મારું ગુજરાત

અમદાવાદમાં ગુનાખોરીનો ગ્રાફ ઉંચકાયો: બોપલમાં ટ્રાવેલ્સ બસમાંથી નીચે ઉતારી યુવકની કરપીણ હત્યા

11 ફેબ્રુઆરી, 2026•
GVGujaratvandan team
અમદાવાદમાં ગુનાખોરીનો ગ્રાફ ઉંચકાયો: બોપલમાં ટ્રાવેલ્સ બસમાંથી નીચે ઉતારી યુવકની કરપીણ હત્યા

Ahmedabad News: અમદાવાદ શહેરમાં મોડી રાત્રે ગુનાખોરીની બે અલગ-અલગ ઘટનાઓએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કર્યા છે. બોપલ વિસ્તારમાં આવેલા જાણીતા વકીલ સાહેબ બ્રિજ નીચે એક યુવકની તેના મિત્રોની હાજરીમાં જ છરીના અસંખ્ય ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. બીજી તરફ, શહેરના કોટ વિસ્તાર એવા શાહપુરમાં પણ એક યુવક પર જીવલેણ હુમલો થતા તે હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

બોપલ હત્યાકાંડ
બોપલના વકીલ સાહેબ બ્રિજ નીચે બનેલી આ ઘટનામાં શિવા કલાસુઆ નામના યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. મૂળ રાજસ્થાનના વતની અને મણિનગરમાં રહેતા શિવાના કૌટુંબિક ભાઈ કિશન કલાસુઆએ આ મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં સુનિલ ખોકરીયા સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે.

બસમાંથી બહાર બોલાવીને રહેંસી નાખ્યો
ઘટનાની વિગત મુજબ, શિવા કલાસુઆ વકીલ સાહેબ બ્રિજ નીચે ઉભેલી સુરેશ અહારીની ટ્રાવેલ્સ બસમાં બેઠો હતો. આ દરમિયાન તેના મોબાઈલ પર નારાયણ ઉર્ફે રાજકુમારનો ફોન આવ્યો હતો અને તેણે શિવાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. શિવાએ તેને બ્રિજ નીચે બોલાવ્યો હતો. થોડી જ વારમાં નારાયણ તેની સાથે સુનિલ ખોકરીયા અને અન્ય બે શખ્સોને લઈને ત્યાં પહોંચ્યો હતો. આરોપીઓએ ટ્રાવેલ્સનો દરવાજો ખખડાવીને શિવાને નીચે ઉતાર્યો હતો.

અંધાધૂંધ છરીબાજી અને રહસ્યમય કારણ
બસની બહાર નીકળતા જ સુનિલ અને શિવા વચ્ચે કોઈ વાતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો બિચક્યો હતો અને સુનિલ તેના સાગરીતો સાથે મળીને શિવા પર છરી વડે તૂટી પડ્યો હતો. શિવાને આડેધડ છરીના ઘા ઝીંકી આરોપીઓ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં શિવાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. સરખેજ પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ આદરી છે. જોકે, શિવાની હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસનું માનવું છે કે નારાયણ ઉર્ફે રાજકુમારની પૂછપરછ બાદ હત્યાનું રહસ્ય ખુલશે.

ગેરેજની બહાર યુવાન પર ખૂની હુમલો
શહેરમાં હિંસાની બીજી ઘટના શાહપુર વિસ્તારમાં બની છે. શાહપુરમાં રહેતા ગૌતમ દાતણીયાનો પુત્ર અમર ઉર્ફે સબર સોમવારની રાત્રે ઘરે ન આવતા પરિવારે માન્યું હતું કે તે ગેરેજની બહાર સૂઈ ગયો હશે. જોકે, બીજા દિવસે સવારે એક વ્યક્તિએ ગૌતમને આવીને જાણ કરી કે તેમનો પુત્ર અમર રેટીયાવાડી પાસે આવેલા ગેરેજની બહાર લોહીલુહાણ હાલતમાં પડ્યો છે.

હાલ અમરની હાલત નાજુક
પરિવાર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો ત્યારે અમર ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતો. કોઈ અજાણ્યા શખ્સોએ તેના પર બોથડ પદાર્થ અને છરી વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. હાલ અમરની હાલત નાજુક છે અને તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શાહપુર પોલીસે આ મામલે 'હત્યાની કોશિષ' નો ગુનો નોંધી અજાણ્યા હુમલાખોરોની તપાસ શરૂ કરી છે.

નાગરિકોમાં ફફડાટ
શહેરના અલગ-અલગ વિસ્તારોમાં એક જ રાતમાં બનેલી આ હિંસક ઘટનાઓએ નાગરિકોમાં ફફડાટ ફેલાવી દીધો છે. પોલીસ અત્યારે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી બંને કેસના આરોપીઓ સુધી પહોંચવા કવાયત કરી રહી છે.

Tags:
Crime Breakdownક્રાઈમ બ્રેકડાઉનGujarat Policeગુજરાત પોલીસLatest News
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026