મારું ગુજરાત

સાબરમતી રેલવે મેટ્રો સ્ટેશન આવતીકાલથી ધમધમશે, અમદાવાદ-ગાંધીનગરના મુસાફરોને મળશે મોટી સુવિધા

27 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
સાબરમતી રેલવે મેટ્રો સ્ટેશન આવતીકાલથી ધમધમશે, અમદાવાદ-ગાંધીનગરના મુસાફરોને મળશે મોટી સુવિધા

Ahmedabad Metro Project Phase 1: અમદાવાદના શહેરીજનો અને રેલવે મુસાફરો માટે રાહતના સમાચાર છે. અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-1માં બાકી રહેલા એકમાત્ર સાબરમતી રેલવે મેટ્રો સ્ટેશનનું બાંધકામ આખરે પૂર્ણ થઈ ગયું છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, આ સ્ટેશન 28 નવેમ્બર, 2026થી મુસાફરો માટે શરૂ કરવામાં આવશે. આ સ્ટેશન કાર્યરત થતાં જ અમદાવાદ મેટ્રો ફેઝ-1નું સમગ્ર કામ પૂર્ણ થઈ જશે.

જમીન સંપાદન અને કોર્ટ કેસના કારણે કામમાં થયો હતો વિલંબ
અમદાવાદ મેટ્રો ફેઝ-1ના અન્ય તમામ રૂટ અને સ્ટેશનો શરૂ થઈ ગયા હોવા છતાં સાબરમતી રેલવે મેટ્રો સ્ટેશનનું કામ બાકી હતું. શરૂઆતમાં સ્ટેશન માટે જમીન સંપાદનની પ્રક્રિયા અને ત્યારબાદ થયેલા કોર્ટ કેસને કારણે બાંધકામમાં લાંબો વિલંબ થયો હતો. જોકે, તમામ અવરોધો દૂર થયા બાદ GMRC દ્વારા કામગીરી ઝડપી બનાવવામાં આવી હતી અને આખરે સ્ટેશન તૈયાર કરી દેવામાં આવ્યું છે. હવે 28 નવેમ્બરથી અહીં મેટ્રો ટ્રેનોનું સંચાલન શરૂ થશે.

રેલવે મુસાફરોને મળશે સીધી કનેક્ટિવિટી
સાબરમતી રેલવે મેટ્રો સ્ટેશનની સૌથી મોટી વિશેષતા તેની રેલવે સ્ટેશન સાથેની સીધી કનેક્ટિવિટી છે. આ મેટ્રો સ્ટેશનને સાબરમતી જેલરોડ સ્થિત રેલવે સ્ટેશન સાથે જોડવામાં આવ્યું છે. આ સુવિધા શરૂ થતાં મેટ્રો દ્વારા મુસાફરી કરતા લોકોને રેલવે સ્ટેશન સુધી પહોંચવામાં સરળતા રહેશે. મુસાફરો મેટ્રોમાંથી ઉતરીને સીધા સાબરમતી રેલવે સ્ટેશન જઈ શકશે. ખાસ કરીને ટ્રેન પકડવા માટે મેટ્રોનો ઉપયોગ કરતા મુસાફરોને આ કનેક્ટિવિટીથી મોટો ફાયદો થશે.

સાબરમતી મેટ્રો સ્ટેશનથી પ્રથમ અને છેલ્લી ટ્રેનનો સમય
GMRC દ્વારા નવા સ્ટેશનથી અલગ-અલગ દિશામાં જતી મેટ્રો ટ્રેનોના સમયની વિગતો જાહેર કરવામાં આવી છે.

  • APMC તરફ: પ્રથમ ટ્રેન સવારે 6:27 વાગ્યે અને છેલ્લી ટ્રેન રાત્રે 11:10 વાગ્યે આવશે.

  • મહાત્મા મંદિર તરફ: પ્રથમ ટ્રેન સવારે 6:45 વાગ્યે અને છેલ્લી ટ્રેન રાત્રે 9:10 વાગ્યે આવશે.

  • GIFT City તરફ: પ્રથમ ટ્રેન સવારે 7:11 વાગ્યે અને છેલ્લી ટ્રેન સાંજે 6:32 વાગ્યે આવશે.

  • કોટેશ્વર રોડ તરફ: છેલ્લી ટ્રેન રાત્રે 11:35 વાગ્યે આવશે.

આ સ્ટેશન શરૂ થતાં અમદાવાદ મેટ્રોના ફેઝ-1ની કામગીરી પૂર્ણ થશે અને સાબરમતી રેલવે સ્ટેશન પર આવનારા-જનારા મુસાફરોને મેટ્રોની વધુ સુવિધાજનક કનેક્ટિવિટી મળશે.

Tags:
GujaratVandanMetro Train TimingsGMRCAhmedabad Metro Phase 1Sabarmati Railway Metro Station
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026