મારું ગુજરાત

ગાંધીનગરમાં તમામ નવા મંત્રીઓને બંગલાની ફાળવણી કરાઈ, જાણો ક્યા મંત્રીને ક્યા નંબરનો બંગલો મળ્યો

3 નવેમ્બર, 2025•
GVGujaratvandan team
ગાંધીનગરમાં તમામ નવા મંત્રીઓને બંગલાની ફાળવણી કરાઈ, જાણો ક્યા મંત્રીને ક્યા નંબરનો બંગલો મળ્યો

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણ બાદ નવા નિયુક્ત થયેલા તમામ મંત્રીઓને ગાંધીનગરના મંત્રી નિવાસ સંકુલમાં બંગલાઓની ફાળવણી કરી દેવામાં આવી છે. કુલ 25 મંત્રીઓ (10 કેબિનેટ, 5 સ્વતંત્ર પ્રભાર અને 3 રાજ્યકક્ષા)એ પદભાર સંભાળ્યા બાદ હવે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બંગલાની ફાળવણીની યાદી જાહેર કરવામાં આવી છે.

નાયબ મુખ્યમંત્રીને 43 નંબરનો બંગલો ફાળવ્યો
માર્ગ અને મકાન વિભાગની યાદી અનુસાર, નવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને આ યાદીમાં બંગલો નંબર 43 ફાળવાયો છે. પ્રાથમિક, માધ્યમિક તથા પ્રૌઢ શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાને રાજભવન સામેના બંગલો નંબર 12Aમાં રહેવા માટે ફાળવણી કરવામાં આવી છે. જોકે કાંતિ અમૃતિયાને પુત્રોના ભ્રષ્ટાચારને કારણે વિવાદમાં સપડાયેલા બચુ ખાબડને જે બંગલો ફાળવ્યો હતો એ જ 33 નંબરનો બંગલો ફાળવ્યો છે.

13 નંબરનો કોઈ બંગલો નથી
ગાંધીનગરમાં મંત્રીઓના બંગલા પાછળ એક રસપ્રદ માન્યતા પ્રવર્તે છે. કુલ 43 જેટલા બંગલાઓમાંથી 13 નંબરનો કોઈ બંગલો નથી કારણ કે આ નંબરને અપશુકનિયાળ માનવામાં આવે છે. તેથી 12 નંબર પછી સીધો જ 12-A નંબર આપવામાં આવ્યો છે. જોકે, નવા મંત્રીઓને બંગલા ફાળવી દેવાયા હોવા છતાં હાલ અનેક બંગલામાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે, જેથી મંત્રીઓને થોડા સમય બાદ રહેવા માટે પ્રવેશ મળી શકશે.

ક્યાં મંત્રીને ક્યા નંબરનો બંગલો મળ્યો

મંત્રી બંગલા નંબર
હર્ષ સંઘવી 43
કનુભાઈ દેસાઈ 22
ઋષિકેશ પટેલ 21
કુંવરજી બાવળિયા 18
જીતુભાઈ વાઘાણી 5
નરેશ પટેલ 20
અર્જુન મોઢવાડિયા 12
ડો. પ્રદ્યુમન વાજા 3
રમણભાઈ સોલંકી 36
પ્રફુલ પાનસેરિયા 31
ડો. મનિષા વકીલ 7
પરસોત્તમ સોલંકી 14
કાંતિલાલ અમૃતિયા 33
રમેશ કટારા 10
દર્શનાબેન વાઘેલા 35
કૌશિકભાઈ વેકરિયા 42
પ્રવિણ માળી 23
ડો.જયરામ ગામીત 15
કમલેશ પટેલ 30
સંજયસિંહ 11
પી.સી. બરંડા 32
સ્વરૂપજી ઠાકોર 38
રિવાબા જાડેજા 12A

મોદીએ પણ 26 નંબરના બંગલામાં રહેવાનું પસંદ કર્યું હતું
ગુજરાતના મુખ્યમંત્રીને ફાળવવામાં આવતો એક નંબરનો બંગલો અપશુકનિયાળ માનવામાં આવતો હોવાથી 2001માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે આવ્યા ત્યારે તેમણે ચીફ મિનિસ્ટર બંગલામાં રહેવાની પ્રણાલી તોડી બંગલા નંબર 1ની બાજુ આવેલા બંગલા નંબર 26માં રહેવાનું પસંદ કર્યું અને ચીફ મિનિસ્ટર બંગલાને પોતાની ઓફિસ બનાવી હતી, જોકે મોદી વડાપ્રધાન થયા પછી આનંદીબહેન પટેલ સીએમ હાઉસમાં રહેવા ગયાં નહીં તોપણ તેમણે એક જ વર્ષમાં સત્તા છોડી દેવી પડી હતી. ત્યાર પછી મુખ્યમંત્રી બનેલા વિજય રૂપાણી પણ બંગલા નંબર 26માં રહેતા હતા, આમ છતાં તેમને પણ સત્તા છોડવી પડી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ 26 નંબરના બંગલામાં રહે છે.

Tags:
Minister Residence.મંત્રી આવાસPolitical Newsરાજકીય સમાચારGujarat News
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026