મારું ગુજરાત

અમદાવાદના આ રસ્તા હંગામી ધોરણે રહેશે બંધઃ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

28 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
અમદાવાદના આ રસ્તા હંગામી ધોરણે રહેશે બંધઃ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

Ahmedabad roads temporarily closed: અમદાવાદમાં ચાલી રહેલી વિવિધ માળખાકીય અને વીજ કામગીરીને લઈને પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલોત (IPS) દ્વારા ટ્રાફિક નિયમન અને ડાયવર્ઝન અંગે બે અલગ-અલગ જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. આ જાહેરનામા હેઠળ શિલાલેખ ત્રણ રસ્તાથી નારાયણઘાટ સુધીનો માર્ગ તેમજ કાલુપુર રેલવે સ્ટેશન બહારનો સારંગપુર બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ રહેશે અને વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગો નક્કી કરાયા છે.

શિલાલેખ ત્રણ રસ્તાથી નારાયણઘાટ સુધી માર્ગ બંધ
ટોરેન્ટ પાવર લિમિટેડ દ્વારા એલ-ટ્રાફિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિલાલેખ ત્રણ રસ્તાથી નારાયણઘાટ સુધી અંડરગ્રાઉન્ડ 132 કે.વી. કેબલ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. રાહદારીઓ અને મુસાફરોની સુરક્ષા તથા અકસ્માત નિવારવાના હેતુથી 27 નવેમ્બર 2025ના જાહેરનામા મુજબ 1 ડિસેમ્બર, 2025થી 15 ડિસેમ્બર, 2025 સુધી રસ્તો બંધ રહેશે. આ માટે અલગ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

  • પ્રતિબંધિત માર્ગ: શિલાલેખ ત્રણ રસ્તાથી નારાયણઘાટ તરફ જતો માર્ગ વાહનોની અવર-જવર માટે બંધ રહેશે.

  • વૈકલ્પિક માર્ગ (1): નવી પોલીસ કમિશનર કચેરી તરફથી શિલાલેખ ત્રણ રસ્તા તરફ આવતા વાહનો ડાબી બાજુ વળી પિકનિક હાઉસ ત્રણ રસ્તાથી જમણી બાજુ વળી નારાયણઘાટ થઈ ડફનાળા તરફ અવર-જવર કરી શકશે.

  • વૈકલ્પિક માર્ગ (2): ડફનાળા તરફથી આવતા વાહનચાલકો નારાયણઘાટ થઈ પિકનિક હાઉસ ત્રણ રસ્તાથી ડાબી બાજુ વળી શિલાલેખ ત્રણ રસ્તાથી નવી પોલીસ કમિશનરની કચેરી તરફ અવર-જવર કરી શકશે.

સારંગપુર બ્રિજ રહેશે બંધ
નવા બ્રિજની કામગીરી માટે 31 જુલાઈ 2027 સુધી બંધકાલુપુર રેલવે સ્ટેશન રી-ડેવલપમેન્ટ કામગીરીના ભાગરૂપે રેલવે સ્ટેશનના બહારના ભાગે આવેલો સારંગપુર બ્રિજ તોડીને નવો બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જેથી 27 નવેમ્બર, 2025 થી 31 જુલાઈ 2027 સુધી આશરે 200 મીટર લંબાઈનો સારંગપુર બ્રિજ બંને છેડેથી વાહન વ્યવહાર માટે બંધ રહેશે અને નીચે મુજબના વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી શકાશે:

  • વૈકલ્પિક માર્ગ (1): ગીતા મંદિર, ગાંધી રોડ, ખાડિયા તથા શહેર તરફથી આવતો ટ્રાફિક કાગડાપીઠ પોલીસ સ્ટેશન થઈ વાણિજ્ય ભવન થઈ અનુપમ/અંબિકા બ્રિજ થઈ એપરલ પાર્ક થઈ અનુપમ સિનેમા થઈ જરૂરિયાત મુજબ અલગ-અલગ મુખ્ય માર્ગોનો ઉપયોગ કરી શકશે.

  • વૈકલ્પિક માર્ગ (2): ગીતા મંદિર તથા શહેર તરફથી આવતો ટ્રાફિક જે કાલુપુર સર્કલ જવા માટે સારંગપુર સર્કલ થઈ રેલવે સ્ટેશન સામેનો એક તરફનો માર્ગ ચાલુ છે તેનો ઉપયોગ કરી મોતી મહેલ હોટલ થઈ કાલુપુર સર્કલ તથા અન્ય અલગ-અલગ માર્ગો તરફ જઈ શકશે.

  • વૈકલ્પિક માર્ગ (3): રખિયાલ ઓઢવ તરફથી સારંગપુર બ્રિજ તરફ આવતો ટ્રાફિક રખિયાલ ચાર રસ્તાથી ન્યૂ કોટન ચાર રસ્તા થઈ અનુપમ સિનેમા થઈ અનુપમ/અંબિકા બ્રિજ થઈ કાંકરિયા ગીતામંદિર થઈ શહેર તરફના અલગ-અલગ મુખ્ય માર્ગો તરફ જઈ શકશે.

  • વૈકલ્પિક માર્ગ (4): રખિયાલ ઓઢવ તરફથી આવતો ટ્રાફિક કે જેઓને કાલુપુર સર્કલ કે કાલુપુર બ્રિજ જવા માટે કામદાર મેદાન ચાર રસ્તા થઈ ચારતોડા કબ્રસ્તાન થઈ સરસપુર ગુરુદ્વારા થઈ કાલુપુર બ્રિજ થઈ શહેરના અલગ-અલગ મુખ્ય માર્ગો તરફ જઈ શકશે.

કોને લાગુ નહીં પડે જાહેરનામું
બંને જાહેરનામામાં ઇમરજન્સી સેવાઓ અને નિયમ ભંગ અંગે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, ફરજમાં રોકાયેલ સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનારને આ જાહેરનામું લાગુ પડશે નહીં.

શિક્ષાત્મક કાર્યવાહી
આદેશોનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ-223 અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ કાર્યવાહી તથા ફરિયાદ દાખલ કરવાની સત્તા સંયુક્ત/અધિક પોલીસ કમિશનરશ્રીના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીના અધિકારી/કર્મચારીઓને આપવામાં આવી છે.

Tags:
Gujarat local news Gujarati todayAhmedabad city police traffic notification newsAhmedabad traffic diversion alternative routes todayAhmedabad roads temporarily closed police commissioner notification#GujaratiNews
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026