મારું ગુજરાત

અમદાવાદીઓની થાળી પાછળનું ગણિત, વર્ષમાં રૂ. 3000 કરોડના શાકભાજીનો વપરાશ

1 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
અમદાવાદીઓની થાળી પાછળનું ગણિત, વર્ષમાં રૂ. 3000 કરોડના શાકભાજીનો વપરાશ

Ahmedabad vegetable consumption: અમદાવાદીઓની થાળી માત્ર સ્થાનિક ખેતરો પર આધારિત નથી, પરંતુ દેશના એક ખૂણાથી બીજા ખૂણે ઉગતા શાકભાજી સુધી વિસ્તરેલી છે. કશ્મીરના ઠંડા હવામાનથી માંડીને કેરળના દરિયાકાંઠા સુધી ઉગતા શાક અમદાવાદના રસોડાં સુધી પહોંચે છે. વર્ષમાં વિવિધ ઋતુઓમાં શાકભાજીના ભાવોમાં વધઘટ થતી રહે છે, ખાસ કરીને જ્યારે ચોમાસું કે શિયાળાની અસર દેખાય ત્યારે ભાવ આસમાને પહોંચે છે. આવા સમયમાં તે જાણવું રસપ્રદ બને છે કે, અમદાવાદીઓ કયા કયા વિસ્તારોનું શાક રોજિંદા જીવનમાં ઉપયોગમાં લે છે.

અમદાવાદમાં ક્યાંથી આવે છે શાકભાજી?
અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વપરાતાં વટાણા અને ફણસી મુખ્યત્વે જમ્મુ-કાશ્મીર તથા હિમાચલ પ્રદેશથી આવે છે. જ્યારે આદુ, લીંબુ અને કાચી કેરી જેવા શાક કેરળ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાંથી લાવવામાં આવે છે. દૂધી છત્તીસગઢથી આવે છે, જ્યારે કારેલા, કાકડી અને મરચાં હરિયાણા તરફથી માર્કેટમાં પહોંચે છે.

મહારાષ્ટ્ર અમદાવાદને શાકભાજીનો મોટો પુરવઠો પહોંચાડે છે
મહારાષ્ટ્રથી સૂકી અને લીલી ડુંગળી, ગવાર, કોથમીર, સરગવો, વાલોર, તુરિયા, કોબીજ, ફૂલાવર, બીટ, શક્કરિયા, મકાઈ, કોળું અને ટામેટાં જેવા અનેક શાક આવે છે. પંજાબમાંથી બટાકા, દેશી મરચાં અને ટામેટાંની આવક થાય છે, જ્યારે મધ્ય પ્રદેશથી શિંગોડા, ફૂદીનો, સૂકું લસણ, અળવી, રીંગણ અને મકાઈના ભુટ્ટા આવે છે.

ગુજરાતમાંથી પણ મોટો પુરવઠો
રાજસ્થાનમાંથી સરગવો, ગાજર, મૂળા અને ગવાર આવે છે, જ્યારે દિલ્હીથી વટાણા, ફણસી, ગાજર, કોબીજ અને ફૂલાવર જેવી શાકભાજી અમદાવાદ પહોંચે છે. ગુજરાતની અંદરથી પણ મોટો પુરવઠો મળે છે. ભાવનગરથી ડુંગળી, જામનગરથી મરચાં અને દેશી મકાઈ, પોરબંદરથી કંકોડા અને છોટા ઉદેપુર તથા બોટાદમાંથી ભીંડા, ગવાર, રીંગણ અને દૂધી આવે છે. વલસાડ વિસ્તાર કાચી કેરી, કેળા અને ટિંડોડા માટે જાણીતો છે, જ્યારે રાજકોટથી કોથમીર, લીલી ડુંગળી અને લીલું લસણ આવે છે. ઉત્તર ગુજરાતના પાટણ, ડીસા અને પાલનપુર બાજુથી મોટા પ્રમાણમાં બટાકા અને અન્ય શાક અમદાવાદ પહોંચે છે. અમદાવાદ જિલ્લો પોતે પણ પાલક, મેથી, તુવેર અને ટામેટાં પૂરાં પાડે છે.

આંકડાઓ ચોંકાવનારા
અમદાવાદીઓ એક વર્ષમાં અંદાજે અઢી કરોડ કિલો આદુ વાપરી જાય છે. સાથે સાથે 23 કરોડ કિલો જેટલી ડુંગળી અને 20 કરોડ કિલોથી વધુ બટાકાનો ઉપયોગ કરે છે. લસણનો વપરાશ બે કરોડ કિલો જેટલો છે, જ્યારે મરચાં ચાર કરોડ કિલોથી વધુ વપરાય છે. જમાલપુર સ્થિત મુખ્ય શાક માર્કેટમાં દર વર્ષે સરેરાશ 2800થી 3000 કરોડ રૂપિયાના શાકભાજીનું વેચાણ થાય છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે, અમદાવાદ માત્ર વેપાર અને ઉદ્યોગનું નહીં, પરંતુ દેશભરના શાકભાજી માટેનું મોટું કેન્દ્ર પણ છે.

Tags:
FarmerખેડૂતAmdavadiઅમદાવાદી₹3000 Crore
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026