પૈસા પરત કરવાની શરતો) વિશે લેખિત કરાર કરો.

Tags:
ઠગાઈનો પર્દાફાશસપનાનો સોદો#BreakingNews#StudentsAbroad#VisaAlert
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026