મારું ગુજરાત

નવરાત્રિ પહેલાં અમદાવાદીઓને રાહત! YMCA-કર્ણાવતી ક્લબ વચ્ચેનો રોડ શરૂ થવાની શક્યતા

7 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
નવરાત્રિ પહેલાં અમદાવાદીઓને રાહત! YMCA-કર્ણાવતી ક્લબ વચ્ચેનો રોડ શરૂ થવાની શક્યતા

Ahmedabad Traffic Update: અમદાવાદના SG હાઈવે પર વાહનચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કર્ણાવતીથી સરખેજ તરફના બ્રિજનું કામ ઝડપી બનાવવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવરાત્રિ પહેલાં YMCA ક્રોસ રોડથી પ્રહલાદનગર થઈ કર્ણાવતી ક્રોસ રોડ સુધી બ્રિજ નીચેથી પસાર થતો રસ્તો વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાય તેવી શક્યતા છે. આ રસ્તો શરૂ થતાં વાહનચાલકોને હાલના લાંબા ડાયવર્ઝનમાંથી રાહત મળશે અને મુસાફરીના સમયમાં પણ ઘટાડો થશે.

નવરાત્રિ પહેલાં બ્રિજ નીચેનો રોડ શરૂ થવાની શક્યતા
થોડા દિવસો પહેલાં ટ્રાફિક JCP દ્વારા NHAIના અધિકારીઓ સાથે સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન કર્ણાવતીથી સરખેજ તરફના બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરવા તેમજ બ્રિજ નીચેના રસ્તા પર પડેલા ખાડા તાત્કાલિક પૂરવા સૂચના આપવામાં આવી હતી. હાલ મળતી માહિતી પ્રમાણે, YMCA ક્રોસ રોડથી કર્ણાવતી તરફ જતો બ્રિજ નીચેનો રસ્તો નવરાત્રિ પહેલાં શરૂ થઈ શકે છે. હાલમાં રસ્તા પર રિસરફેસિંગ સહિતની કામગીરી ઝડપથી ચાલી રહી છે.

વાહનચાલકોના 15થી 20 મિનિટ બચશે
હાલ YMCA ક્રોસ રોડથી કર્ણાવતી તરફ જવા માટે વાહનચાલકોએ ભગવાન સર્કલ અને ઝવેરી સર્કલ તરફથી ડાયવર્ઝન લઈને અંદાજે 3 કિલોમીટરનો વધારાનો ફેરો મારવો પડે છે. જો બ્રિજ નીચેથી YMCAથી પ્રહલાદનગર અને ત્યારબાદ કર્ણાવતી તરફનો રસ્તો શરૂ થઈ જાય તો આ ડાયવર્ઝનથી રાહત મળશે. પરિણામે વાહનચાલકોના દરરોજના મુસાફરીના સમયમાં અંદાજે 15થી 20 મિનિટની બચત થઈ શકે છે.

ખાડા પૂર્યા બાદ પેવર બ્લોક અને ડામરનું કામ
હાલ બ્રિજ નીચેના રસ્તા પર પડેલા ખાડા કામચલાઉ ધોરણે પૂરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. નવા સર્વિસ રોડ પર ટ્રાફિક ડાયવર્ટ થયા બાદ ખાડાવાળા વિસ્તારોમાં પેવર બ્લોક અને ડામરથી વ્યવસ્થિત રિસરફેસિંગ કરવાની કામગીરી હાથ ધરાશે. રસ્તાનું કામ પૂર્ણ થયા બાદ બ્રિજ નીચેથી વાહનવ્યવહાર શરૂ કરવાની તૈયારી છે. નવરાત્રિ દરમિયાન SG હાઈવે પર ટ્રાફિકનું ભારણ વધવાની શક્યતા હોવાથી આ રસ્તો શરૂ થાય તો વાહનચાલકોને ખાસ રાહત મળી શકે છે.

ઓગસ્ટ 2025થી બંધ છે આ રસ્તો
YMCA ક્રોસ રોડથી કર્ણાવતી તરફ જતો રસ્તો ઓગસ્ટ 2025થી બંધ છે. બ્રિજના કામને કારણે વાહનચાલકો માટે વૈકલ્પિક ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. આ ડાયવર્ઝન મુજબ YMCA ક્રોસ રોડથી ભગવાન સર્કલ, ત્યારબાદ ઝવેરી સર્કલ અને ત્યાંથી કર્ણાવતી ક્લબ ક્રોસ રોડ તરફ જવું પડે છે. જેના કારણે વાહનચાલકોને વધારાનો સમય અને અંતર બંને કાપવા પડે છે. હવે બ્રિજ નીચેથી સીધો રસ્તો શરૂ થાય તો YMCA ક્રોસ રોડથી પ્રહલાદનગર અને ત્યાંથી કર્ણાવતી તરફ સરળતાથી જઈ શકાશે.

કર્ણાવતી-સરખેજ બ્રિજનું કામ 31 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવાનો ટાર્ગેટ
26 સપ્ટેમ્બરે અમદાવાદ પોલીસ કમિશનર તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ, કર્ણાવતીથી સરખેજ તરફના બ્રિજનું કામ 31 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. બ્રિજના નિર્માણમાં ટેકનિકલ કામગીરીને કારણે ઉતાવળ ન કરવાની સાથે બ્રિજ નીચેના ખાડા પૂરવા અને રસ્તાના સમારકામની કામગીરી તાત્કાલિક શરૂ કરવા સૂચના આપવામાં આવી હતી.

NHAI તરફથી પણ કામ ઝડપથી પૂર્ણ કરવાની તૈયારી
NHAI તરફથી અગાઉ જણાવવામાં આવ્યું હતું કે બ્રિજનું મોટાભાગનું કામ 15 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થઈ જશે. ત્યારબાદ લાઈટિંગ, થર્મોપ્લાસ્ટ પેઈન્ટિંગ, રોડ ફર્નિચર અને અન્ય ફિનિશિંગ કામગીરી પૂર્ણ કરવાની રહેશે. NHAI મુજબ, 30 ઓક્ટોબર સુધીમાં ઉપરનો બ્રિજ ટ્રાફિક માટે ખુલ્લો મુકવાની શક્યતા છે અને 31 ઓક્ટોબર સુધીમાં બાકીનું કામ પૂર્ણ કરવાનું આયોજન છે. સાથે જ બ્રિજ નીચેના રસ્તા પરના ખાડા પૂરવાની કામગીરી પણ નવરાત્રિ પહેલાં પૂર્ણ કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Tags:
#વિકાસકાર્યો#SmartCity#AhmedabadUpdates#CommuterLife#TravelAhmedabad
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026