મારું ગુજરાત

AMCની નવી ટેક્નોલોજીથી 2 કલાકમાં પૂરાશે રસ્તાના ખાડા! સમય બચશે, પણ રિપેરિંગનો ખર્ચ વધશે

12 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
AMCની નવી ટેક્નોલોજીથી 2 કલાકમાં પૂરાશે રસ્તાના ખાડા! સમય બચશે, પણ રિપેરિંગનો ખર્ચ વધશે

Ahmedabad Road Repair Technology: અમદાવાદ શહેરમાં હવે રસ્તા પરના ખાડા અને બિસ્માર કૉન્ક્રિટ રોડનું સમારકામ માત્ર બે કલાકમાં થઈ શકશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા રસ્તાના રિપેરિંગ માટે નવી જીઓપોલીમર ટેક્નોલોજી અપનાવવામાં આવી રહી છે. આ પદ્ધતિમાં સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવતો નથી. શહેરના છ ઝોનમાં રૂ. સાડા પાંચ કરોડથી વધુના ખર્ચે આ ફાસ્ટ સેટિંગ ટેક્નોલોજીથી કૉન્ક્રિટ રોડના સમારકામને રોડ એન્ડ બિલ્ડિંગ્સ કમિટીની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે.

જીઓપોલીમર ટેક્નોલોજી કેવી રીતે કામ કરશે?
નવી ટેક્નોલોજીમાં બાઇન્ડર તરીકે સિમેન્ટના બદલે થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસો બાળવાથી નીકળતી રાખ તેમજ ઉદ્યોગોમાંથી મળતા સિલિકા અને એલ્યુમિનિયમ જેવા બાય-પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ સામગ્રીમાંથી તૈયાર થતા મટીરિયલને જીઓપોલીમર કહેવામાં આવે છે. તેમાં માત્ર પાણી ઉમેરીને ખાડામાં ભરવામાં આવે છે અને રસ્તાનું સમારકામ કરવામાં આવે છે. મુખ્યત્વે કૉન્ક્રિટ રસ્તાઓ માટે આ પદ્ધતિનો ઉપયોગ થશે. અમદાવાદમાં હાલ ગણતરીના રસ્તા જ કૉન્ક્રિટના છે, જેમાં સીજી રોડ, બોડકદેવ, વસ્ત્રાપુર અને મણિનગર સહિતના વિસ્તારોના કૉન્ક્રિટ રોડ પર આ ટેક્નોલોજીથી ખાડા પૂરવામાં આવશે.

કાર્બન ફૂટપ્રિન્ટ ઘટશે, પરંતુ રિપેરિંગનો ખર્ચ વધશે
સામાન્ય રીતે થતા રસ્તાના સમારકામની સરખામણીએ જીઓપોલીમર ટેક્નોલોજીનો ખર્ચ થોડો વધુ રહેશે. રોડ એન્ડ બિલ્ડિંગ્સ કમિટીના જણાવ્યા મુજબ મુંબઈના ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ વે સહિત અન્ય શહેરોમાં પણ આ ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. તેના ઉપયોગથી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં મદદ મળશે તેમજ પાણી અને સમયની પણ બચત થશે.

બે કલાકમાં રસ્તો ફરી વાહનવ્યવહાર માટે ખુલશે
આ ટેક્નોલોજીથી સમારકામ કર્યા બાદ રસ્તા પર પાણી છાંટવાની જરૂર રહેશે નહીં. સામાન્ય પદ્ધતિની સરખામણીએ રસ્તો લાંબા સમય સુધી બંધ રાખવાને બદલે માત્ર બે કલાકમાં વાહનવ્યવહાર માટે ખોલી શકાશે. કચરી-કાંકરીથી મુક્ત આ પદ્ધતિ પર્યાવરણની દૃષ્ટિએ પણ ફાયદાકારક માનવામાં આવે છે અને ચોમાસા દરમિયાન પણ તેનો ઉપયોગ કરી શકાય છે. ભવિષ્યમાં જરૂરિયાત મુજબ ડામરના રસ્તાના સમારકામમાં પણ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની શક્યતા છે.

Tags:
#અમદાવાદ#તાજાખબર#MyGujarat#TrafficSolution#RoadRepairTech
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026