મારું ગુજરાત

અમદાવાદ: રિંગરોડ પર AUDAના પ્લોટમાં ચાલતા ફૂડકોર્ટ એક વર્ષમાં બંધ થશે, જાણો શું છે કારણ

17 ડિસેમ્બર, 2025•
GVGujaratvandan team
અમદાવાદ: રિંગરોડ પર AUDAના પ્લોટમાં ચાલતા ફૂડકોર્ટ એક વર્ષમાં બંધ થશે, જાણો શું છે કારણ

Ahmedabad News: અમદાવાદ શહેરની ફરતે આવેલા રિંગરોડ પર અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા) હસ્તગત આવેલા પ્લોટોને વિવિધ હેતુ માટે ભાડે આપવામાં આવે છે. ફૂડ કોર્ટ અને કાફે એરિયા માટે પણ પ્લોટ ભાડે આપવામાં આવે છે. આ પોલિસીમાં ઔડા દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ફૂડ કોર્ટ અને કાફે એરિયા માટે પ્લોટ ભાડે આપવામાં આવશે નહીં. અગાઉ આપવામાં આવેલા ફૂડકોર્ટ- કેફેટેરિયાના હેતુ માટે ભાડાના પ્લોટની મંજૂરી અથવા પ્રથમ વખત આપવામાં આવેલી મંજૂરીથી એક વર્ષની સમય મર્યાદા પૂરી થતા ભાડા કરાર ફરજિયાતપણે પૂરો થઈ જશે. તેથી ફૂડ કોર્ટ માટેનો પ્લોટ ખાલી કરાવવામાં આવશે.

એક વર્ષમાં તમામ ફૂડ કોર્ટ માટેના પ્લોટ ખાલી કરાવાશે
ઔડા દ્વારા રિંગરોડ પર નિકોલ, ભાટ સર્કલ, થલતેજ, ઝુંડાલ હોટલ હિલ્લોક સામે અને બોપલ સહિતના વિસ્તારોમાં ફૂડ કોર્ટ અને કાફે એરિયા માટે પ્લોટ ભાડે આપવામાં આવ્યા છે. એક વર્ષમાં ફૂડ કોર્ટ માટેના પ્લોટની મંજૂરી પૂર્ણ થતા તે તમામને ખાલી કરાવી દેવામાં આવશે. ફૂડ કોર્ટ માટે અંદાજિત 15થી 20 જેટલા પ્લોટ અત્યારે ભાડે આપવામાં આવેલા છે.

હવે ફૂડ કોર્ટ માટે પ્લોટ ભાડે નહીં અપાય
ફૂડ કોર્ટ અને કાફે એરીયા માટે કેટલાક ભાજપના જ નેતાઓ અને તેમના કાર્યકર્તાઓ પ્લોટ ભાડે મેળવી લેતા હતા ને ત્યારબાદ તેને પેટા ભાડુઆત તરીકે આપી દેતા હતા. ઔડા દ્વારા આપવામાં આવેલા પ્લોટમાં મનમાની કરી અને બાંધકામ ઊભું કરી દેવામાં આવતું હતું. ઔડા સત્તામંડળ સામે આવી અનેક ફરિયાદો આવી હતી, જેના પગલે હવે ફૂડ કોર્ટ માટે પ્લોટ ભાડે નહીં આપવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગાર્ડન સિવાયના તમામ પ્લોટોને કુલ એક વર્ષ માટે હંગામી ધોરણે ભાડેથી આપી શકાશે
ઔડાની બેઠકમાં ભાડે આપવામાં આવેલા પ્લોટોની નીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી જેમાં હાલની પોલિસીમાં જરૂરી સુધારા કરવા આવ્યા હતા. શહેરી વિકાસ સત્તામંડળ હસ્તકના ગાર્ડન સિવાયના તમામ પ્લોટોને કુલ એક વર્ષ માટે હંગામી ધોરણે ભાડેથી આપી શકાશે. આ પ્લોટ ઓછામાં ઓછા 1000 ચો.મી. અથવા તેના ગુણાંકમાં મળવાપાત્ર રહેશે. આ પ્લોટ ભાડે મેળવનાર વ્યક્તિ અન્યને પેટાભાડે આપી શકશે નહિ.

નર્સરીના હેતુ માટે 10 ટકા રિઝર્વેશન અને 25 ટકા ડિસ્કાઉન્ટ અપાશે
શહેરના ગ્રીન કવરમાં વધારો કરવાના હેતુસર ઔડાના સંપ્રાપ્ત પ્લોટોની ફાળવણીમાં નર્સરીના હેતુ માટે 10 ટકા રિઝર્વેશન રાખવાનું અને 25 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

આવાસોના ડ્રોની પ્રતિક્ષાયાદી એલોટમેન્ટ તારીખથી ત્રણ વર્ષ સુધી માન્ય રહેશે
ઔડા દ્વારા EWS આવાસની ફાળવણીની હાલની પદ્ધતિ મુજબ સત્તામંડળ દ્વારા EWS આવાસના ડ્રો થયા બાદ 20 ટકા પ્રતિક્ષાયાદી રાખવામાં આવે છે. આવાસ ડ્રો સમયે રાખવામાં આવેલ 20 ટકા પ્રતિક્ષાયાદીમાંથી કેટેગરી વાઈઝ પ્રતિક્ષાયાદીમાંથી આપવામાં આવે છે. હાલમાં આ પ્રતિક્ષાયાદીની કોઈ સમય મર્યાદા નક્કી નહોતી. હવે પછીથી સત્તામંડળ હસ્તકના તમામ આવાસોના ડ્રો વખતે રાખેલી પ્રતિક્ષાયાદી, એલોટમેન્ટ તારીખથી ત્રણ વર્ષ સુધી માન્ય રહેશે અને ત્યારબાદ આ પ્રતિક્ષાયાદી આપોઆપ રદ ગણવામાં આવશે તે પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નવી ટીપી સ્કીમ પડવાના કારણે વિસ્તારનો નવો વિકાસ થઈ શકશે
આગામી કોમનવેલ્થ અને શહેરના વધતા જતા વિકાસને ધ્યાનમાં રાખી ઔડા દ્વારા સાણંદ, મુઠિયા-બિલાસીયા-એણાસણ, સરખેજ-ઓકાફ-ફતેવાડી-સનાથલ, કઠવાડા-ભુવાલડી-સિંગારવા, સનાથલ અને મહેમદાવાદની નવી ટીપી સ્કીમ બહાર પાડવામાં આવી છે. નવી ટીપી સ્કીમ પડવાના કારણે આ વિસ્તારનો નવો વિકાસ થઈ શકશે. પ્રારંભિક મંજૂરી મેળવવા માટે ઝડપી કામગીરી હાથ ધરી શકશે.

Tags:
Local Newsસ્થાનિક સમાચારGovernment Decisionસરકારી નિર્ણયHousing Scheme
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026