મારું ગુજરાત

વાડજમાં ન્યૂડ વીડિયો કોલનો ખોફનાક ખેલ! કેસમાં ફસાવવાની ધમકી આપી યુવક પાસેથી ₹50 લાખ પડાવ્યા

5 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
વાડજમાં ન્યૂડ વીડિયો કોલનો ખોફનાક ખેલ! કેસમાં ફસાવવાની ધમકી આપી યુવક પાસેથી ₹50 લાખ પડાવ્યા

Ahmedabad Cyber Fraud: અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતા 26 વર્ષીય યુવક સાથે સાયબર છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુવકને વોટ્સએપ પર ન્યૂડ વીડિયો કોલ કરીને તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી સાયબર ક્રિમિનલ્સે તેની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. આરોપીઓએ પોતાને યુટ્યુબ અને સાયબર ક્રાઇમના અધિકારી તરીકે ઓળખાવી યુવકને ડિજિટલ અરેસ્ટના નામે ધમકાવ્યો હતો અને કુલ આશરે 50 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

ન્યૂડ વીડિયો કોલ કરી સ્ક્રીન રેકોર્ડિંગ કર્યું
વાડજ વિસ્તારમાં રહેતો 26 વર્ષીય યુવક ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. થોડા દિવસ પહેલા તેને વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવ્યો હતો. યુવકે કોલ રિસીવ કરતા સામે એક યુવતી નગ્ન અવસ્થામાં જોવા મળી હતી. કોલ કરનારે આશરે બે મિનિટના આ વીડિયોનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી યુવકને બે વીડિયો મોકલ્યા હતા. ત્યારબાદ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને વીડિયો ડિલીટ કરવા બદલ પૈસાની માંગણી કરવામાં આવી હતી. એક વીડિયો માટે 71 હજાર રૂપિયા માંગવામાં આવ્યા હતા. યુવકે તેમાંથી એક વીડિયો માટેની રકમ ચૂકવી દીધી હતી.

યુટ્યુબ અધિકારી બનીને ડરાવ્યો
થોડા સમય બાદ યુવકને બીજા નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતે યુટ્યુબનો અધિકારી હોવાનું કહી યુવકને ધમકાવ્યો હતો. તેને કહેવામાં આવ્યું હતું કે વીડિયો અપલોડ થયો છે અને તેના કારણે સાત વર્ષની સજાવાળો કેસ બની શકે છે. આ પછી સાયબર ક્રાઇમ પણ તપાસ કરશે તેમ કહી યુવકને વધુ ડરાવવામાં આવ્યો હતો. આરોપીઓએ તેને ડિજિટલ અરેસ્ટના નામે ધમકાવીને પૈસાની માંગણી શરૂ કરી હતી.

કંપનીના એકાઉન્ટમાંથી 40 લાખ ટ્રાન્સફર કર્યા
આરોપીઓની ધમકીથી ડરી ગયેલા યુવકે કંપનીના એકાઉન્ટમાંથી 40 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યારબાદ તેની પાસેથી વધુ 10 લાખ રૂપિયા પણ પડાવી લેવામાં આવ્યા હતા. જોકે, આટલી મોટી રકમ ચૂકવ્યા બાદ પણ આરોપીઓની પૈસાની માંગણી બંધ થઈ નહોતી. વધુ રકમની માંગણી થતાં યુવકે કંપની પાસેથી 21 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ દરમિયાન તેની સાથે બનેલી સમગ્ર ઘટનાની જાણ કંપનીના અધિકારીને થઈ હતી.

સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ
સમગ્ર ઘટનાની જાણ થયા બાદ યુવકે અંતે સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે અને યુવક સાથે છેતરપિંડી કરનાર સાયબર ક્રિમિનલ્સ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા છે. આ પ્રકારના કેસમાં અજાણ્યા નંબર પરથી આવતા વીડિયો કોલ, ન્યૂડ કોલ અથવા પોલીસ-સાયબર ક્રાઇમ અધિકારી બનીને કરવામાં આવતી ધમકીઓથી સાવચેત રહેવું જરૂરી છે.

Tags:
#સાઈબરક્રાઈમ#વાડજક્રાઈમ#યુવકછેતરપિંડી#MoneyExtortion#InternetScam
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026