મારું ગુજરાત

વેજીટેબલ માર્કેટમાં હવે ખાણીપીણીના વેપારીઓને પણ મળશે જગ્યા, ટ્રાફિકની સમસ્યા દૂર કરવા મ્યુનિસિપલ કમિશનરની સૂચના

17 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
વેજીટેબલ માર્કેટમાં હવે ખાણીપીણીના વેપારીઓને પણ મળશે જગ્યા, ટ્રાફિકની સમસ્યા દૂર કરવા મ્યુનિસિપલ કમિશનરની સૂચના

Ahmedabad Vegetable Market: અમદાવાદમાં રોડ પર શાકભાજી, ફ્રૂટ અને ખાણીપીણીના વેપારીઓના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા દૂર કરવા મ્યુનિસિપલ કોર્પોરેશને નવી વ્યવસ્થા કરવાની તૈયારી શરૂ કરી છે. શહેરના અલગ-અલગ ઝોનમાં શાકભાજીના વેપારીઓ માટે બનાવવામાં આવેલા વેજીટેબલ માર્કેટને પૂરતો પ્રતિસાદ મળ્યો નથી. હવે આ માર્કેટમાં શાકભાજીના વેપારીઓ ઉપરાંત ફ્રૂટ, ખાણીપીણી અને કટલેરીના વેપારીઓને પણ જગ્યા ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે મ્યુનિસિપલ કમિશનરે કેટેગરી મુજબ ભાડું નક્કી કરવાની એસ્ટેટ વિભાગને સૂચના આપી છે. ભાડું નક્કી થયા બાદ ખાણીપીણીના વેપારીઓ પણ માર્કેટમાં જગ્યા મેળવી શકશે.

વેજીટેબલ માર્કેટમાં ફ્રૂટના વેપારીઓને પણ મળશે જગ્યા
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ પર ઊભા રહેતા શાકભાજીના વેપારીઓને વ્યવસ્થિત જગ્યા આપવા વેજીટેબલ માર્કેટ બનાવવામાં આવ્યા છે. જોકે, અનેક વેપારીઓ માર્કેટમાં જવા તૈયાર ન હોવાથી આ માર્કેટનો પૂરતો ઉપયોગ થઈ રહ્યો નથી. આ સમસ્યાના ઉકેલ માટે હવે માર્કેટમાં શાકભાજીના વેપારીઓ ઉપરાંત ફ્રૂટના વેપારીઓને પણ જગ્યા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. શાકભાજી અને ફ્રૂટના વેપારીઓને જગ્યા ફાળવ્યા બાદ જો જગ્યા ખાલી રહે તો ખાણીપીણીના વેપારીઓને પણ ત્યાં સ્થાન આપવામાં આવશે.

ખાણીપીણીના વેપારીઓ માટે ભાડું નક્કી કરવાની સૂચના
રોડ પર ખાણીપીણીના વેપારીઓ ઊભા ન રહે અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે તેમને યોગ્ય જગ્યાએ ખસેડવાની સૂચના આપવામાં આવી છે. જ્યાં પણ ખાલી પ્લોટ ઉપલબ્ધ હોય ત્યાં આવા વેપારીઓને ખસેડવાની કામગીરી કરાશે. વેજીટેબલ માર્કેટમાં શાકભાજી, ફ્રૂટ અને ખાણીપીણીના વેપારીઓને તેમની કેટેગરી મુજબ જગ્યા આપવામાં આવશે અને તેના માટે નિર્ધારિત ભાડું વસૂલવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનરે ભાડું નક્કી કરવા માટે એસ્ટેટ વિભાગના અધિકારીઓને સૂચના આપી છે.

દિવાળી બાદ ભાડું નક્કી કરવાની પ્રક્રિયા
દિવાળીના તહેવારો બાદ ખાણીપીણીના વેપારીઓને પણ વેજીટેબલ માર્કેટમાં જગ્યા ફાળવવા માટે ભાડું નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. એસ્ટેટ વિભાગને વેજીટેબલ માર્કેટની આસપાસ રોડ પર વેપાર કરતા શાકભાજીના તમામ વેપારીઓને માર્કેટમાં ખસેડવાની સૂચના પણ આપવામાં આવી છે. જોકે, અત્યાર સુધી વેપારીઓ માર્કેટમાં જવા માટે તૈયાર ન હોવાથી કોર્પોરેશન હવે ફ્રૂટ અને ખાણીપીણીના વેપારીઓને પણ જગ્યા આપીને માર્કેટનો ઉપયોગ વધારવા માગે છે. આ વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ રોડ પરના દબાણ અને ટ્રાફિકની સમસ્યામાં કેટલી રાહત મળે છે તે જોવું મહત્ત્વનું રહેશે.

Tags:
GujaratVandanAMC Traffic ManagementFood Stall RentAhmedabad Street VendorsAhmedabad Vegetable Market
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026