મારું ગુજરાત

અમદાવાદના શિવભક્તે માત્ર બે રંગોથી દોર્યાં મહાદેવના 275 ચિત્રો! જાણો કોણ છે આ અનોખો કલાકાર

5 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
અમદાવાદના શિવભક્તે માત્ર બે રંગોથી દોર્યાં મહાદેવના 275 ચિત્રો! જાણો કોણ છે આ અનોખો કલાકાર

Shiv Darshan 2026: શ્રાવણ માસમાં ભગવાન શિવની ભક્તિ અને આરાધનાનું વિશેષ મહત્ત્વ હોય છે. ત્યારે અરવલ્લીના ભિલોડા તાલુકાના મઉં ગામમાં આવેલા પ્રાચીન શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિર ખાતે અનોખું ‘શિવદર્શન’ યોજાઈ રહ્યું છે. આ ત્રણ દિવસીય પ્રદર્શનમાં અમદાવાદના શિવભક્ત કલાકાર હસમુખ પટેલ દ્વારા તૈયાર કરાયેલા ભગવાન શિવની વિવિધ મુદ્રાઓ અને દ્વાદશ જ્યોતિર્લિંગની મહિમા દર્શાવતા 275 જેટલા ચિત્રો ભક્તો નિહાળી શકશે.

મઉંમાં 5થી 7 સપ્ટેમ્બર સુધી 'શિવદર્શન'
મઉં ગામના સુપ્રસિદ્ધ અને અતિ પ્રાચીન શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિર, જેને જૂના ભવનાથ મહાદેવ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાં 5થી 7 સપ્ટેમ્બર 2026 દરમિયાન ‘શિવદર્શન’નું આયોજન કરવામાં આવ્યું છે. શનિવાર, 5 સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યે આ પ્રદર્શનનો પ્રારંભ થશે અને સોમવાર, 7 સપ્ટેમ્બરે પૂર્ણાહુતિ થશે. ભુવનેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાનાર આ પ્રદર્શનમાં ભક્તોને ભગવાન શિવની વિવિધ મુદ્રાઓ ઉપરાંત દેશના દ્વાદશ જ્યોતિર્લિંગની મહિમા દર્શાવતા ચિત્રોના દર્શન થશે.

અમદાવાદના હસમુખ પટેલે તૈયાર કર્યા 275 ચિત્રો
આ તમામ ચિત્રો અમદાવાદના શિવભક્ત હસમુખ પટેલે તૈયાર કર્યા છે. ભગવાન શિવ પ્રત્યેની શ્રદ્ધાથી પ્રેરાઈને તેમણે શિવની વિવિધ મુદ્રાઓને કેનવાસ પર કંડારી છે. ખાસ વાત એ છે કે હસમુખ પટેલે ચિત્રકળાની કોઈ ઔપચારિક તાલીમ લીધી નથી. તેઓ વ્યવસાયે અમદાવાદમાં પાન પાર્લર ચલાવે છે, પરંતુ શિવભક્તિ પ્રત્યેના પ્રેમે તેમને કલાના આ અનોખા માર્ગે દોરી ગયા છે.

માત્ર લાલ અને કાળા રંગથી શિવની વિવિધ મુદ્રાઓ
હસમુખ પટેલની કલાની સૌથી અનોખી વિશેષતા એ છે કે તેઓ ભગવાન શિવના ચિત્રો બનાવવા માટે માત્ર લાલ અને કાળા બે રંગોનો ઉપયોગ કરે છે. આ બે રંગોની મદદથી તેઓ ભગવાન શિવની વિવિધ મુદ્રાઓ, ભાવ અને આધ્યાત્મિક સંદેશને ચિત્રોમાં વ્યક્ત કરે છે. તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલા કુલ 275 જેટલા ચિત્રો હવે ભક્તો માટે ‘શિવદર્શન’ના માધ્યમથી પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે.

2006માં સોમનાથથી શરૂ થઈ હતી શિવદર્શનની યાત્રા
હસમુખ પટેલ દ્વારા શિવદર્શનની શરૂઆત વર્ષ 2006માં શ્રાવણ માસ દરમિયાન સોમનાથથી કરવામાં આવી હતી. ત્યારબાદ તેમણે દેશના તમામ દ્વાદશ જ્યોતિર્લિંગ ખાતે શિવદર્શનનું આયોજન કરવાનો સંકલ્પ કર્યો હતો. આ યાત્રા વર્ષ 2017માં મહારાષ્ટ્રના ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ ખાતે પૂર્ણ થઈ હતી. આમ, વર્ષો સુધી ચાલેલી આ આધ્યાત્મિક અને કલાત્મક યાત્રા દ્વારા તેમણે દેશના વિવિધ જ્યોતિર્લિંગ સુધી પોતાની શિવકૃતિઓ પહોંચાડી હતી.

હવે ગુજરાતના પ્રાચીન શિવમંદિરોમાં શિવદર્શનનો સંકલ્પ
દ્વાદશ જ્યોતિર્લિંગની યાત્રા પૂર્ણ કર્યા બાદ હસમુખ પટેલે હવે ગુજરાતના પ્રાચીન અને પૌરાણિક શિવમંદિરોમાં શિવદર્શન યોજવાનો સંકલ્પ કર્યો છે. આ અંતર્ગત અગાઉ ધંધુકા નજીક ભીમનાથ મહાદેવ, બોટાદ નજીક ઘેલા સોમનાથ અને ભાવનગરના ગોપનાથ મહાદેવ ખાતે પણ શિવદર્શનનું આયોજન થઈ ચૂક્યું છે. વર્ષ 2025માં સાબરકાંઠાના ઇડર તાલુકામાં સાબરમતી નદીના કિનારે આવેલા સુપ્રસિદ્ધ શ્રી સપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ આ પ્રદર્શન યોજાયું હતું.

ચિત્રો વેચાણ માટે નહીં, ભક્તિનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ
હસમુખ પટેલનું કહેવું છે, કે તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલા આ ચિત્રો વેચાણ માટે નથી. તેમનો મુખ્ય હેતુ ભગવાન શિવના દર્શન અને તેમના સંદેશને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. દર શ્રાવણ માસ દરમિયાન અલગ-અલગ શિવમંદિરોમાં શિવદર્શન યોજાય અને ભક્તોને શિવભક્તિ સાથે કલાનો આધ્યાત્મિક અનુભવ મળે તેવો તેમનો સંકલ્પ છે.

ભક્તિ અને કલાનો અનોખો સંગમ
અગાઉ યોજાયેલા શિવદર્શનમાં મોટી સંખ્યામાં શિવભક્તોએ હાજરી આપી ભગવાન શિવની કલાત્મક કૃતિઓના દર્શનનો લાભ લીધો હતો. હવે મઉંના શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિર ખાતે ત્રણ દિવસીય શિવદર્શનનું આયોજન થતાં અરવલ્લી સહિત આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે તેવી શક્યતા છે. શ્રાવણ માસની પવિત્રતામાં યોજાનાર આ પ્રદર્શન ભક્તિ, આધ્યાત્મિકતા અને કલાનો અનોખો સંગમ બની રહેશે.

Tags:
#GujaratNews#ViralArt#AhmedabadArtist#MahadevArt#ShivPaintings
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026