મારું ગુજરાત

રાજુલા તાલુકા ભાજપના સો. મીડિયા ઇન્ચાર્જ સામે દુષ્કર્મનો આરોપ, ફોટા પાડી દુષ્કર્મ-બ્લેકમેઇલિંગની ફરિયાદ

21 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
રાજુલા તાલુકા ભાજપના સો. મીડિયા ઇન્ચાર્જ સામે દુષ્કર્મનો આરોપ, ફોટા પાડી દુષ્કર્મ-બ્લેકમેઇલિંગની ફરિયાદ

Amreli Crime News: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભાજપના મીડિયા ઇન્ચાર્જ વિક્રમ સાંખટ સામે એક પરિણીતા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ અને બ્લેકમેઇલિંગ કર્યાના ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ખાંભા તાલુકામાં રહેતી પરિણીતાએ ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે. મહિલાની ફરિયાદના આધારે પોલીસે આરોપી વિક્રમ સાંખટ સામે દુષ્કર્મ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સમૂહલગ્નમાં લઈ જવાના બહાને ઘરે બોલાવી શારીરિક અડપલાં કર્યાનો આક્ષેપ
ફરિયાદ મુજબ, આશરે ત્રણ વર્ષ પહેલાં પરિણીતાનો વિક્રમ સાંખટ સાથે પરિચય થયો હતો. ત્યારબાદ વિક્રમ સાંખટે સમૂહલગ્નમાં લઈ જવાના બહાને મહિલાને વાવેરા ગામે પોતાના ઘરે બોલાવી હતી. ત્યાં તેની મરજી વિરુદ્ધ શારીરિક અડપલાં કર્યા હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત તેના ફોટા પાડીને વાઇરલ કરવાની ધમકી પણ આપી હતી.

પોલીસનો ડર બતાવી ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચર્યાનો આરોપ
મહિલાની ફરિયાદ પ્રમાણે, આશરે એક વર્ષ પહેલાં આરોપી તેના પિયરે પહોંચ્યો હતો. ત્યાં તેણે મહિલાને પોલીસનો ડર બતાવી ધમકાવી હતી અને ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ મહિલાને ઘરના રસોડામાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હોવાનો આરોપ છે. આ સમગ્ર ઘટનાને લઈને પરિણીતાએ હિંમત દાખવી ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. પોલીસે ફરિયાદના આધારે વિક્રમ સાંખટ સામે દુષ્કર્મ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

થોડા સમય પહેલાં જ રાજુલા તાલુકા ભાજપના મીડિયા ઇન્ચાર્જ બન્યા હતા
નોંધનીય છે કે વિક્રમ સાંખટની થોડા સમય પહેલાં જ રાજુલા તાલુકા ભાજપના મીડિયા ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. રાજકીય સંગઠનમાં જવાબદાર હોદ્દો ધરાવતા વ્યક્તિ સામે દુષ્કર્મ અને બ્લેકમેઇલિંગ જેવા ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાતાં સ્થાનિક રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ છે. હાલ ખાંભા પોલીસે મહિલાનું નિવેદન નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:
GujaratVandanRape and Blackmailing CaseKhambha Police FIRRajula BJPAmreli Crime News
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026