મારું ગુજરાત

અમદાવાદના વટવામાં ચાલુ વરસાદે બે યુવકોના મૃતદેહ મળ્યા! કરંટ લાગવાથી મોતની આશંકા

19 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
અમદાવાદના વટવામાં ચાલુ વરસાદે બે યુવકોના મૃતદેહ મળ્યા! કરંટ લાગવાથી મોતની આશંકા

Ahmedabad News: અમદાવાદના વટવામાં ગામડી તરફ જવાના રોડ પરથી ચાલુ વરસાદ વચ્ચે બે યુવકોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. બંને મિત્રો 17 સપ્ટેમ્બરે AC રિપેરિંગના કામે જવાનું કહીને ઘરેથી બાઈક પર નીકળ્યા હતા. ત્યારબાદ 18 સપ્ટેમ્બરની સવારે બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતદેહો પર ઈજાના કોઈ નિશાન મળ્યા નથી. પ્રાથમિક રીતે કરંટ લાગવાથી મોત થયાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે ઘટનાસ્થળેથી કોઈ જીવતો વીજ વાયર મળી આવ્યો નથી.

ગામડી નજીક કરંટ લાગ્યાની શંકા, PM રિપોર્ટ બાદ કારણ સ્પષ્ટ થશે
મળતી માહિતી મુજબ, શાહવાડી-નારોલ વિસ્તારમાં રહેતા 27 વર્ષીય રજનીકાંત ચૌહાણ અને જમાલપુરમાં રહેતા 37 વર્ષીય દિપક પરમાર બંને મિત્રો હતા. 17 સપ્ટેમ્બરે તેઓ AC રિપેરિંગનું કામ કરવા જવાનું કહીને બાઈક પર ઘરેથી નીકળ્યા હતા. દરમિયાન 18 સપ્ટેમ્બરની સવારે વટવા પોલીસને ગામડી ગામ તરફ જવાના માર્ગ પર બે યુવકોના મૃતદેહ પડ્યા હોવાની જાણ થઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં બંને યુવકોના શરીર પર ઈજાના કોઈ નિશાન મળ્યા નહોતા. મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. PM અને FSL રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. બીજી તરફ, વટવા પોલીસે CCTV ફૂટેજ તેમજ બંને યુવકોના મોબાઈલ લોકેશનના આધારે તપાસ શરૂ કરી છે.

Tags:
Electrical wiringUrban SafetyHeart-wrenchingSafety TipsGujarat
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026