મારું ગુજરાત

દિલ્હીની ઘટના બાદ અમદાવાદમાં એક જ દિવસમાં 55 PG-હોસ્ટેલની તપાસ, તમામ સલામત

9 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
દિલ્હીની ઘટના બાદ અમદાવાદમાં એક જ દિવસમાં 55 PG-હોસ્ટેલની તપાસ, તમામ સલામત

AMC structural safety drive: દિલ્હીના સત્ય નિકેતનમાં PG તરીકે ઉપયોગમાં લેવાતી પાંચ માળની ઇમારત ધરાશાયી થતાં સાત લોકોના મોત થયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ એલર્ટ થયું છે. શહેરમાં રહેતા વિદ્યાર્થીઓ અને નોકરિયાતોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે PG, હોસ્ટેલ અને છાત્રાલયોની સ્ટ્રક્ચરલ સેફ્ટી ચકાસવા વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશના પ્રથમ જ દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાં 55 જેટલી ઇમારતોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

PG અને હોસ્ટેલની રૂબરૂ તપાસ કરવામાં આવી
કોર્પોરેશનના શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ અને ટેકનિકલ ટીમ દ્વારા પાંચ અલગ-અલગ ઝોનમાં આવેલી PG અને હોસ્ટેલની રૂબરૂ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઇમારતોમાં તિરાડો, પાયાની મજબૂતાઈ, બાંધકામની સ્થિતિ તેમજ સંભવિત જોખમી બાબતોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરાયું હતું. તંત્રનો મુખ્ય હેતુ ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે જોખમી ઇમારતોની સમયસર ઓળખ કરવાનો છે.

તાત્કાલિક જોખમી સ્થિતિ સામે આવી ન હોવાનું કહેવામાં આવ્યું
પ્રથમ દિવસે તપાસવામાં આવેલી તમામ 55 ઇમારતો પ્રાથમિક દૃષ્ટિએ સલામત હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. તપાસ દરમિયાન કોઈ ગંભીર ખામી અથવા તાત્કાલિક જોખમી સ્થિતિ સામે આવી ન હોવાનું કહેવામાં આવ્યું છે. જોકે, આ સાથે જ કોર્પોરેશને સ્પષ્ટ કર્યું છે કે તપાસ માત્ર 55 ઇમારતો પૂરતી મર્યાદિત નહીં રહે. શહેરમાં આવેલી અન્ય PG અને હોસ્ટેલને પણ આગામી દિવસોમાં ચકાસણીના દાયરામાં લેવામાં આવશે.

સ્ટ્રક્ચરલ સેફ્ટી સર્ટિફિકેટ મેળવવા સૂચના આપવામાં આવી
અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ સહિત તમામ ઝોનમાં આવેલી ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ તથા PGનું સ્ટ્રક્ચરલ સેફ્ટી ચેકિંગ કરવામાં આવશે. તંત્ર દ્વારા સંચાલકોને ઇમારતોની નિયમિત જાળવણી કરવા તેમજ જરૂરી સ્ટ્રક્ચરલ સેફ્ટી સર્ટિફિકેટ મેળવવા સૂચના આપવામાં આવી છે. દિલ્હીની ઘટનામાંથી બોધપાઠ લઈને શરૂ કરાયેલી આ ઝુંબેશનો હેતુ અમદાવાદમાં વિદ્યાર્થીઓ અને નોકરિયાતો માટે વધુ સુરક્ષિત રહેણાંક વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો છે.

Tags:
Gujarat Vandanગુજરાત વંદનGujaratAMC Actionસલામતી
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026