મારું ગુજરાત

અમરેલીનું દુધાળા ગામ 'સોલાર વિલેજ' બન્યું, છેલ્લા 2 વર્ષથી એક પણ ઘરનું વીજબીલ આવ્યું નથી!

29 ઑક્ટોબર, 2025•
GVGujaratvandan team
અમરેલીનું દુધાળા ગામ 'સોલાર વિલેજ' બન્યું, છેલ્લા 2 વર્ષથી એક પણ ઘરનું વીજબીલ આવ્યું નથી!

Amreli Dudhala village: સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠી તાલુકાનું નાનું પરંતુ પ્રેરણાદાયક દુધાળા ગામ આજે સમગ્ર ગુજરાત માટે એક અનોખું ઉદાહરણ બની ગયું છે. આ ગામે આધુનિકતા અને પર્યાવરણ પ્રેમનો સંગમ સર્જ્યો છે કારણ કે અહીં છેલ્લા બે વર્ષથી એક પણ ઘરનું વીજબીલ આવ્યું નથી, છતાં દરેક ઘર 24 કલાક વીજળીથી ઝગમગે છે. આ શક્ય બન્યું છે ગામના લોકોની એકતા, દાતાશ્રીઓના સહકાર અને સોલાર ઊર્જાના અસરકારક ઉપયોગથી.

સોલાર પેનલ અને લાઈટ લગાવવામાં આવી
લાઠીથી માત્ર ચાર કિલોમીટર દૂર આવેલું દુધાળા ગામ સંપૂર્ણ રીતે સોલાર સિસ્ટમ પર આધારિત છે. દરેક ઘરમાં સોલાર પેનલ અને લાઈટ લગાવવામાં આવી છે, જે સૂર્યકિરણોથી ઊર્જા ઉત્પન્ન કરી ઘરો, રસ્તાઓ, બગીચા અને જાહેર સ્થળો સુધી પહોંચાડે છે. પરિણામે આખું ગામ ગ્રીન એનર્જીના માર્ગે આગળ વધી રહ્યું છે, જ્યાં વીજબીલની ચિંતા હવે ભૂતકાળ બની ગઈ છે.

દુધાળાની કુલ વસ્તી આશરે 1100 જેટલી
ગામના વિકાસમાં સ્થાનિક દાતાશ્રીઓ અને સરકારી યોજનાઓનું વિશેષ યોગદાન રહ્યું છે. કરોડો રૂપિયાનાં ખર્ચે ગામમાં પીવાનું પાણી, ગટરલાઇન, સીસી રોડ, CCTV કેમેરા, બગીચા અને બાંકડા જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. શેરીઓ સાફસુથરી છે અને સ્વચ્છતાને ગામના લોકો જીવનશૈલીનો ભાગ માને છે. દુધાળાની કુલ વસ્તી આશરે 1100 જેટલી છે, જેમાંથી 500 જેટલા લોકો હાલમાં ગામમાં રહે છે, જ્યારે અન્ય લોકો રોજગાર માટે મોટા શહેરોમાં વસે છે, છતાં તેઓ ગામ સાથેનો લાગણીસભર નાતો જાળવી રાખે છે.

નફાકારક અને આરોગ્યપ્રદ પાક
દુધાળાના 60% થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. રાસાયણિક ખાતરો વિના ખેતી કરીને તેઓ વધુ નફાકારક અને આરોગ્યપ્રદ પાક મેળવે છે. પ્રાકૃતિક ખેતીથી જમીનની ઉર્વરતા જળવાઈ રહે છે અને પર્યાવરણને નુકસાન થતું નથી. ગામમાં સુરક્ષા માટે CCTV કેમેરા સ્થાપિત છે, જેનો સંચાલન ગામના યુવાનો કરે છે. સાંજના સમયે લોકો બગીચામાં ભેગા થઈને સમૂહચેતના અને એકતાનો માહોલ જીવંત રાખે છે.

સૂર્યદેવની ઉર્જા અમારું ઘર પ્રકાશિત રાખે
ગામના લોકો ગૌરવપૂર્વક કહે છે, “અમે હવે વીજબીલની ચિંતા કરતા નથી, સૂર્યદેવની ઉર્જા અમારું ઘર પ્રકાશિત રાખે છે.” દુધાળાએ સાબિત કર્યું છે કે ઈચ્છાશક્તિ અને એકતા હોય તો નાનું ગામ પણ આત્મનિર્ભર બની શકે છે. આ ગામે સૌરાષ્ટ્રને બતાવ્યું છે કે વિકાસ માત્ર શહેરોમાં નહીં, પરંતુ ગામડાંમાં પણ શક્ય છે. આજે દુધાળા “સોલાર ગામ” તરીકે ઓળખાય છે જ્યાં વીજબીલ શૂન્ય છે, પરંતુ વિકાસ અને પ્રકાશ અસીમ છે.

Tags:
Renewable EnergyElectricity BillSolar VillageDudhalaAmreli
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026