મારું ગુજરાત

અમદાવાદ: વિરોધ બાદ એરપોર્ટ પર કેશ પેમેન્ટ પર ₹100 વધારાના વસૂલવાનું સ્ટીકર હટાવ્યું, પણ વિવાદ યથાવત્

10 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
અમદાવાદ: વિરોધ બાદ એરપોર્ટ પર કેશ પેમેન્ટ પર ₹100 વધારાના વસૂલવાનું સ્ટીકર હટાવ્યું, પણ વિવાદ યથાવત્

Ahmedabad News: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જ મુદ્દે એરપોર્ટ ઓથોરિટી દ્વારા લેવાયેલા મનસ્વી નિર્ણયનો ભારે વિરોધ થયા બાદ તંત્રને નમવું પડ્યું છે. રોકડમાં પેમેન્ટ કરનાર મુસાફરો પાસેથી વધારાના રૂ. 100 વસૂલવાની જાહેરાત કરતા સ્ટીકરો વિરોધ બાદ એક્ઝિટ ગેટ પરથી રાતોરાત હટાવી લેવામાં આવ્યા છે. જોકે, નવાઈની વાત એ છે કે સ્ટીકર હટ્યા બાદ પણ એરપોર્ટ ઓથોરિટીએ રોકડ સ્વીકારવાનું શરૂ કર્યું નથી, જેના કારણે મુસાફરો અને પાર્કિંગ સ્ટાફ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે.

ડિજિટલના નામે 'રોકડ' પર પ્રતિબંધ?
એરપોર્ટ તંત્ર દ્વારા ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાના બહાને રોકડ વ્યવહાર પર અલિખિત પ્રતિબંધ લાદી દેવાયો છે. ખાસ કરીને ટુ-વ્હીલર પાર્કિંગમાં મુસાફરો પાસે માત્ર ઓનલાઇન પેમેન્ટનો જ આગ્રહ રખાઈ રહ્યો છે. મુસાફરો રોષે ભરાઈને સવાલ પૂછી રહ્યા છે કે, જો કોઈ મુસાફર પાસે સ્માર્ટફોન ન હોય, ઓનલાઇન પેમેન્ટની સુવિધા ન હોય કે બેંકનું સર્વર ખોરવાયેલું હોય તો શું તેમણે એરપોર્ટના પાર્કિંગમાં જ કેદ રહેવું? કેન્દ્ર સરકારના નિયમો મુજબ ભારતીય ચલણ સ્વીકારવાની મનાઈ કરી શકાય નહીં, છતાં એરપોર્ટ પર રોકડ સ્વીકારવામાં આવતી નથી.

સ્ટીકર ગાયબ પણ સ્ટાફની જીદ કાયમ, 'અમે કેશ નથી લેતા'
વિરોધ બાદ વિવાદાસ્પદ સ્ટીકરો તો દૂર કરી દેવાયા હતા. પરંતુ જ્યારે મુસાફરો રોકડ નાણાં આપવા જાય છે ત્યારે કાઉન્ટર પર બેઠેલો સ્ટાફ સ્પષ્ટ ના પાડી દે છે. સ્ટાફનું કહેવું છે કે અમને ઉપરથી જ સૂચના છે કે માત્ર ડિજિટલ પેમેન્ટ જ લેવું. આ સ્થિતિમાં મુસાફરો લાચાર બની રહ્યા છે અને ભારે હેરાનગતિનો સામનો કરી રહ્યા છે.

કેશ પેમેન્ટમાં 3 મિનિટ બગડે છે, ડિજિટલમાં માત્ર 30 સેકન્ડ થાય છે
આ વિવાદ અંગે એરપોર્ટ ઓથોરિટીએ પોતાના નિર્ણયનો બચાવ કર્યો હતો. ઓથોરિટીના મતે, ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે રૂ. 100 વધારાનો ચાર્જ નક્કી કરાયો હતો. તેમનું કહેવું છે કે રોકડમાં લેવડ-દેવડ કરવાથી એક્ઝિટ ગેટ પર 2 થી 3 મિનિટનો સમય વેડફાય છે, જેના કારણે ટ્રાફિક જામ થાય છે. જ્યારે ડિજિટલ પેમેન્ટથી માત્ર 30 સેકન્ડમાં પ્રક્રિયા પૂર્ણ થાય છે. જોકે, આ સમય બચાવવાના ચક્કરમાં મુસાફરોના ખિસ્સા પર જે બોજ નાખવામાં આવ્યો હતો તેને લઈને ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે.

રિઝર્વ બેંકના ચલણને નકારવા બદલ કાયદાકીય જોગવાઈઓ શું કહે છે?
નિષ્ણાતોના મતે, કોઈ પણ સરકારી કે ખાનગી સંસ્થા ભારતીય ચલણ (રોકડ) સ્વીકારવાની ના પાડી શકે નહીં. એરપોર્ટ જેવી જાહેર સુવિધાના સ્થળે મુસાફરોને ડિજિટલ પેમેન્ટ માટે પ્રોત્સાહિત કરવા તે સારી વાત છે, પરંતુ તેને ફરજિયાત બનાવવી અથવા રોકડ આપવા બદલ દંડ જેવો ચાર્જ વસૂલવો તે અનૈતિક છે. સ્ટીકર હટાવ્યા બાદ પણ રોકડ ન સ્વીકારીને એરપોર્ટ તંત્ર કાયદાની છટકબારી શોધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.

એરપોર્ટ પર બંને સુવિધા કાર્યરત રાખવામાં આવે તેવી માગ
એરપોર્ટ પર આવતા વૃદ્ધો, ગ્રામ્ય વિસ્તારના લોકો કે પ્રવાસીઓ કે જેમના મોબાઈલમાં ટેકનિકલ સમસ્યા હોય તેમના માટે રોકડ વ્યવહાર એ જ એકમાત્ર વિકલ્પ હોય છે. મુસાફરોની માંગ છે કે એરપોર્ટ ઓથોરિટી તાત્કાલિક અસરથી રોકડ સ્વીકારવાની શરૂઆત કરે અને માત્ર ડિજિટલના હઠાગ્રહને છોડી દે. જો આગામી દિવસોમાં આ સમસ્યા નહીં ઉકેલાય તો મુસાફરો દ્વારા ગ્રાહક સુરક્ષા અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

Tags:
નાણાકીય ગેરરીતિએરપોર્ટ ઓથોરિટીવિવાદ યથાવત્₹100 વધારાનો ચાર્જજાહેર વિરોધ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026