મારું ગુજરાત

ઉત્તરાયણ પહેલાં અમદાવાદ ગ્રામ્ય SOGનું મેગા ઓપરેશન, દાદરા નગર હવેલીમાંથી ચાઈનીઝ દોરીની ફેક્ટરી ઝડપી

23 ડિસેમ્બર, 2025•
GVGujaratvandan team
ઉત્તરાયણ પહેલાં અમદાવાદ ગ્રામ્ય SOGનું મેગા ઓપરેશન, દાદરા નગર હવેલીમાંથી ચાઈનીઝ દોરીની ફેક્ટરી ઝડપી

Ahmedabad SOG raid: ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ ગ્રામ્ય SOG દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સામે વિશાળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મેગા ઓપરેશન દરમિયાન ગેરકાયદેસર રીતે ચાલતા ચાઈનીઝ દોરીના નેટવર્કનો પર્દાફાશ થયો છે, જેના તાર ગુજરાતમાંથી નીકળી દાદરા અને નગર હવેલી સુધી પહોંચતા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે કરોડો રૂપિયાનો ગેરકાયદેસર સામાન જપ્ત કરીને અનેક આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

લાખો રૂપિયાની ચાઈનીઝ દોરીની રીલ જપ્ત
આ સમગ્ર ઓપરેશનની શરૂઆત સાણંદ, બાવળા, કોઠ અને આણંદ જેવા વિસ્તારોમાં કરવામાં આવેલા અલગ-અલગ દરોડાઓથી થઈ હતી. સાણંદ તાલુકાના રણમલ ગઢ ગામની સીમ વિસ્તારમાંથી SOGએ ચાર શખસોને ઝડપી પાડી તેમના પાસેથી અંદાજે 7.48 લાખ રૂપિયાની કિંમતની 1,872 ચાઈનીઝ દોરીની રીલ જપ્ત કરી હતી. આ ઉપરાંત બાવળામાં આવેલી એક ફેક્ટરીમાંથી એક શખસની ધરપકડ કરી, જ્યાંથી 12.91 લાખ રૂપિયાની કિંમતની 3,864 પ્રતિબંધિત ફિરકીઓ મળી આવી હતી.

બે શખસોની ધરપકડ
તપાસ આગળ વધારતા પોલીસને કોઠ નજીક એક આઈસર ગાડી મળી આવી હતી, જેમાંથી 12.15 લાખ રૂપિયાનો ગેરકાયદેસર દોરીનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં બે શખસોની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે આણંદ ટાઉન પોલીસના સહયોગથી વધુ એક કાર્યવાહી કરવામાં આવી, જેમાં 2.01 લાખ રૂપિયાની કિંમતની 672 ફિરકી ઝડપવામાં આવી હતી. આ તમામ આરોપીઓની પૂછપરછ દરમિયાન મહત્વની કડી મળી આવી હતી. પૂછપરછમાં ખુલ્યું હતું કે આ તમામ ચાઈનીઝ દોરીનો જથ્થો વાપી ખાતે રહેતા વિરેનકુમાર બાબુભાઈ પટેલ દ્વારા સપ્લાય કરવામાં આવતો હતો. આ માહિતીના આધારે SOGએ તપાસનો વ્યાપ વધાર્યો અને તપાસ દાદરા નગર હવેલી સુધી પહોંચી.

'વંદના ઇન્ડસ્ટ્રીઝ' નામની કંપની પર દરોડા
તપાસના અંતે દાદરા નગર હવેલી વિસ્તારમાં આવેલી 'વંદના ઇન્ડસ્ટ્રીઝ' નામની એક કંપની પર દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં ગેરકાયદેસર રીતે સિન્થેટિક ચાઈનીઝ દોરીનું ઉત્પાદન ચાલી રહ્યું હતું. દરોડા દરમિયાન પોલીસે 1.50 કરોડ રૂપિયાની કિંમતની 43,192 દોરીની રીલ, તેમજ આશરે 50 લાખ રૂપિયાની મશીનરી અને કાચો માલ જપ્ત કર્યો હતો.

અંદાજે 2.34 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
આ રીતે અલગ-અલગ સ્થળોએથી કુલ 52,000 જેટલી પ્રતિબંધિત ફિરકીઓ, વાહનો, મોબાઈલ સહિત અંદાજે 2.34 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. SOGની આ કાર્યવાહીથી ચાઈનીઝ દોરીના મોટા ગેરકાયદેસર કારોબારને ભારે ફટકો પડ્યો છે. પોલીસ દ્વારા તમામ સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ પ્રકારની પ્રવૃત્તિઓ સામે આગળ પણ સખત વલણ અપનાવવાની ચેતવણી આપવામાં આવી છે.

Tags:
Maru Gujaratમારું ગુજરાતGujarat Policeગુજરાત પોલીસViral News
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026