મારું ગુજરાત

સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી લૂંટનો આરોપી પોલીસની નજર ચૂકવીને માત્ર 4 મિનિટમાં થયો ફરાર

21 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી લૂંટનો આરોપી પોલીસની નજર ચૂકવીને માત્ર 4 મિનિટમાં થયો ફરાર

Surat Jahangirpura Police Station Lockup Escape: સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં 20 ઓક્ટોબરની વહેલી સવારે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લોકઅપમાં બંધ અને લૂંટ સહિતના અનેક ગંભીર કેસોમાં પોલીસ રિમાન્ડ હેઠળ રહેલો આરોપી અડધી રાતે પોલીસની નજર ચૂકવીને નાસી છૂટ્યો હતો. આ ઘટના બનતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત સમગ્ર પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે અને સુરક્ષા વ્યવસ્થા પર પણ મોટા સવાલો ઊભા થયા છે.

માત્ર 4 મિનિટનો ખેલ અને આરોપી ગાયબ
મળેલી માહિતી મુજબ, 21 વર્ષીય આરોપી પ્રદીપ ઉર્ફે જાડિયો જગદીશભાઈ પાટીલ (રહે. વેડરોડ, સુરત) લોકઅપમાં કેદ હતો. 20 ઓક્ટોબરના રોજ વહેલી સવારે 3:21થી 3:25 વાગ્યા વચ્ચેના માત્ર ચાર જ મિનિટના સમયગાળા દરમિયાન તેણે કોઈક રીતે લોકઅપનો દરવાજો ખોલી નાખ્યો હતો. લોકઅપમાંથી બહાર આવ્યા બાદ ત્યાં ફરજ પર હજાર પોલીસકર્મીઓની નજર ચૂકવીને તે ક્ષણવારમાં પોલીસ સ્ટેશનની બહાર ભાગી છૂટ્યો હતો.

લૂંટ અને હથિયારબંધી જેવા ગંભીર ગુનાઓનો હતો આરોપી
ફરાર થયેલો પ્રદીપ પાટીલ કોઈ સામાન્ય ગુનેગાર નથી. તેની સામે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ લૂંટ, લૂંટ દરમિયાન ઈજા પહોંચાડવી, જીવલેણ હથિયારનો ઉપયોગ કરવો તથા સહિયારા ઈરાદાથી ગુનો આચરવો જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયેલો હતો. આ ઉપરાંત જાહેરનામાના ભંગ બદલ હથિયારબંધીની કલમ પણ તેના પર લગાવવામાં આવી હતી.

રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ, નાકાબંધી સાથે તપાસ તેજ
કાયદેસરની પોલીસ કસ્ટડીમાંથી આરોપી ફરાર થઈ જતાં જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના ASI અરવિંદભાઈ સોમાભાઈએ રાંદેર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પ્રદીપ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની કલમ 262 હેઠળ નવો કેસ દાખલ કરાયો છે. સમગ્ર મામલાની તપાસ PSI પી.જી. ગોહિલને સોંપવામાં આવી છે અને સુરતમાં ઠેર-ઠેર નાકાબંધી કરીને આરોપીને પકડવા માટે ટીમો રવાના કરવામાં આવી છે.

પોલીસની સુરક્ષા અને બેદરકારી સામે ઊભા થયા ગંભીર પ્રશ્નો
જે પોલીસ તંત્ર પર શહેરની કાયદો અને વ્યવસ્થા જાળવવાની મોટી જવાબદારી છે, તે પોતાના જ પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં બંધ આરોપીને ન સાચવી શકી તેનાથી શહેરીજનોમાં આશ્ચર્ય ફેલાયું છે. આટલી સજ્જડ સુરક્ષા વચ્ચે આરોપીએ લોકઅપનો દરવાજો કઈ રીતે ખોલ્યો અને મોડી રાત્રે ફરજ પર રહેલા કર્મચારીઓનું ધ્યાન કેમ ન ગયું, તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આ બનાવમાં કોઈ પોલીસકર્મીની બેદરકારી છે કે કેમ તે બાબત પણ તપાસનો મુખ્ય વિષય બની છે.

Tags:
#SafetyLapse#SuratCrime#ShockingIncident#ViralNews#LawAndOrder
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026